________________
૩: શ્રી સંભવનાથ સ્તવન
[૮૫ આવી બાબતને એને વિચાર આવતે જાય છે અને એ ધીમે ધીમે આગળ ધપતે જાય છે. આ પરિસ્થિતિમાં ઓઘદષ્ટિને મૂકી એ ગદષ્ટિમાં આવે અને મોક્ષમાર્ગ તરફ નજર કરે, એનું નામ “દષ્ટિ ખૂલે” એ ભાવ અત્ર જાયે છે.
શ્રી જ્ઞાનવિમળસૂરિ “એને માર્ગાનુસારીની દષ્ટિ ખૂલે” એ અર્થ કરે છે. એ વાત પણ સમુચિત છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં ગુણની પ્રાપ્તિ થાય છે તે સર્વ માર્ગાનુસારીપણાના ગુણને વિસ્તાર છે, એટલે કે પ્રાણીને હજુ સમકિતની પ્રાપ્તિ થઈ નથી, હજુ તેણે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મને જાણી-સમજીને તેને સ્વીકાર કર્યો નથી, પણ તે રસ્તે ચઢી ગયો છે. સમ્યકત્વ-પ્રાપ્તિના માર્ગનું અનુસરણ તે “માનુસારીપણું છે. એનું વર્ણન કરતાં શ્રીમાનું હેમચંદ્રાચાર્ય પિતાના ગશાસ્ત્રમાં તેના પાંત્રીશ ગુણોને વર્ણવે છે. આ ગુણો જેનામાં હોય અથવા જેને જીવનપ્રવાહ એ પાંત્રીશ વિશેષણને અનુરૂપ થાય, તે રસ્તે ચડ્યો છે એમ સમજવું. - શ્રી યોગશાસ્ત્રના પ્રથમ પ્રસ્તાવ ગાથા ૪૭-૫૬ દશ ગાથામાં એને (માર્ગાનુસારીને) વર્ણવી એને ગૃહસ્થ ધર્મને માર્ગે ચઢેલ કહે છે. આ હકીકત લેગસેવાને માર્ગે આગળ વધવાની ઇચ્છાવાળા મુમુક્ષુને અતિ ઉપયોગી હોઈ અત્ર તેને ઉલેખ છે, જિજ્ઞાસુએ યોગશાસ્ત્ર (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત)માંથી એને વિસ્તાર જોઈ લે. અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે માનુસારીના પાંત્રીસ ગુણોવાળે પ્રાણી હજુ રસ્તે ચઢયો છે, એટલે કે અત્યાર સુધી ભવાટવીમાં ભટકતાં એ માર્ગ ભૂલ્યું હતું, આડેઅવળે રખડત–રઝળતું હતું, તેને બદલે એને હવે સડક હાથ લાગી છે, એની આડીઅવળી રખડપાટી પૂરી થઈ છે; પણ છતાં હજુ એને સમક્તિ પ્રાપ્ત થયું નથી, હજુ એને સંસારને છેડે ચક્કસ થવાનું છે એમ એના સંબધમાં ધારવાનું નથી. માર્ગાનુસારીપણાના ગુણને વિચાર કરતાં એ પ્રતિના ઘણા પ્રાણીઓ યથાપ્રવૃત્તિકરણની કક્ષા સુધી પહોંચેલ છે એમ કહી શકાય. એણે મોક્ષમાર્ગનું અનુસરણ કરવું શરૂ કર્યું છે એમ કહી શકાય, પણ હજુ એની રાગદ્વેષની ગાંઠને ભેદ થયો નથી; હજુ એને સંસાર મર્યાદિત થયે છે એમ કહી શકાય નહિ, હજુ એણે વેદ્યસંવેદ્ય પદ પ્રાપ્ત કર્યું છે એમ કહેવાય નહિ. પ્રથમની ચાર દૃષ્ટિમાં આ માર્ગાનુસારીપણાના ગુણે આવે અને એ ગુણની પ્રાપ્તિ એટલે દષ્ટિ ખૂલવાનું ચેતનને બને એવા અર્થની જે સૂચના જ્ઞાનવિમળસૂરિએ કરી છે તેને આ આશય જણાય છે. સ્થળસંકોચને કારણે માર્ગાનુસારીના ગુણો તથા પ્રથમની ચાર દષ્ટિનું વર્ણન અત્ર પ્રસ્તુત છે, તેને યોગ્ય સ્થાનેથી જોઈ લેવા સૂચન કર્યું છે. આ સ્તવનમાં બીજી ઘણી બાબતે જણાવવા યોગ્ય લાગવાથી અત્ર સદર બાબતે પર સીધો ઉલ્લેખ કરવાનું છોડી દીધું છે.
એટલે ચરમપુગળપરાવર્તમાં પ્રાણી આવે, ત્રીજુ અનિવૃત્તિકરણ કરે અને સંસારની પરિણતિને પરિપાક થાય, ત્યારે એના દોષ દૂર થતા જાય છે અને એની દષ્ટિ ખૂલતી જાય છે. એની ચાર દષ્ટિ ખૂલી જાય છે ત્યારે એને વેદ્યસંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે અને પછી એની દૃષ્ટિ આગળ આગળ ખૂલતી જાય છે અને એને વિકાસ આગળ વધતું જાય છે.
આ પ્રસંગે એક વધારે હકીકત પણ તેના સંબંધમાં બને છે તે હવે કહે છે :