________________ अभयकुमार - अभयकुमार (.) (રાજા શ્રેણિકના પુત્ર, મગધદેશના મંત્રી) પંડિત ચાણક્ય અને મંત્રી અભયકુમાર બન્ને વિપુલબુદ્ધિના સ્વામી હતા. બન્નેની પ્રત્યુત્પન્નમતિ ગમે તેવા જટિલ પ્રશ્નોના ઉકેલ લાવી આપતી હતી. પરંતુ એકની બુદ્ધિ પરિણામે ઘાતક અને બીજાની મતિ રક્ષક હતી. ચાણક્યની બુદ્ધિ અંતે માત્ર પોતાનું ભલું કરવાના સ્વભાવવાળી હતી. જ્યારે અભયકુમારની બુદ્ધિ અંતે સર્વનું કલ્યાણ કરવાની ભાવના વાળી હતી. આથી જ દિવાળીના દિવસે નવાવરસના શુભારંભે પ્રત્યેક જૈનો પોતાના ચોપડાપૂજનમાં લખે છે કે “અભયકુમારની બુદ્ધિ હોજો” अभयघोस - अभयघोष (पुं.) (ત નામે વિખ્યાત એક વૈદ) આ અવસર્પિણીના પ્રથમ તીર્થપતિ ઋષભદેવના 13 ભવોમાંનો એક ભવ અભયઘોષ નામક વૈદનો હતો. તે ભવમાં તેઓએ નિર્પેક્ષભાવે ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક કુષ્ઠરોગથી પીડાતાં એક સાધુના રોગનો ઇલાજ કર્યો હતો. તેમની સાથે બીજા ચાર જણ પણ હતાં જે આદિનાથના ભવમાં તેમનાં પુત્ર ભરત-બાહુબલી અને પુત્રી બ્રાહ્મી-સુંદરી થયા અને તે જ ભવમાં મુક્તિને પામ્યા. અમથviા - મમરાનં (શ્નો.) (નંદારાણીનો પુત્ર, બુદ્ધિનિધાન અભયકુમાર) અભયકુમાર મગધનરેશ શ્રેણિક અને નંદારાણીના પુત્ર હતાં. બાળપણથી જ તેઓ કુશાગ્રબુદ્ધિના સ્વામી હતાં. તેમણે પોતાની બુદ્ધિથી રાજા, પ્રજા અને શત્રુઓને પણ ચકિત કરી દીધાં હતાં. શ્રેણિકે અભયકુમારની બુદ્ધિ જોઇને મગધનું મંત્રીપદ આપ્યું હતું. ગમે તેવી જટિલ પરિસ્થિતિઓ હોય તેમના માટે તેનું નિરાકરણ કરવું રમતવાત હતી. અંતમાં સર્વેનું હિત થાય તેવા પરિણામો લાવતાં હતાં. મંત્રી અભયકુમારે કેટલાય દુષ્ટ આત્માઓને સુધારીને સન્માર્ગે વાળ્યા. કાલસૌરિકકસાઇના પુત્રને પણ અહિંસક બનાવ્યો. રાજા બનવા માટેની બધી યોગ્યતા હોવા છતાં અને ખુદ શ્રેણિક તેના માટે સંમત હોવાં છતાં રાજયનો અસ્વીકાર કર્યો. ભરયુવાનવયમાં પ્રભુ વીર પાસે ચારિત્ર અંગીકાર કરીને આત્મકલ્યાણ સાધ્યું. સમય - મયર () 1 (6) (1. અભયદાતા, જીવોના ભયનો વિનાશ કરનાર, 2. તીર્થંકર) જીવાજીવાભિગમસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “આત્માની વિશિષ્ટ પ્રકારની સ્વસ્થતા અને સમસ્તધર્મોના કારણભૂત હૈર્ય તે અભય છે.’ આવાં આત્મસ્વાથ્યનો સ્વામી જગતનાં કોઇપણ જીવની મનથી પણ કિલામણા કરતો નથી. તો પછી કાયાથી પીડા . આપવાની વાત જ ક્યાં રહી? अभयदाण - अभयदान (न.) (અભયદાન, દાનનો એક પ્રકાર) શાસ્ત્રોમાં કહેવું છે કે “કોઈ હજારો ગાયોના દાન વડે બ્રાહ્મણને ખુશ કરે, કરોડો સુવર્ણમુદ્રાઓના દાન વડે લોકાની દરિદ્રતાને ભાંગે, સુવર્ણમય મેરુપર્વતનું દાન કરે તો પણ અભયદાન કરનાર આત્માની તોલે આવી શકે તેમ નથી.” अभयदेव - अभयदेव (पुं.) (ત નામે પ્રસિદ્ધ એક જૈનાચાર્ય, નવાંગીટીકાના રચયિતા) જિનશાસનમાં અભયદેવ નામે એક પ્રબુદ્ધ જૈનાચાર્ય થયા. તેઓશ્રીએ નવ આગમોની ટીકાની રચના કરી હતી. આથી તેઓ નવાંગીટીકાકાર અભયદેવસૂરિના નામે પ્રસિદ્ધ થયા. આચાર્યશ્રીએ ખંભાતની પાસે આવેલ સેઢીનદીના કિનારે જયતિહુયણ સ્તોત્રની રચના કરી અને જમીનમાંથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ કરી હતી. જે આજે પણ ખંભાતમાં વિદ્યમાન છે. સમયUવાળ - અમપ્રદાન (7) (દાનનો એક પ્રકાર) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્ર ગ્રંથમાં લખ્યું છે કે “સ્વ અને પરના અનુગ્રહ (ઉપકાર) માટે જીવદયાનું પાલન