________________ આ છે તે દરેક કાર્ય પ્રસંગ કે પ છી મારું કોઇ અહિત તો નથી નિઃસ્વાર્થ, * મારવરિત્ર (શિ.) (ચારિત્રને ગ્રહણ કરનાર, શુદ્ધસંયમી) ગાય -- વે () (કંપવું. પૂજવું) રાજા શ્રેણિક અને ચેલણા દેવી પરમાત્માને વંદન કરીને પાછા આવી રહ્યા હતાં. તે સમયે રસ્તામાં કાઉસગ્ગ ધ્યાને ઉભેલા મુનિને જોયા. તેમને વંદન કરીને તેઓ પોતાના મહેલે આવી ગયા. માધ મહિનાની કડકડતી ઠંડીનો સમય હતો. રાજા અને રાણી પોતાના રૂમમાં જાડી રજાઈ ઓઢીને સૂતાં હતાં. અચાનક ચલણા રાણીનો ઉંઘમાં હાથ બહાર આવી ગયો અને મધ્યરાત્રિના ઠંડીનો જોરદાર અનુભવ થયો. શરીરમાં પૂજારી પ્રસરી ગઈ. ઓહ! બાપ રે ! કેટલી બધી ઠંડી છે. અને તુરંત જ તેમના મોંઢામાંથી શબ્દ નીકળી ગયો કે ટાઢમાં વસ્ત્ર વિના કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા તે મુનિનું શું થતું હશે? ધન્ય છે તે પરમશ્રાવિકા ચેલણાને જેને આવા પ્રસંગમાં પણ સાધુની ચિંતા થાય છે. આપણે પોતાની જાતને શ્રાવક કહીએ છીએ. શું ક્યારેય પણ સાધુ માટે આવી ચિંતા થઇ છે ખરી? જે જવાબ ના છે, તો પછી શ્રાવક કહેવડાવવાનો તમને કોઇ જ હક નથી. માયટ્ટ - મયતાથ (પુ.) (મુક્તિ, મોક્ષ) * ભાઈ (ત્તિ.) (સ્વહિતકારી વર્તન, આત્મકલ્યાણકારી અનુષ્ઠાનાદિ) માણસ સહજ સ્વભાવ એક સ્વભાવ છે. તે દરેક કાર્ય, પ્રસંગ કે પરિસ્થિતિમાં એક વસ્તુ ખાસ વિચારે છે કે આમાં મને શું ફાયદો? આ બધામાં મારું ક્યાં હિત રહેલું છે. અથવા આ વાતમાં વચ્ચે પડવાથી મારું કોઈ અહિત તો નહીં થાય ને?. પરંતુ આ બધા જ વિચારો સ્વાર્થથી સંલગ્ન હોવાના કારણે ખરા અર્થમાં આત્માર્થ નથી બનતાં. જે વિચાર-વાણી કે વર્તન નિઃસ્વાર્થ, પરહિતચિંતન યુક્ત હોય તે જ ખરા અર્થમાં આત્માર્થ અનુષ્ઠાન બને છે. જિનેશ્વર પરમાત્માએ બતાવેલ તમામ અનુષ્ઠાનો આવા જ આત્માર્થ છે. માયા - માન () (શ્રવણ, સાંભળવું) એક સ્થાને ખૂબ જ સુંદર વાક્ય વાંચ્યું. સારા વક્તા બનતાં પૂર્વે એક સારા શ્રોતા અને ચિંતક બનવું અતિઆવશ્યક છે. જે પુરુષ સારી રીતે બીજાનું સાંભળી શકે છે. દરેક તત્ત્વ માટે સારું ચિંતન કરી શકે છે. તે જ એક શ્રેષ્ઠ વક્તા બનવાને લાયક હોય છે. પરંતુ આજનો જમાનો માત્ર વક્તાઓનો જ છે. આજે કોઇને કોઇનું સાંભળવું નથી. બધાને બીજાને સંભળાવવું જ છે. પેલાને આમ કહી દઉં. પેલાને બરોબરને સંભળાવી દઉં વગેરે વગેરે. આ સંભળાવી દઉંની લ્હાયમાં જ આજે બધા એક ઘરમાં રહેવા છતાં પણ એક બીજાથી જોજનો દૂર છે. માયત -- યતિ (ઉ.). (1. દીર્ઘ, લાંબુ 2, મોક્ષ, મુક્તિ 3, ખેંચેલું, તાણેલું 4. દીર્ઘકાર સંસ્થાન વિશેષ) માણસ સુંદર, સંતોષી અને ગુણી જીવન જીવવાને બદલે લાંબુ જીવવાની આશા વધુ રાખતો હોય છે. અને તેના માટે તે જાત જાતના અખતરાઓ કરતો હોય છે. પછી તે શરીર ઉપર સર્જરીઓ હોય, દવાઓ હોય કે બોટોક્સ વગેરેના ઇજેક્શનો પણ કેમ ન હોય. માણસને સુંદર જીવન નથી જોઇતું, તેને સુંદર રૂપ જોઇએ છે. સંતોષી જીવન નથી જોઈતું, તેને પૈસાવાળું જીવન જોઇએ છે. ગુણી જીવન નથી જોઇતું પરંતુ દીર્ઘકાલીન આયુષ્ય જોઇએ છે. મનુષ્ય અપેક્ષાઓ તો બધી રાખતો હોય છે પણ તેને પોતાના કર્મ અને પુણ્યના હિસાબે જ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. આયત () ઝUUITયા - માયતન્નચિત (.) (પ્રયત્નથી કાન સુધી લાંબુ ખેચેલ)