________________ મન - મયુt (.) (1. પંડિત, પ્રાજ્ઞ 2. જેણે વ્રતોમાં દૂષણ ન લગાડ્યું હોય તે 3. દુશ્મનોથી ઘેરાયેલ 4. અપરાધી, દોષી) વ્યુત્પત્તિ કોષમાં પંડિત શબ્દની એક વ્યુત્પત્તિ કરી છે બળવાખોર. જેણે દુષ્ટકર્મો સામે બળવો પોકાર્યો છે. તેના સામ્રાજયને નાશ કરવા માટે વ્રતોરૂપી હથિયારને ધારણ કર્યા છે. મલિનતા લગાડ્યા વિના વ્રતોનું નિરતિચાર પાલન કરે છે તે જ સાચા અર્થમાં પંડિત છે. મિ - મિથ્યા (.) (લોભ, લોલુપતા, આસક્તિ) મમય - મિત (રિ). (સ્તુતિ કરાયેલ, પ્રશંસા કરાયેલ, શ્લાઘા પામેલ) જે પુત્ર પોતાનાં સદ્દગુણો અને આચરણ દ્વારા લોકમાં પ્રશંસા પામેલ છે તે જ ખરા અર્થમાં કુળદિપક છે. જેણે પિતા દ્વારા કમાયેલ કીર્તિને પોતાનાં દુર્ગુણો વડે ધોઈ નંખી છે તેવા કુપુત્રો કુળનો નાશ કરનારા કુલાંગાર હોય છે. આવા કુલાંગાર સંતિત કરતાં તો નિઃસંતાન રહેવું વધુ શ્રેયસ્કર છે. માર - મદ્યુત (f) (1. અધ્યવસાયરૂપે વ્યાપ્ત 2. ગર્ભાધાનાદિદુખથી પીડિત) अभिणंदण - अभिनंदन (पुं.) (1. આ અવસર્પિણી કાળના ચોથા તીર્થકર 2. અભિનંદન 3, લોકોત્તર શ્રાવણમાસ) ચતુર્થ તીર્થપતિ અભિનંદન સ્વામી જ્યારથી માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી તેમને ચારેય બાજુથી અભિનંદન, વધાઇઓ મળવા લાગી. અચાનક આ રીતના અચિંતનીય પ્રસંગોથી માતા-પિતાએ વિચાર્યું કે નક્કી આ પ્રભાવ ગર્ભમાં કોઈ ઉત્તમ જીવ આવ્યો છે તેનો જ છે. માટે જ્યારે આ બાળક જન્મ લેશે ત્યારે અમે તેનું નામ અભિનંદન રાખીશું. આમ આ અવસર્પિણીના ચોથા તીર્થકરનું નામ અભિનંદન પડ્યું. अभिणंदंत - अभिनन्दयत् (त्रि.) (1. સમૃદ્ધિ આદિના કીર્તનરૂપ અભિનંદન આપતો 2. પ્રીતિ કરતો) પૂર્વેના કાળમાં રાજા-મહારાજાઓને દાસીઓ, દ્વારપાલો કે ભાટચારણાદિ શુભ પ્રસંગના વધામણા આપે, તો તેને ખુશ થઈને દાનમાં સોનું, રૂપું, ગામગરાસાદિ આપી દેતા હતાં. આમ તેઓ પોતાને અભિનંદન આપતા વ્યક્તિનું સન્માન કરતાં હતાં, આજના કાળમાં આવા ઉદારવાદી રાજાઓ ક્યાં મળવાના? મિi TUT - ગમનસા() (સમૃદ્ધિ આદિના કીર્તનરૂપ અભિનંદન આપતો) अभिणंदिज्जमाण - अभिनन्द्यमान (त्रि.) (લોકો વડે અભિનંદન અપાતો, પ્રશંસાતો) ઘરમાં જ્યારે કોઈ લગ્ન નક્કી થાય છે. ત્યારે સંબંધીઓ હરખ તેડું લઇને તેમના ઘરે જાય છે અને અભિનંદન આપે છે. મોઢું મીઠું કરાવે છે. કોઇ સંઘમાં કે ઘરમાં જિનાલય પ્રતિષ્ઠાના સમાચાર જાણવાં છતાં આપણે તે સંઘમાં કે ઘરમાં હરખ તેડું લઇને કોઇ દિવસ ગયા છીએ ખરા? કોઇ દિવસ તેમના શુભકાર્યની પ્રશંસા કરીને તેમને વધામણાં આપ્યા છે ખરા? જો અત્યારસુધી નથી કર્યું તો હવેથી શરૂઆત કરી દો. अभिणंदिय- अभिनन्दित (पुं.) (લોકોત્તર શ્રાવણમાસ) - 10 -