________________ अरज्झिय - अरहित (त्रि.) (સતત, નિરંતર) fજ - મfજ () (ત નામે એક કાષ્ઠ) કુમારપાલ રાજાએ તારંગાના જિનાલયમાં એવા કાષ્ઠનો ઉપયોગ કર્યો છે કે જેમાં કોઇ પ્રસંગે અચાનક મંદિરમાં આગ લાગે તો તે લાકડામાંથી સ્વયં જ પાણી ઝરવા માંડે અને આગ શાંત થઈ જાય. જેમ અગરનું કાષ્ઠ આગને શમાવવા માટે હોય છે. તેમ અરણિ નામક લાકડું આગ પ્રગટાવવા માટે પ્રસિદ્ધ છે. અરણિના બે લાકડાને પરસ્પર ઘસવાથી તેમાંથી સ્વયં અગ્નિ પ્રગટે છે. મરાયા - મfra (શ્નો.) (જનો સ્કંધ બીજરૂપ છે એવી વનસ્પતિ) કેટલીક વનસ્પતિઓ એવી હોય છે. જેને ઉગાડવા માટે અલગથી બીજની જરૂર પડતી નથી. કેમકે તેનો સ્કંધ જ બીજનું કાર્ય કરે છે. જેમકે બટાકા, ડુંગળી, અરણિકા આ બધી વનસ્પતિઓના સ્કંધ બીજ સ્વરૂપ હોવાથી તેના સ્કંધનું વાવેતર કરતાં ફળની પ્રાપ્તિ થાય છે. જૈનધર્મમાં આવી વનસ્પતિઓને અનંતકાય અને અભક્ષ્ય ગણેલ છે. મરઘાં - મરથ (2) (નિર્જન વન, જંગલ, અટવી) જે સ્થાનમાં એકપણ મનુષ્યની વિદ્યમાનતા ન હોય. જ્યાં માત્ર જંગલી રાનીપશુઓ, ગીચ વૃક્ષો, ઝાડીઓ હોય તેવા સ્થાનને વન, જંગલ કે અટવી કહેવામાં આવે છે. अरण्णवडिंसग - अरण्यावतंसक (न.) (૧૧માં દેવલોકનું તે નામે એક વિમાન) મરત્ત - મરજી (ર.). (રાગરહિત) अरत्तदुद्द- अरक्तद्विष्ट (त्रि.) (રાગદ્વેષરહિત) બાળક જ્યાં સુધી પોતાના પગ પર ચાલતાં નથી શીખતો ત્યાંસુધી બાબાગાડીનો ઉપયોગ કરે છે. જે દિવસે પોતાના પગે ચાલતો થઇ જાય છે ત્યારથી તે પોતાના આધારરૂપ ઘોડીને છોડી દે છે. તેમ જ્યાં સુધી રાગદ્વેષના સંપૂર્ણ અભાવવાળી અવસ્થા પ્રાપ્ત નથી થતી, ત્યાંસુધી જીવે અપ્રશસ્ત રાગદ્વેષનો ત્યાગ અને પ્રશસ્ત રાગદ્વેષનો સ્વીકાર કરવો જોઇએ. અસર - કર# (ઈ.) (અવસર્પિણી ઉત્સર્પિણીરૂપ કાલચક્રના બાર ભાગ) શાસ્ત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ કાળના છ છ આરાસ્વરૂપ બારવિભાગ માનવામાં આવેલા છે. તે સુષમસુષમાદિ છ આરાનું સ્વરૂપ બ્રહક્ષેત્રસમાસાદિ ગ્રંથોમાં વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યું છે. *મનસ્ (2i.). (1, રજોગુણરહિત 2. સિદ્ધભગવંત 3. ધૂળરહિત, નિર્મળ 4. એક મહાગ્રહનું નામ પ. પાંચમાં દેવલોકની એક ખતરનું નામ) કામ, ક્રોધ, અહંકાર આદિ રજો ગુણના લક્ષણ છે. વૈદિક ગ્રંથોમાં રાજપદવીને યોગ્ય આત્મા માટે રજો ગુણ શ્રેષ્ઠ માનવામાં આવેલો છે. કિંતુ પરમાત્માની પ્રાપ્તિ માટે નીકળેલા આત્મા માટે તે રજોગુણ દૂષણરૂપ કહેલ છે. યોગી આત્મા રજોગુણરહિત અને પરમપદની પ્રાપ્તિ કરાવનાર સત્ત્વગુણયુક્ત હોવાં જોઇએ.