________________ કરતાં જોવા મળે છે. ચાલતા ચાલતા રસ્તામાં કૂતરું હશે તો તેને અમસ્તા જ લાતેથી હણશે. કીડીઓ પોતાના નગરા તરફ જતી. હશે તો વચ્ચે આંગળીઓ મૂકીને તેને મૂંઝવશે. લોકોને એપ્રિલફૂલ બનાવીને આનંદ લેશે. આવા વિના કરાણે બીજાની લાગણીઓ કે શરીરને હણનાર પરભવમાં પરમાધામી બને છે. એવું શાસ્ત્રીય કથન છે. fમય - મfહત () (પગથી દબાવેલ, હણાયેલ) મહાન - મથાન () (1. નામ, સંજ્ઞા 2. વાચક, શબ્દ 3. ઉક્તિ, કથન) કોઇપણ વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટેનું માધ્યમ એટલે નામ. પૂર્વના સમયમાં પોતાના કુળમાં જન્મ પામેલ પુત્ર કે પુત્રીના નામો તેમના ગુણને અનુસાર કે ગુણવાળા પાડવામાં આવતાં હતાં. જેથી તેમનામાં નામાનુસાર ગુણો આવે. અત્યંત રૂપવાન હોય તો રૂપકુમાર કે રૂપવતી, પદ્માવતી, શ્રેયાંસ વગેરે એવા તો કેટલાય ગુણગર્ભિત નામો હતા. જ્યારે આજના કાળમાં તો સાવ મિનીંગલેસ નામો પાડવામાં આવે છે. જેનો કોઇ જ અર્થ નીકળતો નથી હોતો. પછી સંતાનો નિર્ગુણ અને સંસ્કાર વગરના પાકે તેમાં શું નવાઇ છે. अभिहाणभेय -- अभिधानभेद (पुं.) (1. નામભેદ 2. વાચકભેદ 3. કથન પ્રકાર) अभिहाणहेउकुसल - अभिधानहेतुकुशल (पुं.) (શબ્દમાર્ગમાં અતિકુશલ, હેતુને જણાવનાર શબ્દાદિમાં કુશલ) fમહિત (2) - મfમતિ (ર.) (ઉક્ત, કહેલ) જ્ઞાનાવરણીયકર્મના ઉદયના કારણે સાધુ કોઇપણ વિશિષ્ટ શાસ્ત્રોનો અભ્યાસ ન કરી શકે તો ચાલશે. કેમકે તેનાથી મોક્ષપ્રાપ્તિ અટકી જવાની નથી. પણ શ્રમણજીવનને પ્રાયોગ્ય અષ્ટપ્રવચનમાતાનું પાલન તો અવશ્ય કહેલું છે. કેમકે શાસ્ત્રોના અભ્યાસ પછી પણ અષ્ટપ્રવચનમાતાનું પાલન જ કરવાનું છે. તેના વિના મુક્તિ થવી શક્ય જ નથી. માપતુષમુનિ પાસે જ્ઞાન ન હોવાં છતાં અષ્ટપ્રવચનમાતાના પાલને કેવલજ્ઞાનને પામી ગયા. અi - મમર (ત્રિ.). (1. ભયરહિત, નિર્ભીક 2. મધ્યમ ગ્રામની એક મૂછના) ઉત્પન્ન થનારી તકલીફો વ્યક્તિને એટલી ભયભીત નથી કરતી જેટલી તે તકલીફોનો વિચાર, માણસ તકલીફનો સામનો કર્યા પહેલા જ વિચારી લે છે કે અરે બાપ રે! આવું થઇ ગયું હવે શું કરીશ? શાસ્ત્રીય કથન છે કે કોઇપણ પરિસ્થિતિમાં વ્યક્તિએ નિર્ભય બનવું જોઇએ. ભયરહિત ચિત્તવાળા વ્યક્તિને દરેક તકલીફોમાં પણ રસ્તો મળી આવે છે. અમુનિકે - મુક્વા (વ્ય.) (1. નહિ અનુભવીને 2. નહિ જમીને) अभुज्जंतग - अभ्युज्यमान (त्रि.) (1. નહિ ફેલાયેલ 2. ક્રિયારહિત, વ્યાપારરહિત) સિદ્ધશિલામાં વસતાં સિદ્ધભગવંતોના કહેલા ગુણોમાં એક ગુણ આવે છે નિષ્ક્રિયનો, સિદ્ધપરમાત્મા કોઈપણ કાર્ય કે વ્યાપારરહિત હોય છે. તેઓ કોઇપણ જાતના આરંભ કે સમારંભો કરતાં નથી. કેમકે ત્યાં શરીર જ નથી હોતું. જે નિષ્ક્રિયતા સિદ્ધ ભગવંત માટે ગુણ છે તે જ નિષ્ક્રિયતા મોક્ષમાર્ગમાં વર્તતા જીવો માટે દુર્ગુણ છે. કેમકે જયાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી મોક્ષેચ્છુ જીવોએ સદૈવ ઉદ્યમવંત અને ક્રિયાશીલ રહેવું જોઇએ.