________________ વિના - વિM () (અંગાદિનું મોટન, મચકોડવું) જેવી રીતે સકારણ આરંભાદિ કરવું તે કર્મબંધનું કારણ છે. તેવી જ રીતે નિષ્કારણ ક્રિયા કરવી તે પણ કર્યાશ્રવનું દ્વાર બને છે. તેવી નિષ્કારણ ક્રિયાને શાસ્ત્રમાં અનર્થદંડ તરીકે ઉલ્લેખેલ છે. જેમ કે શરીરના વિવિધ અંગો જેવા કે આંગળા, ડોક, કમર વગેરેને મચકડોવું એટલે કે ટચાકા ફોડવા તે પણ અનર્થદંડ છે. બાવ (તિ) - આa (નિ) ની (સ્ત્રી) (પંકિત, શ્રેણી) કોઈ પિક્યરની ટિકી લેવા માટે. કોઇ પ્રસિદ્ધ જગ્યાની ખાદ્યવસ્તુ લેવા માટે માણસ લાંબીલચક લાઇનમાં કલાકોના કલાકો સુધી થાક્યા વિના ઊભો રહેશે. ત્યારે તેને ત્યાં કંટાળો કે થાક નથી લાગતો. પરંતુ પાલીતાણા વગેરે તીર્થસ્થાનોમાં પરમાત્માની પૂજાની લાઇન તેને કંટાળો આવે છે. તરત જ બોલવા લગશે કે આટલી લાંબી લાઇનમાં કોણ બેસે. તેના કરતાં તો ભગવાનના દર્શન કરી લીધા એટલે પત્યું. આ જ વિચારસરણી જણાવે છે કે તમારી અંદર સંસારનો રાગ કેટલો ઠાંસી ઠાંસીને ભરેલો છે. જયારે ધર્મ પ્રત્યે ઉપેક્ષાભાવ પણ જણાઈ આવે છે. જો ખરા અર્થમાં ધર્મ પ્રત્યેની સમજણ કે રૂચિ હશે તો તમને તે લાંબી લાઈન પણ આલ્હાદક લાગશે, મનમાં થશે કે અરે વાહ શું પરમાત્માનો પ્રભાવ છે. લોકો મારા વ્હાલા પ્રભુને પૂજવા માટે કેવી પડાપડી કરે છે. મારા અહોભાગ્ય છે કે આવા પ્રભુની પૂજાનો મને અવસર સાંપડ્યો છે. માવત્રિય - સાવતિત (3) (1. સારી રીતે ચાલેલ 2. મચકોડેલ, વાળેલ) માનિ (m) fવાય - માવતિનપતિ (ઉં.) (ક્રમશઃ મળેલ, ક્રમે કરીને પ્રાપ્ત) માવત્તિય (1) પવિ૬ - કાવતાપ્રવિણ (ત્રિ.) (શ્રેણિબદ્ધ, પંક્તિમાં રહેલ, શ્રેણિમાં પ્રવેશ કરેલ) જીત કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર દેવને પૂછવામાં આવ્યું કે “હે પ્રભુ! આપ જે નરકની ચર્ચા કરો છો તે કેવી રીતે રહેલ છે.” ત્યારે સર્વજ્ઞ ભગવંત કહે છે કે “હે ગૌતમ! તે નરકાવાસો બે રીતના છે. પ્રથમ આવલિકાસ્થિત અને બીજા આવલિકાબાહ્ય છે. તેમાં જે આવલિકાસ્થિત છે એટલે કે સમશ્રેણીમાં એક જ શ્રેણીમાં લાઈનબદ્ધ રહેલા છે. તેઓનો આકાર ગોળ, ત્રિકોણ અને ચોરસ છે.” માવત્રિા (થા) પવિત્ત -- માનશ્રાવિભક્ટિ (.) (દિવ્ય નાટ્યવિધિ ભેદ) માવતિય (1) સાહિર - માવત્મિજ્જાવા (કિ.) (શ્રેણીબાહ્ય, પંક્તિની બહાર રહેલ, અસ્તવ્યસ્ત રહેલ) માવત્તિયા - સાવન (.) (1. શ્રેણી, પંક્તિ ૨મંડલી 3. કાળવિશેષ) જૈનપરિભાષા પ્રમાણે આવલિકા એક કાળનું નામ છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે. અસંખ્ય સમયના સમૂહાત્મક કાળ એટલે એક આવલિકા જાણવી. જગતની અંદર વસતા જેટલા પણ જીવ છે તે દરેક જીવના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે આયુષ્યની ગણતરી કરેલ છે. 33 સાગરોપમ તે ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. તેમજ આ જગતમાં જીવનું સૌથી ઓછામાં ઓછું આયુષ્ય 256 આવલિકા પ્રમાણ જાણવું. તેટલા સમયથી ઓછું કોઇનું આયુષ્ય સંભવતું નથી. તથા આ બન્નેની વચ્ચેના જેટલા પણ કાળપ્રમાણ આયુષ્ય છે તે મધ્યમ જાણવું. ૩૭પ -