________________ અધ્ય૩ - માર્યપુત્ર (.) (પતિને બોલાવવા સંબોધન તરીકે વપરાંતુ નામ) પોતાના પતિને નામથી ન બોલાવવું એ ભારતીય સંસ્કૃતિ છે. પોતાના પતિને પુત્રના પિતા અથવા હે આર્યપુત્ર! એવા સંબોધનથી બોલાવવામાં આવતાં હતાં. આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને મર્યાદા જળવાતી હતી. જ્યારે આજે પતિને તું તારી અને નામથી બોલાવવાની ફેશન થઇ ગઇ છે. પરંતુ તેનું પરિણામ પણ જોઇ લો પતિ પ્રત્યેનો પ્રેમ અને બન્ને વચ્ચેની મર્યાદા તો સાવ અદશ્ય જ થઇ ગઇ છે. તેઓનું જીવન કોર્ટના બારણે જઇને ઝોલા ખાતું થઇ ગયું છે. મટ્યુબ - મનુન () (કુંતીપુત્ર, તે નામે પ્રસિદ્ધ એક શ્રેષ્ઠ બાણાવલી, પાંચ પાંડવોમાંનો એક પાંડવ) ઐતિહાસિક મહાભારતમાં અર્જુનનું વર્ણન આવે છે. તે કુંતીરાણી અને પાંડુરાજાનો પુત્ર હતો. ગુરુ દ્રોણાચાર્ય પાસે તીરંદાજીની તાલિમ લઈને શ્રેષ્ઠ બાણાવલી બન્યો હતો. તેના નામે દુશ્મનો થરથર કાંપતા હતાં. કૌરવો સાથે અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં અર્જુનનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. તેણે મોટા મોટા યોદ્ધાઓને ધૂળ ચાટતા કરી દીધા હતાં. અંતકાળે સંસારને અસાર જાણીને પોતાના બાકીના ચારેય ભાઇઓ સાથે પ્રવ્રજયા ગ્રહણ કરીને સિદ્ધાચલ તીર્થે સિદ્ધગતિને પામ્યા હતાં. ઝર -- 4 () (વર્તમાન અવસર્પિણીના સાતમાં ચક્રવર્તી અને અઢારમાં તીર્થકર) આ અવસર્પિણી કાળના અઢારમાં તીર્થકર અરનાથે ગૃહસ્થાવસ્થામાં ચક્રવર્તીપદને ભોગવ્યું. અને જ્યારે ભોગાવલી કર્મક્ષય થઇ ગયા ત્યારે દીક્ષા ગ્રહણ કરીને ઘાતિકર્મોનો ક્ષય કરીને તીર્થંકર પદવીના ભોક્તા બન્યા હતાં. - મતિ (સ્ત્રી) (1. મોહનીયકર્મના ઉદયે થતો ચિત્તવિકાર 2, ૨૨૫રિષહોમાંનો એક પરિષહ 3. ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગે થતું માનસિક મનમાં બેચેની થાય, કાંઇ ગમે નહીં, મૂંઝવણ થયા કરે તે અરતિના લક્ષણો છે. સંયમપાલનમાં ધૈર્યનો અભાવતે અરતિને જણાવે છે. ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ થાય અને જેનો વિચાર પણ ન કરીએ તેવા અનિષ્ટ પરિસ્થિતિ કે વસ્તુનો સંયોગ થાય ત્યારે ચિત્તમાં જે ઝંઝાવાત થાય છે તે અરતિ છે. જ્ઞાનીભગવંતો કહે છે કે અરતિ થાય તો તેને તમારા પર હાવી ના થવા દો. કેમકે તે તમને વધારે કાયર અને નબળા બનાવી દે છે. આવેલ પરિસ્થિતિઓનો પોઝટિવ વિચાર સાથે સામનો કરો. સરકૃષ્ણ - મતિર્મન (ર) (નોકષાય મોહનીયકર્મનો એક ભેદ) મોહનીય કર્મના સત્યાવીસ ભેદમાં નવ નોકષાયના ભેદો વર્ણવેલા છે. તેમાંનું એક કર્મ છે અરતિકર્મ. આ અરતિ નોકષાયકર્મના ઉદયે જીવને સચિત્ત કે અચિત્ત દ્રવ્યોને વિષે અરતિ અર્થાત ઉગ ઉત્પન્ન થાય છે. મટ્ટર -- તિજોરજ (ર.) (અરતિના જનક, અરતિ ઉત્પન્ન કરનાર) સંયમારાધક શ્રમણને પૂર્વક કર્મોના કારણે ચારિત્રમાં ઉગાદિ ઉત્પન્ન કરનાર હેતુઓ પ્રાપ્ત થાય છે. કિંતુ દઢધમ અને સંયમથી પરિભાવિત કર્યો છે આત્મા જેણે તેવા શ્રમણ તે અરતિના જનક કારણોને સંયમોત્સાહ દ્વારા નિષ્ફળ બનાવે છે. મફરિ (m) {દ - મતિ () પદ (ઈ.) (22 પરિષહોમાંનો એક પરિષહ) ધર્મસંગ્રહના તુતીય અધિકારમાં લખ્યું છે કે “ધર્મરૂપી ઉદ્યાનમાં રમણ કરતો યતિ ક્યારેય પણ સંયમને વિષે અરતિ કરતો નથી. આવતાં, જતાં, ઉઠતા, બેસતાં, સૂતા સર્વકાળે ચિત્તસમાધિરૂપી સ્વાસ્થને ધારણ કરે છે.'