________________ અમૂઢવિષે- સમૂહ (શ્નો.) (1. સમ્યગ્દર્શન 2. અવિચલિત બુદ્ધિ 3. સમ્યગ્દષ્ટિ) સમકિતના આઠ આચારોમાંનો ચોથો આચાર છે અમૂઢદૃષ્ટિપણું. કુતીર્થી એવા મિથ્યાત્વીઓની પૂજા પ્રભાવના કે ઋદ્ધિ વગેરે જોઇને તેની બુદ્ધિ જિનધર્મ પરથી જરાય વિચલિત નથી થતી. તેનું મન જિનધર્મમાં મેવત્ અચલ હોય છે. આવા સમ્યગ્દષ્ટિ આત્માને મિથ્યાદેવો પણ ચલાયમાન કરી શકતાં નથી. મૂહર્તવમg - મૂઢનક્ષ (કિ.). (વસ્તુના યથાર્થસ્વરૂપને જાણનાર) વસ્તુના ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય સ્વરૂપને યથાર્થ રીતે જાણે છે તે અમૂઢલક્ષ કહેવાય છે. જેમકે લાકડાનો સોફાસેટ પૂર્વે વૃક્ષ સ્વરૂપે હતો ત્યાંથી મિસ્ત્રીએ તેને વર્તમાનમાં સોફાસેટ બનાવ્યો છે. અંતે ભવિષ્યમાં આ લાકડું બળીને રાખસ્વરૂપે થઇ જવાનું છે. આથી પુદ્ગલ પર રાગ શું કરવો? આવા યથાર્થ સ્વરૂપને જાણનાર આત્મા અમૂઢલક્ષી છે. अमेत्तणाण - अमात्रज्ञान (न.) (કેવલજ્ઞાન) કેવલજ્ઞાન કાળ, સંખ્યા વગેરેથી અબાધિત હોવાથી તેને અમાત્રજ્ઞાન પણ કહેવાય છે. મહા - મથા (ત્રો.) (બુદ્ધિભ્રંશ, મતિનાશ) જેવી રીતે બ્રાહ્મી વગેરે ઔષધ લેવાથી બુદ્ધિની વૃદ્ધિ અને ધતૂરાનું ફૂલ વગેરે ખાવાથી બુદ્ધિનો નાશ થાય છે. તેવી રીતે સચ્ચારિત્રના પાલનથી ધર્મની વૃદ્ધિ અને દુરાચાર સેવનથી ધર્મનો નાશ થાય છે. મોતિ - મુતિ (2) (પડિલેહણનો એક ગુણ) વસ્ત્રોની પડિલેહણા કરતી વખતે મુશલ અર્થાત સાંબેલું તેની જેમ ઉંચું નીચું કરીને ઉપર કે નીચે જમીનને અડાડે તો દોષ લાગે છે. તે પ્રકારના દોષના ત્યાગપૂર્વક કરવામાં આવતું પડિલેહણ અમુશલિ છે. મોદ - મોષ (a.) (1. અવંધ્ય, સફળ 2. સૂર્યના ઉદયાસ્ત સમયે નીચે દેખાતી રક્તવર્ણીય રેખા) સવારમાં સૂર્યના ઉદયકાળે અને સાંજે અતકાળે, સૂર્યના કિરણોના વિકારથી આકાશમાં સૂર્યની નીચે જે રક્તવર્ણાય કે શ્યામાદિ વર્ણની ગાડાની ધોરી જેવી જે રેખાદંડ દેખાય છે. તેને ભગવતીસૂત્રમાં અમોઘ કહેલ છે. ક્રમમદ (a.) (1, મોહરહિત 2. તે નામક એક કૂટશિખર 3. તે નામે એક યક્ષ) સ્થાનાંગસૂત્રના આઠમાં સ્થાનમાં કહેલું છે કે જંબૂમંદરના રુચકવર પર્વત પર આવેલ એક કૂટશિખરનું નામ અમોહ છે. अमोहणाधारि (ण) -- अमोहनाधारिन् (पुं.) (નિર્મોહને ધારણ કરનાર) સંસાર સાથેનો સંબંધ મોહમમતાને કેવી રીતે વધારી શકાય તે શીખવે છે. જ્યારે પરમતારક દેવાધિદેવ સાથેનો સંબંધ મોહજાળને છેદીને નિર્મોહગુણને કેવી રીતે વધારવો તે શીખવે છે. જે દિવસથી આત્મા સફેદવસ્ત્રો ધારણ કરે છે સમજી લો કે તેણે નિર્મોહગુણને ધારણ કરી લીધો છે. મોદણિ () - ગોપનિ (ઈ.) (યથાર્થ જોનાર) - 38 -