________________ आभरणजहवाणविविहपरिहाण - आभरणयथास्थानविविधपरिधान (न.) (આભૂષણોને યથાસ્થાને વિવિધરૂપ ધારણ કરવા રૂપ બાસઠમી કલા) आभरणप्पिय - आभरणप्रिय (पुं.) (અલંકારપ્રિય પુરુષ, પુરુષનો એક ભેદ) બૃહત્કલ્પ ભાષ્યમાં કહેવું છે કે ફૂલોની માળા વગેરે આભૂષણોથી મસ્તકના કેશ વગેરેનો શણગાર કરનાર પુરુષ આભરણપ્રિય જાણવો. એટલે કે અમુક પુરુષોને પણ સ્ત્રીઓની જેમ સાજસજ્જા કરવાનો શોખ હોય છે. સ્ત્રીઓની જેમ આભૂષણો પહેરવાનો શોખ રહેતો હોય છે. શાસ્ત્રમાં આવા પુરુષોને આભરણપ્રિય કહેલા છે. आभरणविचित्त - आभरणविचित्र (त्रि.) (આભૂષણોથી વિભૂષિત, અલંકારને ધારણ કરનાર) ઇન્દ્રના મુખે સનકુમારના રૂપની પ્રશંસા સાંભળીને અશ્વિની કુમાર દેવો કુતુહલવશ મધ્યલોકમાં આવ્યા. જયારે તેઓ નગરમાં આવ્યા ત્યારે સનકુમાર અખાડામાં કસરત કરીને બહાર આવી રહ્યા હતાં. તેનું રૂપ જોઇને દેવો આશ્ચર્યચકિત થઇ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે ઇંદ્રએ કહ્યું હતું તેના કરતાં પણ અધિક રૂપ છે. આથી તેઓ ચક્રવર્તીની પાસે જઈને તેમના રૂપની પ્રશંસા કરવા લાગ્યા. તે સમયે અભિમાનવશ રાજા બોલ્યા હૈ વૈદ્યરાજ આ તો કાંઈ નથી. હું સ્નાન કરીને બધા આભૂષણોને ધારણ કરીને સુશોભિત અવસ્થામાં જયારે રાજસિંહાસન પર બેઠો હોઉં ત્યારે મારું રૂપ જોજો. તેમના કથનાનુસાર જ્યારે તેઓ સભામાં ગયા અને રાજાનું રૂપ જોયું એટલે તરત જ મોં મચકોડ્યું. રાજાએ તેનું કારણ પૂછ્યું. દેવે કહ્યું કે જ્યારે સ્નાનપૂર્વે રૂપ જોયું ત્યારે તમે નિરોગી હતાં. પણ અત્યારે તો તમારું શરીર રોગોથી ખદબદી રહ્યું છે. જેવું રાજાને સત્ય સમજાયું તુરંત જ તેમણે સંસારનો ત્યાગ કરીને નિવેશને ધારણ કર્યો. તેઓને વેદનામાંથી સંવેદના પ્રગટી. आभरणविधि - आभरणविधि (पुं.) (1. ઘરેણાં પહેરવાની તથા બનાવવાની વિધિ 2. કલાનો એક ભેદ) आभरणविभूसिय - आभरणविभूषित (त्रि.) (આભૂષણોથી વિભૂષિત, અલંકારથી શોભતો) સામવ - મામવ ( વ્ય.) (આજન્મ, જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી) જિનશાસનમાં તમારી સાધના, આરાધનાના બદલામાં ફળની અપેક્ષા રાખવાનો નિષેધ છે. તમે જે પણ આરાધના કરો તેના બદલામાં પૈસો, સુખ, કીર્તિ, પ્રશંસાની ઇચ્છા રાખવાથી ક્રિયાનું મુખ્ય ફળ હણાઈ જાય છે. માટે ઉત્કૃષ્ટ ફળ આપવાની ક્ષમતાવાળા ધર્મ પાસે તુચ્છ ફળોની અપેક્ષા રાખવી તે સરાસરમૂર્ખતા છે. છતાં પણ જયવીયરાય સૂત્રમાં કર્તાએ પરમાત્મા પાસે તેર પ્રકારની માંગણી મૂકી છે. આ તેર પ્રાર્થનામાં એક પ્રાર્થના છે કે હે જિનેશ્વર દેવ! મારી આરાધનાનું ફળ જો મળવાનું હોય તો જ્યાં સુધી મારો મોક્ષ નથી થતો ત્યાંસુધી આસંસાર તમારા વચનોની સેવા મળજો. અર્થાત મોક્ષપ્રાપ્તિ સુધી મને ભવોભવ આપના શાસનનો સંજોગ મળજો. आभवंताहिगर - आभवदधिकार (पु.) (વ્યવહાર ભેદ) વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે વ્યવહાર પશ્ચાતુ અને આભવદધિકાર એમ બે પ્રકારનો હોય છે. તેમાં ક્ષેત્રને આધારિત ક્ષેત્રસંબંધિત થતો વ્યવહાર તે આભવદધિકાર જાણવો. ૩મત્ર - આમાવ્ય (2) (થવા યોગ્ય, સંભવના યોગ્ય) આગમોમાં કહેવું છે કે સાધક નિષ્ફળ ક્ષેત્રમાં કયારેય પ્રવૃત્તિ કરતો નથી. જેની અંદર સાર્થક ફળ આપવાની સંભાવના રહેલી 311 -