________________ મિથRT - યાર (2) (ધારણા કરવી, ધારી રાખવું, પ્રવ્રયા માટે ધારી રાખવું તે) પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે પૂર્વેથી મનમાં ધારી રાખ્યું હોય કે હું અમુક આચાર્ય પાસે કે ગુરુ પાસે દીક્ષા લઇશ. તેને અભિધારણ કહેવામાં આવે છે. આ અભિધારણ બે પ્રકારે છે 1. નિર્દિષ્ટ જેમાં કોઇ આચાર્યાદિ નિશ્ચિત ન હોય તે તથા 2. નિર્દિષ્ટ જેમાં નિયત હોય કે અમુક આચાર્યાદિ પાસે જ દીક્ષા લઈશ તે. મ ન - મfથે () (અર્થ, વાચ્ય, પદાર્થ) જે શબ્દ દ્વારા જે પદાર્થનો બોધ થતો હોય તે પદાર્થને અભિધેય કહેવામાં આવે છે. જેમ ઘટ શબ્દથી ઘટ અર્થાત ઘડા નામના પદાર્થનો બોધ થાય છે આમાં ઘટ શબ્દથી ઘટદ્રવ્ય અભિધેય બને છે. अभिपवुद्ध - अभिप्रवृष्ट (त्रि.) (વરસેલ, વરસાદ થયેલ) આચારાંગસૂત્રમાં કહેલું છે કે “વર્ષાકાળમાં સાધુએ વિહાર કરવો કહ્યું નહિ.” કેમકે એકવાર વરસાદ વરસ્યા પછી ઠેર ઠેર સમૂચ્છમ જીવોની ઉત્પત્તિ થતી હોય છે. તથા વરસાદ વરસેલ સ્થાનમાં સાધુના વિહાર કરવાથી પ્રાણીવધ થાય છે. સર્વથા પ્રાણાતિપાતવિરમણ મહાવ્રતના ધારક યતિને આવો જીવોનો સમારંભ કરવો કહ્યું નહિ. अभिष्याइयणाम - आभिप्रायिकनामन् (न.) (અભિપ્રાય પ્રમાણે પાડેલ નામ, ગુણનિરપેક્ષ નામ) અનુયોગદ્વારસૂત્રમાં આભિપ્રાયિકનામની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જે નામનો કોઇ જ અર્થ ન નીકળતો હોય. જે નામ સાર્થક ગુણની અપેક્ષા વગર પાડવામાં આવ્યું હોય તેને આભિપ્રાયિકનામ કહેવામાં આવે છે. જેમકે આંબો, પીપળો, કચરો વગેરે अभिप्पाय - अभिप्राय (पुं.) (ભાવ, આશય, ઇચ્છા, મનનો પરિણામ, ચિત્તપ્રવૃત્તિ) પોતાના મનની ધારણા, માન્યતાને અભિપ્રાય કહેવામાં આવે છે. આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં આ અભિપ્રાય 4 પ્રકારે કહેલ છે. 1. ઔત્પાતિકી 2. વૈનયિકી 3. કાર્મિકી અને 4. પારિણામિકી. अभिप्यायसिद्ध - अभिप्रायसिद्ध (पुं.) (બુદ્ધિસિદ્ધ) આવશ્યકસૂત્રમાં કહ્યું છે કે “જે પદાનુસારી આદિ વિપુલ, સંશય-વિપર્યયાદિ મલરહિત વિમલ અને સૂક્ષ્માર્થાવગાહિની સૂક્ષ્મ મતિયુક્ત છે તે બુદ્ધિસિદ્ધ છે અથવા જે ઔત્યાતિજ્યાદિ ચાર બુદ્ધિસંપન્ન છે તે બુદ્ધિસિદ્ધ છે." મિણેય - મિત્ત (ત્રિ.). (1. ઈષ્ટ, ઇચ્છિત, ધારેલું 2. સંયોગ) ઘણી વખત વ્યક્તિ પોતાની ધારણાઓના મોટાં મોટાં મહેલો બાંધી લેતો હોય છે અને જયારે ધારેલું ન થતાં તે કાં તો ગાંડો થઇ જાય છે. અથવા સુસાઈડ કરી લે છે. અરે ભાઈ ! જ્યારે ધાર્યું તો ધણીનું પણ થતું નથી. તો પછી સામાન્ય શક્તિવાળા આપણી શું વિસાત છે. આથી બને ત્યાં સુધી ખોટી ધારણાઓ બાંધવી નહિ અને જો ધાર્યા પ્રમાણે ન થાય, તો ચિત્તને સમાધિમય રાખવાના પ્રયત્નો કરવાં, નહિ કે ખોટા માર્ગે ચઢાવવાના. મિવ - મધમવ () (પરાભવ કરવો, જીતવું, તિરસ્કાર કરવો) પરાભવ બે પ્રકારના કહેલ છે. 1. દ્રવ્યપરાભવ બળાદિના સામર્થ્યથી શત્રુને હરાવવું તે દ્રવ્યથી પરાભવ છે. 2. ભાવપરાભવ