________________
૩ : શ્રી સંભવનાથ સ્તવન
[૯૯ સાધુપુરુષને પરિચય કરવાથી, ચિત્તની અકુશળતામાં ઘટાડો કરવાથી અને અધ્યાત્મગ્રંથનાં શ્રવણ, મનન અને પરિશીલનથી ભૂમિકા પ્રાપ્ત થવાને ઘણે સંભવ ગણાય.
આવા પ્રકારની આનંદઘનરસરૂપ માગણી છે એટલે આનંદમયતાને રસ જેમાં છબછબે છે, તેવા પ્રકારની મારી માગણી કઈ વખતે મને આપી દેજે, કોઈ વખતે મારી માગણને સ્વીકાર કરી દેજે, એટલે મારા સંસારના ફેરા અટકી જાય, મારી રખડપટ્ટી દૂર થાય અને હવે શાંતિથી નિર્ભય થઈ એક ઠામે ઠરીને બેસું, એવી મારી આનંદસ્વરૂપ માગણી છે. જ્યારે કોઈ વાતની તીવ્ર ઈચ્છા થાય છે ત્યારે તે મેળવવા માટે માગણી થાય છે, જેની તેની પાસેથી તે એ મળે તેમ નથી એમ જાણવામાં છે, એટલે જે પરમાત્માએ એ મેળવી છે તેને કહે છે કે મારી આ માગણી આનંદમયતાના તાદામ્ય સ્વરૂપ હોઈ આપ મને આપજે, મને આપના જે બનાવજે. પ્રાણને જે આદર્શ હોય તેને સામે રાખી તેના જેવા થવાની વિચારણા તેની પાસે મૂકવી એ આદર્શ સિદ્ધિને રસ્તે ચઢવાને સુંદર માર્ગ છે. બાકી એમાં કાર્ય તે પિતાને પુરુષાર્થ જ નીપજાવી શકે છે. વીતરાગ ભગવાન કાંઈ આપી દેતા નથી, ઈરછા પૂરી શકતા નથી, પણ સેવક જ્યારે સેવ્ય સન્મુખ હાજર થઈ તેના જેવા થવા પ્રાથે ત્યારે અંદરથી જે પાકે નિર્ણય થાય છે, તે પ્રાણીને રસ્તા પર લાવી મૂકે છે. સંસારમાં રખડતે આ ચેતન કહે છે કે હે દેવ ! સેવા અગમ અને અનુપ છે, છતાં મારી વિજ્ઞપ્તિ સાંભળજો અને સેવનભૂમિકા મને અપાવજે.
આનંદઘનરસ રૂપ”—આ શબ્દપ્રયાગના ઘણા ભાવો નીકળે છેઃ
() “આનંદઘનરસ રૂપ” સંબોધન હોઈ શકે. આનંદસમૂહને રસ, તદ્રુપ હે ભગવાન! મારી આ યાચના કઈ વખત મને આપજે, મારી માગણી પૂરી પાડજે, મારી ભાવના સફળ કરશે. આપ તે જાતે આનંદના રસ રૂપ છે! આપ જાતે આનંદમય છે અને આપની સેવા અગમ અને અનુપ છે, પણ મારે આપની સેવા કરી આપના જેવા થવું છે. તે તદ્યોગ્ય ભૂમિકા કરી આપશો એટલી મારી વિજ્ઞપ્તિ છે.
() મારા સેવનની ભૂમિકા આનંદરસ રૂપ છે, સેવનકાર્યનું પરિણામ આનંદરસને જ મળનાર છે અને જે જેને સરજનાર હોય તે તેના રૂપ હોઈ તન્મય ગણાય છે. તે આનંદઘનરસ રૂપ સેવન છે તે મને કોઈ વખત આપશે, મને આનંદઘનરસ રૂપ સેવન સાંપડી જાય એ મારી સ્થિતિમાં પલટો લાવી દેશે.
(T) અથવા મારી યાચના આનંદઘનરસ રૂપ છે, એ માગણી જ એવી છે, એ આનંદ સ્વરૂપ છે, આનંદમય છે, આનંદજનક છે; એ માગણું મને આપી દેજે, એ આનંદ-મંગળમય મારી ભાવના પૂરી પાડજો અને મારા અંતરાત્માને કઈ વખતે આનંદમય બનાવી દેજે.
પહેલા અર્થમાં આનંદઘનરસ રૂપને પ્રયોગ નામ તરીકે ગણી સંબધન વિભક્તિમાં ગણ્યો છે. બીજા બે અર્થમાં તેને સમાસ વિશેષણ ગણી એક વાર તેને વિશેષ્ય તરીકે આગલા પદને “સેવક શબ્દ સ્વીકાર્યો છે અને ત્રીજા અર્થમાં તેના વિશેષ્ય તરીકે “યાચનારને ગણેલ છે.