SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ આ એક પ્રકારની વિશિષ્ટ પ્રક્રિયા છે. જે માત્ર કેવલી ભગવંત જ કરે છે. જયારે પણ કોઈ કેવલી ભગવંત કેવલીસમુઠ્ઠાત કરવા માટે તત્પર થયા હોય તે પૂર્વે ઉપયોગ કરે કે હવે મારે કેવલી સમુદૂધાત કરવાનો સમય થઈ ગયો છે. અને તે સમયમાં શેષ રહેલા કર્મોનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ કરે તેને આવર્જન કે આવર્જીકરણ કહેવામાં આવે છે. મન્નિય - માવતિ (2) (અભિમુખ, સન્મુખ) કવિ અખાએ પોતાના છપ્પામાં કહેવું છે કે જેવી રીતે વ્યક્તિ દૂર ડુંગર ઉપર તણખલું સળગતું હોય તે તેને દેખાય છે. કેમ કે તે નજરની સમક્ષ રહેલું છે. પરંતુ પોતાના પગ નીચે અગ્નિ સળગતો હોય તો પણ તેને દેખાતો નથી. અર્થાત વ્યક્તિ સામે રહેલા વ્યક્તિના દુર્ગુણોને વાચસ્પતિની જેમ ફટાફટ બોલવા લાગે છે. તેના ગુણ-અવગુણની આખી ડીક્ષનરી તેની પાસે છે. પરંતુ પોતાની અંદર રહેલા દુર્ગુણોના ભંડારની તેને ખબર શુદ્ધાય નથી. તેને બીજાના નાના-નાના દુર્ગુણો દેખાય છે. પરંતુ પોતાની અંદર રહેલ ભોરિંગ નાગ જેવા દુર્ગુણો જોઇ શકતો નથી. आवज्जियकरण - आवर्जितकरण ( न.) (સન્મુખ કરણ, કેવલી દ્વારા કરાતી ક્રિયાવિશેષ) વોરન - ગવર્નાકરણ (7) (કેવલી ઉપયોગ, કેવલી દ્વારા કરાતી ક્રિયાવિશેષ) મવિ () () () 7 - Hવર્ણ (g). (1. સમુદ્રમાં ઉઠતી પાણીની ભમરી, 2. પરિભ્રમણ, 3. ભૂલભૂલામણી, 4. સંસાર, 5. વારંવાર જન્મ-મરણ કરવું તે, 6. લોકપાલવિશેષ, 7. જંબૂદ્વીપગત એક દીર્ઘવૈતાઢ્ય પર્વત, 8. પ્રાણીવિશેષ, 9. અહોરાત્રના ૨૫માં મુહૂર્તનું નામ, 10. તે નામે વિમાન, 11. સીતા નદીની ઉત્તરે આવેલ વિજય, 12 32 નાટકમાંનું એક નાટક) સમુદ્રના પાણીમાં ઉઠેલ વમળ ભલભલા મોટા જંગી જહાજોને ડુબાડી દેવા સમર્થ છે. વંટોળ નામે ઓળખાતું વાયુનું ભ્રમણ મોટા મોટા મકાનો અને હવેલીઓને પણ ધારાશાયી કરી દેવા સમર્થ છે. તેવી જ રીતે આ સંસારમાં મનુષ્યના મનમાં ઉદ્ભવતા વિચારોના આવર્તી જીવને એક ભવમાંથી બીજા ભવમાં, અને એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કરાવવા સમર્થ છે. કદાચ દરિયાના અને વાયુના આવર્તમાંથી બચી શકવું આસાન છે. પરંતુ જન્મ-મરણના આવર્તોમાં ફસાયેલા જીવને તેમાંથી બહાર નીકળતાં અનંતા ભવો લાગી જાય છે. અાવ () ત્તણૂક - વર્તજૂર () (મહાવિદેહમાં નલિનકૂટ નામક વક્ષસ્કાર પર્વતનું તે નામે એક શિખર) માવ () [ - ગવર્નન (7) (1. પરિભ્રમણ કરવું 2. પીડવું 3. કંપવું) પરિભ્રમણ એ સંસારનો સનાતન નિયમ છે. સૂર્યનું પૂર્વમાંથી પશ્ચિમ તરફ પરિભ્રમણ રાત્રિ કહેવાય છે. અને પશ્ચિમમાંથી સૂર્ય તરફનું પરિભ્રમણ તે સૂર્યોદય કહેવાય છે. જો સૂર્ય આ પરિભ્રમણ ન કરે તો સંસાર આખો અસ્તવ્યસ્ત થઇ જાય છે. જેમ સૂર્યનું પરિભ્રમણ અનિવાર્ય છે. તેવી જ રીતે આપણા આચાર અને વિચારોનું પણ પરિભ્રમણ થવું જોઈએ. અનાદિકાલીન કુસંસ્કારોના કારણે તમે દોષોનો ત્યાગ નથી કરી શકતાં. પહેલાં જયાં હતાં આજે પણ તમે ત્યાં જ છો. બસ બહુ થયું હવે કુવિચારોમાંથી સદ્વિચારો તરફ પરિભ્રમણ થવું જ જોઈએ. જો કુસંસ્કારરૂપી પશ્ચિમ દિશાનો ત્યાગ કરશો, તો જ ગુણરૂપી પૂર્વદિશામાંથી સૂર્યનો ઉદય થઇ શકશે. મવિ () પઢિયા - ગવર્નનutfi (શ્નો.) (જેના આધારે નગરના બે દરવાજા બંધ કરી શકાય તે, દ્વાર બંધ કરવાનો આગળો) 372 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy