________________ શાસ્ત્રોમાં બતાવેલી સામાચારીનું પાલન સાધુએ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાનું હોય છે. આ દેશવિધ સામાચારી અંતર્ગત એક સામાચારી છે આપૃચ્છા સામાચારી, જેનો અર્થ થાય છે પૂછવું, ગુરુની આજ્ઞા લેવી તે. સાધુએ કોઇપણ કાર્ય કરવું હોય તો તેના માટે ગુરુની પૂર્વસમ્મતિ લેવી અતિઆવશ્યક છે. ગુરુની રજા વિના કરેલું કાર્ય ચારિત્રનું નાશક કહેલું છે. અરે ! વિશિષ્ટ કાર્ય તો દૂર રહો પણ શિષ્ય પ્રતિક્ષણ જે શ્વાસ લે છે તે પણ ગુરુની અનુમતિ લઇને લેવા-મૂકવાનો હોય છે. આથી જ સવારના પ્રતિક્રમણ પછી શિષ્ય ગુરુ પાસે બહુવેલ સંદિસાહું? અને બહુવેલ કરશું? આદેશ માંગે છે. જો ગુરુની રજા વિના શ્વાસ લેવાનો નિષેધ છે, તો પછી જે ટ્રસ્ટીઓ ગુરુની જાણકારી બહાર જિનાલય અને ઉપાશ્રયોના મનસ્વીપણે સંચાલન કરે છે તેનું ફળ શું હશે તે તો કેવલી જ જાણે. માપુ - માપૃચ્છા (શ્નો.) (1. પૂછવું, પ્રશ્ન કરવો 2. આજ્ઞા માંગવી, સામાચારીનો એક ભેદ) સ્વાધ્યાયના પાંચ ભેદમાં એક ભેદ પૃચ્છનાનો કહેલો છે. તમે જે વાત વ્યાખ્યાનમાં, વાચનામાં સાંભળી હોય તેનું સ્વયં કે બીજા સાધર્મિકાદિ પાસે ચર્ચા કે મંથન કરવું જોઇએ. કેમ કે ચર્ચામાં તમે જે વાત સાંભળી છે તે બરોબર છે કે નહીં? તમે પાઠ વ્યવસ્થિત સમજ્યા છો કે નહીં ? તેમજ તેના પર જે વિશિષ્ટ ચિંતન કર્યું હોય તે વાત જોડે મેળ ખાય છે કે નહીં?. આ બધા સાચા-ખોટાની ખબર પડે છે. અને ચર્ચા કે મંથન કર્યા બાદ તે બરોબર છે કે તેમાં હજી કાંઇ ફેરફાર કરવાની જરૂર છે. તે ગુરુને પ્રશ્નો પૂછવાથી જ ખબર પડે છે. સ્વાધ્યાયના પાંચ પ્રકારમાંથી એક પણ પ્રકારને તમે ગૌણ કરો છો તે સમજી રાખજો કે તમારો સ્વાધ્યાય હજીપણ સંપૂર્ણ નથી. માપુછપન્ન - મuછનીય (3) (પૂછવા યોગ્ય, પ્રશ્ન કરવા યોગ્ય) आपुच्छित्ता - आपृच्छ्य (अव्य.) (પૂછીને, પ્રશ્ન કરીને, આજ્ઞા માંગીને) બાપૂવય - પૂપિજ (2) (1. પૂરી કે માલપુઆ બનાવનાર 2. કર્મજન્ય બુદ્ધિના દશમાં ઉદાહરણનો એક ભેદ) કર્મગ્રંથમાં કુલ ચાર પ્રકારની બુદ્ધિ બતાવૃવામાં આવેલી છે. તદંતર્ગત કાર્મિકી નામક એક બુદ્ધિનો ભેદ આવે છે. કર્મના પરિણામે ઉત્પન્ન થયેલ બુદ્ધિ તે કાર્મિકી કહેવાય છે. તેના અવાંતર ભેદોમાં એક ભેદ આપૂપિકનો આવે છે. સામે માલપુઆ કે પુરીનો ઢગલો મૂકેલો હોય અને પૂછવામાં આવે કે આમાં કેટલા માલપુઆ છે. તો કાર્મિકી બુદ્ધિનો સ્વામી તેને ગણ્યા વગર જ તેની સાચી સંખ્યા બતાવી દે. તેને આપૂપિક કહેવાય છે. માપૂવિ - ગાપૂરિત (.) (ચારે બાજુથી પૂરેલું, સંપૂર્ણ વ્યાસ) ગાપૂરિમાળ - નાપૂરવત્ (3) (શબ્દાદિથી ચારેય દિશાને પૂરતો) હે વિભુ ક્યારેક મનમાં વિચાર આવે છે કે જયારે આપ સદેહે ભૂમિતલ પર વિહરી રહ્યા હશો ત્યારે કેટલો સુંદર કાળ હશે. મનની આંખો ઉપર તે દશ્ય ઘણીવાર ઉપસી આવે છે. દેવોએ સમવસરણની રચના કરેલી છે. ત્રણગઢની બરોબર મધ્યમાં અશોકવૃક્ષ અને તેની નીચે રત્નજડિત સિંહાસન શોભી રહ્યું છે. જેમ આકાશમાં સૂર્ય શોભે છે તેમ સિંહાસનની મધ્યમાં આપ બિરાજેલા છો. બારે પર્ષદા મળેલી છે. દેવો પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. દિવ્ય ધ્વનિ દ્વારા તેઓ ચારેય દિશાને પૂરી રહ્યા છે. દરેકના કાન આપને સાંભળવા ઉત્સુક છે. દેવ, મનુષ્ય અને તિર્યંચોએ બધું જ છોડીને માત્ર આપની ઉપર જ ધ્યાન કેંદ્રિત કરેલું છે. અહો ! શું આલ્હાદક હશે તે. હું અભાગીયો કે તેની તો માત્ર કલ્પના જ કરી શકું છું. સાક્ષાત્ અનુભવી શકતો નથી. બસ! મારી ઉપર એક જ કૃપા કરો કે હું પણ આપને સાક્ષાત્ નિરખી શકું તેવા કર્મો કરું 309 -