________________ જેમ કર્મનું આવવું સંભવ છે તેમ કર્મોનો નિરોધ અર્થાતુ તે કર્મોને આવતાં અટકાવવું પણ શક્ય છે. ગુજરાતી ભાષામાં કહીએ તો પાણી પહેલા પાળ બાંધવી એટલે આશ્રવનિરોધભાવ કે સંવર કરવો. કર્મબંધ થાય તે પૂર્વે જ જો કર્મોને રોકી દેવામાં આવે તો જીવ ઘણી બધી યાતનાઓમાંથી ઉગરી જાય છે. જો એકવાર કર્મનો બંધ થઇ ગયો તો પછી તેને ભોગવે જ છૂટકો છે. આથી જ તો કહેવાયું છે કે “ચેતતો નર સદા સુખી’ માસવાર - માવજ () (કર્મોનો આવવાનો માર્ગ આવશ્યક સૂત્રના પ્રથમ અધ્યાયમાં કહેલું છે કે જે દ્વારા કર્મો આત્મામાં પ્રવેશે છે તે આશ્રવ દ્વાર છે. આવા આશ્રવ દ્વારા કુલ પાંચ છે. 1, મિથ્યાત્વ એટલે કે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા. 2. અવિરતિ એટલે પાપપ્રવૃત્તિથી ન અટકવું. 3. પ્રમાદ એટલે શુભમાં અપ્રવૃત્તિ અને અશુભમાંથી અનિવૃત્તિ. 4 કપાય એટલે ક્રોધ, માન, માયા અને લોભનું પ્રચલન, 5. યોગ મન-વચન અને કાયા એ ત્રણેય યોગોને હિંસાદિ કાર્યમાં જોડવા તે. આ પાંચ દ્વારોએ અશુભ કર્મો આત્માં પ્રવેશતાં હોવાથી તેને આશ્રયદ્વાર કહેલા છે. માસવમાવUT - ખાવમાવના (ft.) (આશ્રવ તત્ત્વની વિચારણા) શાંતસુધારસ ગ્રંથમાં બાર ભાવનાની વિચારણા કરવામાં આવેલી છે. આ બારેય ભાવના પ્રત્યેક વ્યક્તિએ પ્રતિદિન ભાવવી જોઇએ. જેમ કોઇ કાર્ય કરવા પૂર્વે તેની વિચારણા અને તેનું નિર્ધારણ આવશ્યક છે. તેવી જ રીતે તે બારેય ભાવના પૂર્વક કરવામાં આવતું કાર્ય ભવવિનાશક બને છે. જેમ કે આશ્રવદ્વારની ભાવના કરવામાં આવે તો તેનાથી આશ્રવમાર્ગોનો બોધ થાય છે. તે કમ કયા કારણોથી બંધાય છે. તેને રોકી કેવી રીતે શકાય અથવા તો તેનો નાશ કેવી રીતે કરી શકાય તે આશ્રવભાવનાથી જ શક્ય બને છે. આથી જ તો ભાવનાને ભવવિનાશિની કહેલી છે. आसवमाण - आश्रवत् (त्रि.) (ધીરે ધીરે સરકતો) માસવાર - અશ્વવર (કું.) (અશ્વોમાં શ્રેષ્ઠ) आसवसक्कि (ण)- आश्रवसक्तिन् (त्रि.) (હિંસાદિ આરંભોમાં આસક્ત) આશ્રવ ભાવના દરેક જીવ માટે શક્ય નથી હોતી, જે જીવ કર્મોના ભારથી ત્રસ્ત થયેલો હોય. જેને ભવભ્રમણથી થાક લાગ્યો હોય અને જેને મોક્ષસુખ મેળવવાની તીવ્રઝંખના થઇ હોય તે જ જીવ આશ્રવભાવના અને આશ્રવદ્વારોનો નાશ કરી શકે છે. પરંતુ જે જીવ હિંસાદિ આરંભરૂપ આશ્રવોમાં આસક્ત હોય. જેને પાપપ્રવૃત્તિને પાપરૂપે સ્વીકાર કરવાની દષ્ટિ પ્રાપ્ત થઇ ના હોય તેવો જીવ ક્યારેય પણ સંવર કે નિર્જરાતત્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. આવા ભવાસક્ત જીવો માટે તો દિલ્હી હજી ઘણું દૂર સવાર - અશ્વવIR (.) (ધોડેસવાર, અશ્વારોહી) શાસ્ત્રોમાં ઘોડા સુશિક્ષિત અને કુશિક્ષિત એમ બે પ્રકારના કહેલા છે. જે સુશિક્ષિત હોય છે તે પોતાના માલિક એટલેકે અશ્વારોહીની ઇચ્છા મુજબ તેના ઇશારાને સમજીને પ્રવર્તનારા હોય છે. જયારે કુશિક્ષિત અશ્વ પોતાની ઇચ્છા પ્રમાણે ઉશ્રુંખલપણે વર્તનારા હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ગુરુની ઇચ્છાને અનુસરનારા અને આજ્ઞાનું પાલન કરનારા પ્રજ્ઞાપનીય શિષ્યને પ્રથમ પ્રકારના અશ્વ સાથે સરખાવ્યા છે. જયારે પોતાની સ્વેચ્છાએ વર્તનારા અને ગુર્વાશનો ભંગ કરનારા શિષ્યો ઉડ્ડખેલ અશ્વસમાન હોય માસવો - માસવોન્ના (સ્ત્ર.). (મીઠા પાણીની વાવ) 391 -