________________
[૮૭
૩: શ્રી સંભવનાથ સ્તવન (૧) એના દેષ ટળતા જાય છે, (૨) એની દૃષ્ટિ ખૂલતી જાય છે અને એને (૩) શુદ્ધ પ્રવચનની વાણીના શ્રવણને પ્રસંગે પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત એને શું શું થાય તે હજુ આગળ વિસ્તારે છે. (૩)
પરિચય પાતિક ઘાતક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સંભવ. ૪
અર્થ—(એમ થાય ત્યારે) પાપનો નાશ કરનાર સાધુ સાથે પરિચય વધતે ચાલે અને મન સંબંધી અકલ્યાણકારિતાનો ઘટાડે થતું જાય અને આત્મિક વિચાર કરનાર (અધ્યાત્મના) ગ્રંથનું સાંભળવાનું અને વિચારવાનું, આત્મિક સેવન માટે અને દૃષ્ટિબિન્દુ ધારવા માટે બની આવે. (૪)
ટબે–તે વારે (ત્યારે) પાતિકના ઘાતક એટલે અશુભ કર્મને હણે એવા સાધુને પરિચય કરે તે વારે અકુશળ–માટે સંકલ્પ ન જોડે તે અકુશળ કહીએ; એને અપચય એટલે નાશ કરે એવું ચિત્ત થાય તે વારે (ત્યારે) અધ્યાતમ ગ્રંથ-જ્ઞાન-દર્શન-ચારિત્રાદિકની જ્યાં સુગમતા એવા જે ગ્રંથ આપ્તપ્રણત, તેને અધ્યાત્મ ગ્રંથ કહીએ. તેનું શ્રવણ-સાંભળવું, મનન એટલે વિચાર, તેણે કરી સકળ નય-નંગમાદિક હેતુ ઉપાદાન અસાધારણ, કારણાદિક, તેની પરિશીલના સ્યાદ્વાદમુદ્રાએ અભિગ્રહાદિ હરહિતપણે સેવે. (૪)
વિવેચન–તધોગ્ય ભૂમિકાની તેયારી થાય ત્યારે બીજી કઈ કઈ બાબતે બને તે બતાવે છે. ધ્યાનમાં રહે છે, અંતિમ પુગળપરાવર્તમાં ત્રીજું કારણ થયા પછી આ હકીકત બને છે. કોઈ પ્રાણી સન્મુખ થયેલ છે કે નહિ તેને નિર્ણય કરવા માટે પણ આ બાબત ઉપયોગી છે, એ પ્રગતિનું નિદર્શન કરાવનાર છે અને પ્રગતિ પોષક છેઆ ગાથામાં પ્રગતિષિક અને નિદર્શન ત્રણ બાબતે તરફ ધ્યાન ખેંચ્યું છે તે આ પ્રમાણે છે :
B. સત્સંગતિ–સાધુપરિચય . માનસિક અકુશળતાને નાશ. 7. અધ્યાત્મગ્રંથનું પરિશીલન. આ ત્રણે બાબતે ખૂબ મહત્ત્વની છે અને તેટલા માટે ખૂબ વિચારણા માગે છે. આપણે એ પ્રત્યેકને વિચારીએ –
પાઠાંતર–પાતિક – પાતક. ઘાતક ઘાતિક. સાધુશું – સાધશું. મનન – મનને. પરિશીલન – પરિમલનયનય હેત. (૪) | શબ્દાર્થ –પરિચય = સહવાસ, ઓળખાણ. પાતિક = પાપ, ઘાતક = નાશ કરનાર, દૂર કરનાર. સાધશે = સાધુ–ત્યાગી સાથે અકુશળ = પરિણામે નહિ સારું, અકલ્યાણકારી. અપચય = ક્ય હાનિ, ઘટાડો. ચેત = ( વિશે. પણ) ચિત્ત સંબંધીની, મન સંબંધી, (નામ) ચિત્તવૃત્તિ. ગ્રંથ = પુસ્તક, શાસ્ત્ર. અધ્યાતમ = અધ્યાત્મ, આત્મા સંબંધી. શ્રવણ = સાંભળવું તે. મનન = ચિંતવન, વિચારણા. કરી = કરવામાં આવે પરિશીલન = દીધી સેવન, કેઈ પણ વિષયને સારી રીતે સેચી – વિચારીને ધ્યાન પર લે, ભેટવું તે. નય = દષ્ટિબિન્દુ, કારણ–વિચારણ. હત = હેતુઓ, માટે. (૪)