________________ સકલાર્તસ્તોત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજે લખ્યું છે કે જેમ ચર્મચક્ષુયુક્ત પુરુષ હાથમાં રહેલા આંબળાને જુએ છે. તેમ કેવલજ્ઞાનરૂપી ચક્ષુવાળા અરિહંત પરમાત્મા આખા જગતને અને તેના ભાવોને જુએ છે. સમસ્ત જગતના પદાર્થો અને તેના ભાવો તેઓથી છૂપા રહી શકતા નથી. તેમને બધું જ આત્મપ્રત્યક્ષ છે.’ *મ (6) (તીર્થંકર, ઇંદ્રને પૂજનીય) અષ્ટમહાપ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયે શોભતા આત્મા અરિહંત અને તીર્થકર તરીકે લોકમાં પૂજાય છે. દેવલોકના દેવો, દેવેંદ્રો નિરંતર તેમની ઉપાસના કરતાં હોય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “આવા અતિ ભગવંતો ત્રણ પ્રકારે છે અવધિજ્ઞાની અહંતુ, મન:પર્યવજ્ઞાની અહતું અને કેવલજ્ઞાની અહતું.' મહંત - 6 () હસ્ (કું.). દિવકૃત પૂજાને યોગ્ય, અરિહંત, જિન 2. સર્વજ્ઞાણાના કારણે જેમનાથી કાંઇ પણ છૂપું નથી તે) કેમરોડાત્ (7) (1. સર્વજ્ઞ, બધું જ જાણનાર 2. અરિહંત, જિનદેવ) જેઓને જગતના સર્વ ભાવો જાણવા માટે પર્વત, ગુફા, જંગલ આદિ કોઇ પણ પ્રકારના અંતરો નડતા નથી તેવા જિનદેવ અરહોન્તર છે. કમરથાન (ઈ.) (1. નિઃસ્પૃહ 2. જિનદેવ, તીર્થકર) *મહાત્ (ઈ.) (વીતરાગ, અરિહંત, તીર્થકર) ક્ષીણરાગ હોવાથી ક્યાંય પણ આસક્તિભાવને નહિ પામતા. રાગાદિના કારણભૂત મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયોના સંપર્કમાં વીતરાગભાવને નહિ ત્યાગતા આત્મા જિન છે. એવું ભગવતીસૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશામાં કહેલું છે. अरहंतमग्गगामि (ण)- अरिहंतमार्गगामिन् (त्रि.) (જિનકથિત માર્ગે ચાલનાર, જૈન સાધુ) આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે “પ્રવ્રજયા ગ્રહણ કરીને જિનમાર્ગે ચાલનાર ચાર પ્રકારે છે. 1. સિંહની જેમ દીક્ષા લે છે અને સિંહની જેમ તેનું પાલન કરે છે. 2. સિંહની જેમ દીક્ષા લે છે અને પાછળથી કાયર બનીને શિયાળની જેમ પાલન કરે છે. 3. પ્રથમ શિયાળની જેમ દીક્ષા લે છે અને પછી શાસ્ત્ર અધ્યયનાદિથી સિંહની જેમ ચારિત્ર પાળે છે. તથા 4. શિયાળની જેમ દીક્ષા લે છે અને શિયાળની જેમ ચારિત્રનું પાલન કરે છે.' મહંતiદ્ધ - અહિંથિ (a.) (અઠ્યાવીસ લબ્ધિમાંની એક લબ્ધિ) તીર્થંકરપદવી પર બિરાજમાન આત્માને આ લબ્ધિ હોય છે. મg - મરય (કું.) (પાણી કાઢવાની રેંટ, ઘટીયંત્ર) ગામડામાં કૂવાને કાંઠે પાણી કાઢવા માટેની રેંટ હોય છે. શાસ્ત્રકાર ભગવંતોએ સંસારને તે રેંટ સમાન કહેલ છે. જેવી રીતે તે રેંટ પાણી લેવા માટે અંદર કૂવામાં જાય છે અને પાણી ભરાઈ જાય એટલે પાછી ઉપર આવે છે. તેનું આ ચક્કર પુનઃ પુનઃ ચાલ્યા જ કરે છે. તેની જેમ પ્રાણીનું સંસારમાં જન્મમરણનું ચક્કર ચાલ્યા જ કરે છે.