________________ માર - ાિરતમ્ (વ્ય.) (આહારને આશ્રયીને) સાર - પ્રારશ્ન (ન.) (1. શરીરવિશેષ 2. આહાર ગ્રહણ કરનાર 3. આહારક શરીરવાળો) સંસારી જીવને પાંચ પ્રકારના શરીર કહેલા છે. તેમાંનું ત્રીજા પ્રકારનું શરીર એટલે આહારક શરીર છે. આ શરીર બનાવવાનું સામર્થ્ય માત્ર ચૌદપૂર્વધર પુરુષ પાસે જ હોય છે. આકાશ પ્રદેશમાંથી આહારક વર્ગણાના પગલો ગ્રહણ કરીને એક હાથ પ્રમાણ શરીરની રચના ચૌદપૂર્વી શ્રુતજ્ઞાની કરતાં હોય છે. આ શરીરની રચના કરવાના મુખ્ય બે ઉદ્દેશ શાસ્ત્રમાં બતાવેલા છે. તીર્થકર ભગવંતના સમવસરણની ઋદ્ધિ જોવા માટે કોઇ ચૌદપૂર્વી કુતૂહલવશ આહારક શરીરની રચના કરે છે. અથવા શાસ્ત્રમાં કોઈ સંદેહ પડ્યો હોય અને તેનો જવાબ પ્રાપ્ત થતો ન હોય તો, તેવા સંજોગોમાં મહાવિદેહાદિ ક્ષેત્રમાં વિચરતાં કેવલી પાસે શંકાનું સમાધાન મેળવવા માટે આહારક શરીરની સંરચના કરતાં હોય છે. आहारगंगोवंगणाम - आहारकाङ्गोपाङ्गनामन् (न.) (નામકર્મનો એક ભેદ) જે કર્મના પ્રભાવથી જીવને આહારક શરીરના અંગોપાંગ પ્રાપ્ત થાય તેવું કર્મ. જેવી રીતે ઔદારિક શરીર અને નાક, કાન, આંગળી વગેરે અંગોપાંગ છે. તેવી જ રીતે આહારક શરીર સાથે હાથ, પગ, આંગળી, નાક વગેરે અંગોપાંગ પ્રાપ્ત થવું તે આહારક અંગોપાંગ નામકર્મનો પ્રભાવ છે. आहारगजुगल - आहारकयुगल (न.) (આહારકદ્ધિક, આહારક શરીર અને આહારકાંગોપાંગની જોડી) માણારામ - મહિનામ (જ.) (આહારક નામકર્મ) જાદુ - મણિા કિલ્સ () (નામકર્મની ઉત્તર પ્રકૃતિ) મણિરત્નદ્ધિ - મહારશ્નનAિ (a.) (આહારકલબ્ધિ, આહારક શરીર બનાવવાની શક્તિ) આહારક શરીર બનાવવાનું સામર્થ્ય દરેકમાં હોતું નથી. યાવત દરેક ચૌદપૂર્વીને પણ આ સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. પરંતુ જેને આહારકલબ્ધિ પ્રાપ્ત થઇ હોય તે જ ચૌદપૂર્વી આહારક શરીર બનાવવાની શક્તિવાળા હોય છે. પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં કહેલું છે કે આવું આહારક શરીર ચૌદપૂર્વી એક ભવમાં બે વાર અને આખા ભવચક્રમાં માત્ર ચાર વાર જ બનાવી શકે છે. आहारगवग्गणा - आहारकवर्गणा (स्त्री.) (જેનાથી આહારક શરીર બની શકે તેવા યુગલોનો જથ્થો) જેવી રીતે મનુષ્ય ઔદારિક શરીર બનાવવા માટે માતાના ગર્ભમાં આવીને ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. દેવ અને નારકો વૈક્રિય શરીર બનાવવા માટે આકાશ પ્રદેશમાંથી વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેવી જ રીતે આહારકલબ્ધિવાન્ પુરુષ આહારક શરીર બનાવવા માટે આકાશ પ્રદેશમાંથી અત્યંત સૂક્ષ્મ અને શુદ્ધ એવા આહારક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. आहारगसमुग्घाय - आहारकसमुद्धात (पुं.) (સમુદ્યાત વિશેષ) આહારકસમુદ્યાત એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. આહારકલબ્ધિવાનું પુરુષ આહારક શરીર બનાવતી વખતે પોતાના આત્મપ્રદેશોને પોતાના શરીરથી બહાર કાઢે છે. અને તે બહાર નીકળેલ આત્મપ્રદેશો આકાશમાંથી આહારક વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને 0405 -