SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ તેનો લોટ બાંધવો પડે. તેમાં પાણી, મીઠું વગેરે નાંખવું પડે. તે લોટને ગોળ વણવો પડે અને પછી ગરમ તવા પર શેક્વો પડે. આટલી પ્રક્રિયા કર્યા પછી જ ગરમ રોટલી મળે છે. જો એક રોટલીમાં પણ આટલો સમય રાહ જોવી પડતી હોય છે, તો પછી ઋદ્ધિ, સમૃદ્ધિ, આરોગ્ય, વગેરે સુખોવાળા ભવની પ્રાપ્તિ માટે તો કેટલી ધીરજ ધરવી પડે તે સમજી શકાય છે. એક વાત સમજી લેજો કે બીજ માટે વૃક્ષની જરૂર નથી પણ વૃક્ષ માટે બીજની જરૂર ચોક્કસ છે. તેવી જ રીતે પુણ્ય માટે સુખકારી ભવિષ્યની જરૂર નથી, પરંતુ ભવિષ્યકાલીન સુખના માટે તો પુણ્યની સો ટકા જરૂર છે. માયવિહિન - માયતિવિરાધ% (નિ.) (પરલોકમાં પીડા કરનાર, ભવિષ્યમાં પીડાદાયક) દર્દીને સોજા ન ચઢે તે માટે ડોક્ટર તેને ખાટું ખાવાથી દૂર રાખે છે. કારણ કે તેને ખબર છે કે ખાટું ખાવાથી દર્દીને સોજા ચઢી જશે અને તેની અસહ્ય પીડા તેને વ્યથિત કરી મૂકશે. આ વાતની ખબર દર્દીને નથી હોતી છતાં પણ તેના જાણકાર ડોક્ટર પર ભરોસો રાખીને તેને અનુસરે છે. તેવી જ રીતે પરમાત્માને ખબર છે કે આરંભ-સમારંભ કરવા દ્વારા જીવને ભવિષ્યમાં અનંતી પીડાને ભગોવવી પડશે. તેથી તે પીડાથી બચવા માટે તેઓ હિંસક ધંધા, વ્યાપાર, આચરણથી દૂર રહેવાની સલાહ આપે છે. જે જીવ તેમને અનુસરે છે તે પરભવમાં આવનારા દુખોથી બચી જાય છે. પરંતુ જે જીવ તેને અવગણે છે તે નિચે દુખદાયક ભવિષ્યને આમંત્રિત કરે છે. आयइसंपगासण - आयतिसम्प्रकाशन (न.) (ચોથો સામભેદ) સ્થાનાંગ સૂત્રમાં આયતિસંપ્રકાશનનો અર્થ આ પ્રમાણે કરવામાં આવેલો છે, “કોઈ જાણકાર પુરુષ કહે કે આ કાર્યમાં જો આ પ્રમાણેનું વર્તન કરવામાં આવશે તો ભવિષ્યમાં આપણે આવા આવા પ્રકારના સુંદર ફળને પ્રાપ્ત કરીશું. જેમ કે આ ખેતરમાં અમુક પ્રકારની ખેતી કરીશું, તેમાં સારા ખાતર વગેરે વાપરીશું અને સમયે લાવણી કરીશું. તો તેનાથી જે પાક તૈયાર થશે. તેનો અમુક ચોક્કસ પ્રકારનો નફો પ્રાપ્ત થશે જ.” આવી આશાનું પ્રયોજન કરવું તે આયતિસંપ્રકાશન છે. आयंगुल - आत्माङ्कल (न.) (એક પ્રકારનું માપ, પ્રમાણવિશેષ) જે તે કાળમાં થનારા તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે પુરુષોની જે એકસો આઠ અંગુલ પ્રમાણેની કાયા તે આત્માગુલ જાણવું. અને તે પુરુષોનું જે માપ હોય તદનુસાર નદી, કુવા, તળાવ, ઘર, ક્ષેત્ર વગેરેનું પ્રમાણ નક્કી કરવામાં આવે તે આત્માંગુલ છે. અર્થાત્ એકસો આઠની કાયાવાળા પુરુષનું જે માપ હોય તે આત્માગુલ જાણવું. અને જયારે પણ શાસ્ત્રમાં આત્માગુલ પ્રમાણે માપ ગયું હોય તે ઉક્ત પુરુષના માપ અનુસાર જાણવું. આ માપ છ આરાવાળા કાળને અનુસાર અલગ-અલગ સંભવી શકે છે. ઝાયત - ઝાવાન્ત (શિ.) (આચમન કરનાર, પાણી વગેરે પીનાર) માથવિત્ર - માવામાહ્ન (.) (આયંબિલ તપવિશેષ, નીરસ આહાર) એક રીતે ઉપવાસ કરતાં આયંબિલ કરવું ઘણું કઠિન છે. કેમ કે ઉપવાસમાં આહારનો સર્વથા ત્યાગ કરીને સ્વાદ પર વિજય મેળવવાનો હોય છે. ઉપવાસમાં આહાર વાપરવાનો જ ન હોવાથી સ્વાદથી અળગા રહેવું સહેલું છે. જયારે આયંબિલમાં આહારનો ત્યાગ નથી. તેમાં આહાર તો વાપરવાનો છે, પરંતુ તે દરેક આહારમાં સ્વાદ ઉત્પન્ન કરનાર ઘી, તેલ, ગોળ વગેરે પદાર્થોનો ઉપયોગ નથી કરવાનો. એટલે જે આહારમાં નથી મીઠાશ કે નથી તીખાશ, નથી ખટ-મીઠું કે નથી કોઇપણ જાતનો સ્વાદ. એકદમ નીરસ અને ફિક્કો આહાર વાપરીને સ્વાદવિજેતા બનવાનું છે. આ તો ભોગ-સુખો ભોગવવા છતાં વિરાગી બનવા જેવું કઠિન છે. ધન્ય છે જે જીવો આયંબિલ કરીને સ્વાદ પર વિજયને પ્રાપ્ત કરે છે. * માયાભાઈ7 (1) (આયંબિલ તપવિશેષ, નીરસ આહાર) 327
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy