________________ જિનશાસનને પામેલ શ્રમણ ઉપશમ ગુણને વરેલા અને ઉદાર હૃદયવાળા હોય છે. તેઓના મનમાં કદાપિ કોઇના માટે વૈરભાવ નથી હોતો. તેઓ દરેક ધર્મ અને તેના અનુયાયીઓ સાથે પ્રેમભાવથી વર્તનારા હોય છે. પરંતુ ક્યારેક કોઇ અન્યધર્મી જિનશાસન પર પ્રહાર કરે તો તેનો જવાબ આપવા માટે એટલા જ સક્ષમ હોવા જોઇએ. કોઇપણ વિધર્મી આવીને જિનશાસનને ગાળો ભાંડે તો તેનો જડબાતોડ જવાબ આપવા માટે સમર્થ હોય છે. તેઓ ક્યારેય કોઇને નિંદતા નથી પરંતુ કોઈ ભગવાનને નિંદે તો તેને છોડતા પણ નથી. आसण्णसिद्धिय - आसन्नसिद्धिक (त्रि.) (જેનો મોક્ષ નજીકમાં છે તે) જેની મંઝિલ નજીક આવી ગઈ છે તેવા વ્યક્તિને પૂછો કે તેનો અનુભવ કેવો હોય છે. તો તે કહેશે કે તે સમયે મનમાં અવર્ણનીય આનંદ હોય છે. લાંબા સમયથી જે થાક હોય છે તે દૂર થઇ જાય છે. વજન ઉચકીને જે દુખાવા થતા હોય છે તે બધા જ ગાયબ થઇ જાય છે. અને સ્થાન પ્રાપ્તિનો અહેસાસ અદૂભૂત અને અવિસ્મરણીય હોય છે. તેવી જ રીતે જે જીવનો મોક્ષ નજીક હોય છે તેનો અનુભવ તો આવા ક્ષણિક આનંદ કરતાં કઈઘણો વધારે હોય છે. જાણે અનંતા ભવોનો જે થાક હોય છે તે દૂર થઇ જાય છે. કર્મોનો જે ભાર વેંઢારતા હતાં તે દૂર થવાનો અહેસાસ ખુશી ઉત્પન્ન કરે છે. અને જેમ જેમ મોક્ષપ્રાપ્તિની ઘડી નજીક આવે છે તેમ તેમ ચિત્તપ્રસન્નતાની ઉર્મિઓ હિલોળા લેતી હોય છે. ખરેખર તે અનુભવ અદ્દભૂત અને અવિસ્મરણીય હોય છે. એનો અનુભવ તો તેના ભોક્તા જ જાણી શકે મારા-તમારા જેવાનું ગજુ નહીં. સાક્ષર - અશ્વત (ઈ.) (ખચ્ચર). ગાસત્ત - માસ (ત્રિ.) (ભૂમિ સાથે જોડાયેલ). પરમાત્મા મહાવીર જમીન સાથે જોડાયેલ પુરુષ હતાં. તેઓએ ક્યારેય પણ ચમત્કારોની વાત નથી કરી. તેઓએ ક્યારેય પણ હું જ ભગવાન અને બાકીના ભક્તો એવી નીતિ નથી અપનાવી. તેઓએ ક્યારેય પણ નથી કહ્યું કે આ જગતનું સર્જન મેં કર્યું છે. ઉલ્ટાનું તેઓએ તો કહ્યું કે હું તો ફક્ત જગતા છું. આ જગત જેવી સ્થિતિમાં રહેલું છે તેનું સ્વરૂપ જ હું તમને જણાવું છું. આમ ભૂમિ સાથે સંલગ્ન એવા પરમાત્મા મહાવીરના શાસ્ત્રોને કોઇપણ પરાસ્ત કરી શકવા સમર્થ થયા નથી. અને થશે પણ નહીં. ત્તિ - મારુ (સ્ત્ર.) (પરિગ્રહાદિમાં ગૃદ્ધિ, રાગ) આજનું સાયન્સ ગુરુત્વાકર્ષણ બળના નિયમને માને છે. જે વસ્તુમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું હોય તે ઉપરથી નીચે આવે છે. ઉપર જઇ શકતી નથી. કર્મવિજ્ઞાન પણ એ જ કહે છે જે જીવના આત્મામાં રાગ-દ્વેષ વગેરે કર્મરૂપી ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે ત્યાં સુધી તે ઉર્ધ્વથાન એટલે કે મોક્ષ તરફ ગતિ કરી શકતો નથી. आसत्तोसत्त-आसक्तोसक्त (त्रि.) (ઊપરથી નીચેના ભાગ સુધી લાગેલ) માસી - અO (g) (પીપળો, તેનું વૃક્ષ) * શ્વસ્ત (f) (આશ્વાસન પામેલ, જેનો થાક ઉતરી ગયો છે તે) શ્રમનું નિમિત્ત દરેકને અલગ અલગ હોય છે. કોઇ બિમારીના કારણે થાકી ગયો હોય. કોઇ રસ્તામાં ચાલવાથી થાકી ગયો હોય. કોઇ પહાડ કે બિલ્ડીંગ ચઢીને થાકી ગયો હોય. આમ દરેક જણના થાકનું કારણ અલગ અલગ હોઈ શકે છે. પરંતુ તેનું નિરાકરણ પ્રાપ્ત થતાં જે આશ્વાસન પ્રાપ્ત થાય છે તે તો દરેકને સરખું જ હોય છે. થાક ઉતર્યા પછીનો જે આનંદ મનમાં થાય છે તેનો -3870