SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ આપ હા કહીને મને દાસ તરીકે સ્વીકારી લો એટલે મારે પત્યું. આના સિવાય મારે બીજું કાંઈ જ નથી જોઇતું. જ્યારે તમે પ્રભુ પાસે જાવ છો ત્યારે શું બનીને જાવ છો? દાસ બનીને કે પછી ટ્રસ્ટી, શેઠ અથવા માલિક બનીને?. आभिओगता-आभियोग्यता (स्त्री.) (1. દાસપણું 2. આભિયોગિક દેવપણું) આભિયોગિક એટલે જેને નોકર તરીકે કામ બતાવવામાં આવે છે. જેવી રીતે ઓફિસમાં પટાવાળાને ચા, પાણી, ફાઇલો લાવવા મૂકવાનું કાર્ય બતાવવામાં આવે છે. તે પટાવાળાને શાસ્ત્રીય ભાષામાં આભિયોગિકપણું કહેવાય છે. જેવી રીતે મનુષ્ય ગતિમાં સ્વામી-સેવકનો સંબંધ પ્રચલિત છે. તેવી જ રીતે દેવલોકમાં પણ આવા દેવો રહેલા છે. જે આભિયોગિક દેવ તરીકે પ્રસિદ્ધ છે. આ દેવોને ઇંદ્ર કે ઉચ્ચકક્ષાના દેવોની આજ્ઞા માનવી પડે છે. અને તેમના આદેશાનુસાર કચરો વાળવો, પુષ્પવૃષ્ટિ કરવી જેવા અનેક પ્રકારના કાર્યો કરવા પડતા હોય છે. આવું આભિયોગિકપણ પ્રાપ્ત થવાની પાછળ તેમણે પૂર્વભવમાં બાંધેલા કર્મો જ કારણભૂત હોય છે. આથી દેવ હોવા છતાં પણ તેમને સેવક થઈને રહેવું પડે છે. आभिओगपण्णत्ति- आभियोगप्रज्ञप्ति (स्त्री.) (વિદ્યાધર સંબંધિત વિદ્યાનો એક ભેદ) માળ() - મrfમનિ () (દાસ, સેવક, નોકર) आभिओगिय -- आभियोगिक (पुं.) (1. આભિયોગિક કર્મ 2. આભિયોગિક દેવવિશેષ 3. વિદ્યા-મંત્ર-તંત્રાદિ કર્મ કરનાર સાધુ) જે કર્મના કારણે ભવભવાંતરમાં દાસપણું કે નોકરપણું મળે તેને આભિયોગિક કર્મ કહેવામાં આવે છે. સ્થાનાંગ સૂત્રમાં કહેલું છે કે આ આભિયોગિક કર્મ 1, આત્મોત્કર્ષ, ૨.પરપરિવાદ, 3. ભૂતિકર્મ અને 4. કૌતકાદિ કરણના પ્રતાપે બંધાય છે. માત્ર સ્વપ્રશંસા કરતાં રહેવું તે આત્મોત્કર્ષ છે. પોતાનાથી અન્ય જીવોમાં ગુણો હોવા છતાં તેની નિંદા કરતા રહેવું તે પરસ્પરિવાદ છે. કોઇને સુખની પ્રાપ્તિ કરાવવાના અર્થે દોરાધાગા કરી આપવું તે ભૂતિકર્મ છે. તથા મંગલ-સૌભાગ્યાદિ નિમિત્તે કપાળે તિલક કરવું વગેરે કાર્યો કૌતુક કરણ છે. આ ચાર નિમિત્તે જીવ પરભવમાં આભિયોગિકપણું એટલે કે દાસપણું પ્રાપ્ત કરે છે. आभिओगिय - आभियोगित (त्रि.) (મંત્ર-તંત્રાદિથી સંસ્કૃત, જેની પર મંત્રાદિ પ્રયોગ કરવામાં આવેલો છે તે) સંસારમાં ઘણીવખત જોવા મળતું હોય છે કે ખૂબ જ વિદ્વાનુ, બુદ્ધિમાન, બધા જ કાર્યોમાં ચોક્કસ એવો વ્યક્તિ પણ બહુ મોટી ભૂલ કરી બેસે છે. જેને જોઇને દરેકને આશ્ચર્ય થતું હોય છે કે આવા વ્યક્તિથી આ પ્રકારની ભૂલ થઇ જ કેવી રીતે શકે છે. આની પાછળ મુખ્ય કારણ કર્મ છે. અશુભ કર્મનો ઉદય માણસનો વિવેક ખોરવી નાંખે છે. તેની બુદ્ધિને હણી દે છે. અને જે ન કરવાનું હોય તે જ તેની પાસે કરાવે છે. જેવી રીતે મંત્ર-તંત્રાદિથી વશીભૂત થયેલો માણસ પરપ્રેરણાથી બધા કાર્યો કરે છે. તેમ કર્મને પરતંત્ર થયેલો જીવ ખોટા નિર્ણયો લઇને સ્વ અહિત કરતો હોય છે. आभिओगियक्खय - आभियोगिकक्षय (पुं.) (આભિયોગિક કર્મનો ક્ષય, પરતંત્રતાના કારણભૂત કર્મનો ક્ષય) જેમ આત્મોત્કર્ષ વગેરે આભિયોગિક કર્મબંધના કારણ કહ્યાં છે. તેમ તે કર્મોના ક્ષયના સ્થાનો પણ કહેલા છે. તે તે સ્થાનોની ઉપાસનાથી જીવ આભિયોગિક કર્મોનો ક્ષય આસાનીથી કરી શકે છે. પંચાશક ગ્રંથમાં કહેવું છે કે આતોપદેશનું પાલન તે આભિયોગિક કર્મક્ષયમાં પ્રધાન કારણ છે. આપ્ત એટલે સુદેવ અને સુગુરૂની આજ્ઞાનું પાલન કરવું તે, વિના વિરોધે તેમજ નિઃશંકપણે જિનેશ્વર ભગવંતની આજ્ઞાના પાલનથી જીવ પરતંત્રતાના કારણભૂત આભિયોગિક કર્મનો ક્ષયસહજતાથી કરી શકે आभिओगियभावणा - आभियोगिकभावना (स्त्री.) (ભાવનાનો એક ભેદ) 313
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy