________________
૩: શ્રી સંભવનાથે સ્તવન
[૯૧ થાય છે. સંશોધનકાર્યને સમાવેશ પણ આ પરાવર્તન-વિભાગના સ્વાધ્યાયમાં આવે.
“અનુપ્રેક્ષા–અગાઉ જે અથ ધારેલું હોય તેનું ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા. પરાવર્તનમાં ગ્રહણશક્તિ અને યાદશક્તિ સાથે સંબંધ રહે છે, જ્યારે અનુપ્રેક્ષામાં વિચારશક્તિ અને પૃથકકરણશક્તિ સાથે સંબંધ રહે છે.
ધર્મસ્થા –ધર્મકથા કહેવી, ધર્મને ઉપદેશ કરે, અને ધર્મમય વાતાવરણ જમાવવા માટે વિવિધ પ્રકારના જાહેર પ્રયત્ન કરવા.
આ પાંચ પ્રકારના તપને સ્વાધ્યાય નામને અત્યંતર તપ કહેવામાં આવે છે અને સર્વ અત્યંતર તપની પેઠે કર્મનિર્જરા માટે એ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ધર્મમાં સ્થિર કરવા માટે તત્વનું જ્ઞાન ભારે મહત્ત્વને ભાગ ભજવે છે. અહીં ભૂમિકા તૈયાર કરવામાં પ્રવેશ અંગે અધ્યાત્મગ્રંથનું શ્રવણ, મનન અને પરિશીલન કરવાની હકીકત કહી છે. એટલે પ્રથમ અધ્યાત્મગ્રંથે કેને કહેવા તે માટે અધ્યાત્મને ઓળખવા પ્રયત્ન કરીએ.
“અધ્યાત્મ –આત્માને લગતી બાબત તે અધ્યાત્મ કહેવાય છે. બ્રાહ્મનિ યંગ્રામમ. જે ગ્રંથમાં આત્માને લગતી વાત આવે તે અધ્યાત્મગ્રંથ કહેવાય. આત્મા છે કે નહિ, એને અનાદિ કર્મ સાથે સંબંધ કે છે, તે સંબંધ કેમ દૂર થાય, એ આવતાં કર્મોને કેમ રોકાય, એ લાગેલાં કર્મોને ભેગવટો કેમ થાય, નવીન કર્મો અને જૂનાં કર્મોને સંબંધ કેમ થાય, કર્મબંધન અને કષાયને સંબંધ કેટલે છે, મને વિકારને એમાં શું સ્થાન છે, અનાભોગ અને કર્મસંબંધ, કર્મ પર સામ્રાજ્ય મેળવવામાં ભાવનાને સ્થાન, આત્માનું અમરત્વ, એની છુપાયેલી શક્તિ, એ શક્તિને વ્યક્ત કરવાના સાધનો, યુગના પ્રકારે, ત્રિકરણશુદ્ધિ, રાગદ્વેષને આત્મા સાથે સંબંધ, કર્મ ફળ આપે ત્યારે ચેતનમાં થતા પરિણામિક ભાવ, આત્મા અને પરભાવનો સંબંધ, આત્માનો મોક્ષ થવાનાં સાધનો-વગેરે અનેક બાબતે “અધ્યાત્મની કહેવાય અને જે પુસ્તકમાં આ બાબતે પૈકી કોઈ કોઈની વિચારણા બતાવી હોય તેને આધ્યાત્મગ્રંથ કહેવાય. શાસ્ત્રના ઘણા ગ્રંથમાં આત્મા સંબંધી વાત હોય છે. પણ કેટલાંક પુસ્તકે તે આત્માની જ વાત કરે છે તે ખાસ અધ્યાત્મ કહેવાય. દાખલા તરીકે, હરિભદ્રસૂરિ મહારાજના ગબિન્દુ,
ગદષ્ટિસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય કે શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાયની બત્રીશ બત્રીશી કે અધ્યાત્મસાર અથવા શ્રી મુનિસુંદરસૂરિ મહારાજને અધ્યાત્મકલ્પદ્રુમ કે શ્રી વિનયવિજય મહારાજને શાંતસુધારસ કે શ્રી હેમચંદ્રાચાર્યનું યેગશાસ્ત્ર—એ અને એવા આત્મા સંબંધી વિચાર આપનારા થે અધ્યાત્મગ્રંથ કહેવાય. ભૂમિકા તૈયાર કરવામાં અધ્યાત્મગ્રંથે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
સાધુપુરુષે પરિચય, અકુશળ ચિત્ત પર અંકુશ અને અધ્યાત્મગ્રંથનું વારંવાર મનન કરવાથી યોગકારણની ભૂમિકા તૈયાર થાય છે અને તૈયાર થયેલી ભૂમિકા પર સમુચિત ચિતરામણ થાય છે, જે પ્રગતિને ખૂબ મદદ આપે છે. અહીં યાદ રાખવાનું કે શાસ્ત્રમાં જેને “અધ્યાત્મગ' કહેવામાં આવે છે અને જેના પર શ્રી ગબિન્દુ ગ્રંથમાં પુષ્કળ વિવેચન કરવામાં