________________ પ્રારંભ છે પરંતુ પુનઃ સંસારોત્પત્તિ ન હોવાથી અનંત છે. અને ચોથામાં મોક્ષને નહીં પામેલ જીવ અનાદિ કાળથી સંસારમાં ભટકે છે. પણ મોક્ષ પામ્યા પછી તે સંસારનો અંત આવી જાય છે. ગારંગઃ - મારWત (2.) (1. હિંસા કરનાર 2. પ્રારંભ કરનાર) કહેવાય છે કે જીંદગી દરેક વ્યક્તિને સુધરવા માટેનો, બગડેલી બાજીને સંભાળી લેવાનો એક મોકો તો આપે જ છે. અને જે વ્યક્તિ આ મળેલા ચાન્સને ઝડપી લઇને તેને સુધારવાનો પ્રારંભ કરે છે. તે સફળતાના શિખરો પર પહોંચી જાય છે. પરંતુ જે આળસુ વ્યક્તિ તેની ઉપેક્ષા કરીને બીજી તકની રાહ જોતો રહે છે. તે આખી જીંદગી દુખોની ગર્તામાંથી બહાર આવી શકતો નથી. જિનેશ્વર પરમાત્મા પણ કહે છે કે તારું ભવિષ્ય તારા આરંભને આશ્રિત છે. જેવો તારો આરંભ હશે તેવો જ તારો અંત થશે. મારંમજરા - મારમરા (2) (છ કાય જીવોની હિંસા કરવી તે) માત્ર શરીરથી જ કોઈને હણવું તે હિંસા નથી, અપિતુ મનથી કોઇપણનું ખરાબ ઇચ્છવું તે પણ હિંસા જ છે. તંદુલિયો મત્સ્ય શરીરથી કોઇની હિંસા નથી કરતો. પણ મન દ્વારા તે સતત હિંસક વિચારોમાં રાચતો હોય છે. જેના પ્રતાપે તે સાતમી નરકમાં જાય છે. કાલસૌરિક કષાઈ એટલા માટે નરકમાં નથી ગયો કે તે શરીરથી પ્રતિદિન જીવોની હિંસા કરતો હતો. પરંતુ એટલા માટે ગયો છે કે હિંસક પરિણામ તેના મનમાં લોહીની જેમ વણાઇ ગયા હતાં. તે સૂતાં, જાગતાં, ખાતા, પીતા દરેક ક્રિયામાં હિંસક વિચારો ધરાવતો હતો. અને શાસ્ત્રોમાં પણ કહેવું છે કે શરીરથી ષટ્કાયની વિરાધના થાય તો પ્રાયશ્ચિત્ત ઓછું આવે છે. પરંતુ માનસિક હિંસામાં પ્રાયશ્ચિત્ત મોટું થઈ જાય છે. મામા - મામા (ft.) (ભક્તકથાનો ત્રીજો ભેદ) ખંધક મુનિને જીવનમાં એવો ઉપસર્ગ આવ્યો કે રાજાએ જીવતે જીવ તેમની શરીરની ચામડી ઉતરાવી નાંખી હતી. રાજાએ તેમના પર રાણી પર ખરાબ નજર નાંખવાના ખોટા આરોપસર તેઓની આખી ખાલ ઉતરાવી નાંખી. પરંતુ ક્ષમાના સાગર ખંધક મુનિએ તે સમભાવે સહન કરીને આત્મકલ્યાણ સાધ્યું. શાસ્ત્રકાર કહે છે કે આવા ઉપસર્ગ આવવાની પાછળ તેઓના પૂર્વભવની ક્રિયા જવાબદાર છે. પૂર્વભવમાં તેઓએ ચીભડાને ખંડિત કર્યા વિના ખૂબીથી આખી છાલ ઉતારી નાંખી હતી. અને આવી પાપક્રિયા કર્યા બાદ તેઓએ પોતાની કલાના ભરપૂર વખાણ કર્યા કે જોયું મારામાં કેવું કૌશલ્ય છે કે એક જ વારમાં મેં ચીભડાની છાલ ઉતારી નાંખી. જેના પ્રતાપે તેઓને બીજા ભવમાં શરીરની ખાલ છાલની જેમ ઉતરાવવાનો વારો આવ્યો. જો જો સમજદાર એવા આપણે પણ આવી ભોજનકથારૂપ વૃત્તિ તો નથી કરતાં ને? आरंभकिरिया-आरम्भक्रिया (स्त्री.) (25 ક્રિયામાંની એક ક્રિયા) મામા - મારHધ્યાન (2) (આર્તધ્યાન, દુર્થાન) શાસ્ત્રમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન એમ ચાર પ્રકારના ધ્યાન કહેલા છે. તેમાં પહેલા બે અશુભ ધ્યાન છે, જે સંસારના હેતુભૂત કર્મબંધ કરાવનારા છે. આ બે અશુભધ્યાનમાં પણ આર્તધ્યાનને પ્રથમ કહ્યું તેની પાછળ પણ કારણ છે. રૌદ્રધ્યાન ક્વચિત્રસંગે નિમિત્ત ઉપસ્થિત થયે જ થાય છે. જ્યારે આર્તધ્યાન વ્યક્તિ કોઇપણ સ્થાને, કોઇપણ સમયે અને કોઇપણ નિમિત્ત વિના કરી શકે છે. રૌદ્રધ્યાન એટલું નુકસાન નથી પહોંચાડતું જેટલું આર્તધ્યાન પહોંચાડે છે. આ આર્તધ્યાન મનથી અન્યની હિંસા કે હાનિ પહોંચાડવાના ચિંતનરૂપ હોવાથી તેને આરંભધ્યાન પણ કહેલું છે. મારંગા - આરn(.) (1. હિંસા કરનાર, સમારંભ કરનાર 2. પ્રારંભ કરનાર, શરૂઆત કરનાર)