SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મfમાર - મમર (). (અગ્નિને ઉત્પન્ન કરનાર વૃક્ષવિશેષ) अभिमुह - अभिमुख (त्रि.) (1. સન્મુખ સામે રહેલ, 2, કૃતોદ્યમ) શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે “જિનમતનો વિરોધ કરનારા 363 પાખંડીઓ પણ પરમાત્માની દેશના સાંભળવા તેમની પર્ષદામાં આવે છે. ભગવાન જ્યારે દેશના આપી રહ્યા હોય છે, ત્યારે તેમની સન્મુખ રહેલા તે પાખંડીઓ પણ મદારીની બીન સાંભળીને જેમ સાપ નાચે છે તેમ પોતાના મસ્તકને ડોલાવતાં હોય છે. ખરેખર પરમાત્માની વાણીના અતિશયો અચિંત્ય છે.” મfમi (ચં?) - અમરદ્ર(ઈ.) (મહાબલ રાજાનો તે નામનો મિત્ર) अभियावण्ण - अभ्यापन्न (त्रि.) (1. ભોગને અનુકૂળ રહેલો 2. સાવઘાનુષ્ઠાનમાં તત્પર) અંધારા કૂવામાં પડેલ વ્યક્તિને અંદરમાં રહેલ કોઈપણ વસ્તુનું જ્ઞાન હોતું નથી. તેમ મિથ્યાત્વરૂપી ઊંડા કૂવામાં પડેલ અને હિંસાદિ સાવદ્યાનુષ્ઠાનમાં તત્પર અજ્ઞાનીને આદેય-અનાદેય, કૃત્ય-અકૃત્ય, હિત-અહિતાદિ ધર્મોનું જ્ઞાન હોતું નથી. અહિતાચરણ દ્વારા તે દુર્ગતિઓમાં આમથી તેમ અથડાતો કૂટાતો રહે છે. મg - fમતિ (સ્ત્રી). (1. રતિ, સંભોગ 2. પ્રીતિ, અનુરાગ) ગોશાળો જયારે પરમાત્માને ગાળો આપી રહ્યો હતો ત્યારે પ્રભુનું અપમાન સહન ન થતાં સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર વચ્ચે પડ્યાં અને ક્રોધસહિત ગોશાળાને વાળવા લાગ્યાં. અતિક્રોધે ભરાયેલા ગોશાળાએ તેજલેશ્યા મૂકીને તેમને ભસ્મીભૂત કરી નાંખ્યા. તે બન્ને મુનિપ્રવરો ક્રોધની લેગ્યામાં કાળ કરવા છતાં પણ દેવલોકને પામ્યા. તેની પાછળ મુખ્યકારણ છે પરમાત્મા પ્રત્યેનો તેમનો અનુરાગ. કોઇ સામાન્ય માણસ મારા પ્રભુનું કે તેમના શાસનનું અપમાન કેવી રીતે કરી શકે? મમરમંત - મરમાળ (કિ.) (1. રતિ કરતો, સંભોગ કરતો 2. પ્રીતિ કરતો, અનુરાગ કરતો) સfમરામ - ઉમરા (ઉ.) (રમ્ય, સુંદર, મનોહર, રમણીય). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આદિજિન સ્તવનમાં પરમાત્માની સુંદરતાનાં વખાણ કરતાં કહે છે “હે પ્રભુ! ઇંદ્ર-ચંદ્રસૂર્ય-પર્વતાદિમાં રહેલા ગુણોને લઇને જાણે કે આપના અંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપની આંખો જાણે કમળની પાંખડી જ જોઇ લો. આપનું મસ્તક જાણે પૂર્ણિમાનો ચાંદ છે. જાણે કે જગતની શ્રેષ્ઠ અને સુંદર વસ્તુઓ આપનામાં જ આવીને વસેલી अभिरुइय - अभिरुचित (त्रि.) (પસંદ પડેલ, ગમેલું, રુચેલું) fમરૂવ - મમરૂ૫ (રે.) (ક્ષણે ક્ષણે નવું દેખાય તેવું સુંદર, અત્યંત સુદંર, જોતા જોતા કોઇને કંટાળો ન આવે તેવું સુંદર) ચરમતીર્થપતિ ભગવાન મહાવીરની અંતિમ દેશના સોળ સોળ પ્રહર ચાલવાં છતાં પણ કોઈને પણ ઊઠીને ચાલી જવાનું મન નહોતું થયું. પર્ષદામાં બેઠેલા બધા પરમાત્માની વાણીમાં અને તેમનું રૂપ જોવામાં એટલા તલ્લીન બની ગયા હતાં કે કોઇને સમયનું ભાન જ નહોતું રહ્યું.
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy