________________
૩: શ્રી સંભવનાથ સ્તવને
[૯૩ આ રીતે ચેતન જ્યારે ચરમ પુદ્ગળપરાવર્તામાં આવે, ત્રીજુ અનિવૃત્તિકરણ કરે અને એની ભવપરિસ્થિતિ પરિપાક થઈ હોય, ત્યારે એ ભૂમિકાને અભય, અદ્વેષ અને અખેદ બનાવે અને એની વિશુદ્ધિ માટે એ સાચા સપુરુષને પરિચય કરે, મનની અકુશળતાને ઘટાડે કરે અને અધ્યાત્મના ગ્રંથોનું શ્રવણ, મનન, ચિંતવન કરે. (૪).
કારણ ભેગે હો કારજ નીપજે રે, એહમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉનમાદ. સંભવ–પ
અર્થ–(સહકારી કે સમવાયી) કારણોની પ્રાપ્તિ થયે કાર્ય નીપજાવી શકાય, એ બાબતમાં કઈ પ્રકારની ભાંજગડ કે મતભેદને અવકાશ નથી; કારણની પ્રાપ્તિ વગર અમે કાર્ય નિપજાવી શકીશું એવી સ્થાપના કે વિચારણા, એ તે નર્યો પિતાના અંગત અભિપ્રાયને તેર છે, એ એક પ્રકારની ઘેલછા છે. (૫)
ટબે—જે માટે કારણને વેગે જ કાર્ય નીપજે એ ન્યાય છે. જેવું કારણ તેવું કાર્ય. સ્યાદ્વાદ હેતુએ સ્યાદ્વાદ પ્રાપ્તિ ફળ કાર્ય થાય. હઠના હેતુએ હઠપ્રાપ્તિ ફળ નીપજે–એમાં કઈ વાદ નથી, સર્વ સંમત છે. પણ વળી કારણ મેળવ્યા વિના જે કાર્ય સાધવા જાય, તે તે આપ મતને ઉન્માદ જાણો. કારણ કે વચન માગે વીર્ય ફેરવતા હતા, પણ કરણીના નહિ અને ફળ સાધવા હીંડે; થયા વાડમાત્ર સારા–પરમાર્થશૂન્યા એ ન્યાય થાય. એક પ્રતમાં ઉમેરે છે એ રીતના પરિપાકે કરી અનાદિના આઠ દોષ–સુદ્રાદિક ટળે, ક્ષુદ્ર ૧, લેભ ૨, રત ૩, ભયવાન ૪, મચ્છરી ૫, શઠ ૬, અજ્ઞ ૭, ભવાભિનંદી ૮. (૫) - વિવેચન—ઉપર પ્રમાણે ભૂમિકા તૈયાર કરવાની વાત કરી, તેમાં કાર્યકારણભાવસંબંધ કેવો હોય છે તે બતાવી ભેગી મહારાજ ન્યાયના એક મોટા જાણીતા સૂત્રની વાત રજ કરી તેને પિતાના સેવાભાવની પ્રેરણાની ભૂમિકા સાથે વણી દે છે; એને માટે પ્રથમ આપણે કાર્ય કારણસંબંધ શું છે તે જાણી લઈએ.
કારણકાર્યસંબંધ-જેના વગર પરિણામ ન નીપજે તે કારણ કહેવાય. કારણ ગતિમાન થાય, એટલે જ્યારે એને વ્યાપાર ચાલુ થાય, ત્યારે તેમાંથી કાર્ય થાય. જે કાર્યની સાથે સમવાય
પાઠાંતર–જેગે–ગઈ.નીપજે-નિપજઈ. એહમાં-એમાં. વિણ-વિષ્ણુસાધીએ-સાધી. ઉનમાદ-ઉન્માદ (0
શબ્દાર્થ-કારણ-કાર્યની ઉત્પત્તિનું મૂળ, હેતુ, સબબ. જેગે=ાગે, પ્રાપ્તિએ. કારજ=કાય, પરિણામ નીપજે ઉત્પન્ન થાય, પેદા થાય, લાભ થાય. વાદઃભાંજગડ, તકરાર. કારણ વિણ=પ્રયોજન વગર, પ્રાથમિક પ્રસંગ વગર. કારજ=ધારેલ મુદ્દો, સાધ્ય. સાધીએ=નીપજાવીએ. નિજ=પોતાના. મત=મતિ, બુદ્ધિ, અભિપ્રાય. પંથ, ધર્મ, સંપ્રદાય. ઉનમાદ-ગાંડાપણું, કેફીપણું, ઘેલછા, તાર, તોફાન. (૫)
૧. આ ચોથી ગાથામાં “સાધુશે'ને બદલે કોઈ પ્રતમાં ‘સાધશું” એવો પાઠાંતર છે એ અર્થ વગરને છે સ્તવન બેલતાં બેલતાં સાધશું એટલે વશ કરશું એવો ભાવ જમાવી દીધો છે, પણ એને પરિચય પાતિક અને ઘાતક સાથે કાંઈ મેળ ખાય તેમ નથી. એટલે એ પાઠને સ્વીકાર થઈ શકે તેમ નથી. બાકીનાં પાઠાંતરો સમજાઈ જાય તેવાં છે.