________________ કાળની તે પીડાનો બદલો તમારું આખું જીવન તે મા પાછળ હોમી દો ને તો પણ વળી શકે તેમ નથી. પરંતુ માતાનો આવો ઉપકાર કૃતઘ્ની પુત્રોને ક્યાંથી આવે. માપ () ત્તિ - માપત્ત (શ્નો.) (1. આપદા, આપત્તિ 2. પ્રાપ્તિ) આપ (3) ઉત્તસુત્ત - માનસૂત્ર (1) (પ્રાયશ્ચિત્તનું કથન કરનાર સૂત્ર) છેદસૂત્રોમાં કહેવું છે કે “જે સાધુ એક માસથી અધિક સમય સુધી કે વારંવાર શિષ્ય પાસે અથવા અન્ય બીજા કોઇ પણ સાધુ પાસે સેવા કરાવે છે તેવા સાધુને ચારિત્રમાં અતિચાર લગાવનાર કહેલ છે અને આવા સાધુને પ્રાયશ્ચિત્ત લેવું ઘટે.’ આવા પ્રાયશ્ચિત્તનું કથન કરનાર સૂત્રને આપત્તિસૂત્ર કહેવામાં આવે છે. અહીં એક વાત સમજી રાખવી કે સૂત્રો માત્ર ઉત્સર્ગ માર્ગથી કહેવામાં આવેલા છે. જ્યારે ગુરુ ઉત્સર્ગ અને અપવાદ બન્ને માર્ગના જ્ઞાતા હોવાથી તે જે પ્રમાણેની આજ્ઞા કરે તે પ્રમાણે વર્તવાથી સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી. કારણ કે પ્રાયશ્ચિત્તનું કથન કરનાર આગમોમાં જ કહેવું છે કે પુસ્તકો, પ્રતો, મંદીરો કે ઉપાશ્રયોમાં નહીં, પરંતુ ધર્મ તો ગુરુની આજ્ઞામાં રહેલો છે. માપ () 2- માપ (fa.) (1. આપત્તિ આપનાર, આપદામાં નાંખનાર 2. રોગાદિ) રોગ ત્રણ પ્રકારે હોય છે. પહેલો રોગ એવો છે કે જે કર્મજન્ય હોય છે. પૂર્વે કરેલા કર્મોના પ્રતાપે વ્યાધિ આવે છે. જેમ કે શરીરમાં કોઢ હોવો, વિકલાંગતા હોવી વગેરે વગેરે. બીજો રોગ અવસ્થા જન્ય હોય છે. અમુક ઉંમર પછી સ્વાભાવિક રીતે જ શરીર નબળું પડી જાય. અને શર્દી, થાક, સાંધાના દુખાવા, હાર્ટએટેક વગેરે રોગો આવતાં હોય છે. જ્યારે ત્રીજો અતિ ભયંકર અને આજના લોકોને ખાસ સમજવા લાયક છે. આ રોગ લોકો સ્વયે બહારથી ખરીદીને લાવે છે. બહાર હોટલોમાંથી, પાણીપુરી, જંકફૂડની લારીઓ પરથી, કે પછી જે શરીરને જરાપણ માફક ન આવે તેવા આહારો આરોગવાથી થતા રોગો વ્યક્તિના પોતાના દ્વારા નિર્મિત છે. તેના માટે તમે અવસ્થા કે કર્મને દોષ આપી ન શકો. આજનો માનવી સહુથી વધુ આપત્તિ કે પીડા આવા ખરીદેલા રોગોથી ભોગવી રહ્યો છે. માપ () છત્ર - માહ્નવ (ઈ.) (જ્ઞાન) કપડાં પર ડાઘ લાગે તો આપણે તેને પાવડર, સાબુ કે પાણીથી દૂર કરી દઇએ છીએ. શરીર મેલું થઇ ગયું હોય કે ડાઘ લાગી ગયો હોય તો તેને સ્નાન કરીને દૂર કરીએ છીએ. પરંતુ આપણાં આત્મા પ૨ કર્મોના અને મનમાં દુર્વિચારોના જે ડાઘ લાગ્યો છે તેને કેવી રીતે દૂર કરશો? માણસને સમજદાર પ્રાણી કહેવાય છે. પરંતુ આવો સમજદાર વ્યક્તિ પણ ઘણી વખત ભૂલ કરી બેસતો હોય છે. કોઈ કાદવમાં પોતે મેલો કરતો હોય તો શું આપણે પણ તેની સાથે જોડાઇએ છીએ? નહીં ને ! તો પછી કોઇ વ્યક્તિ દુષ્ટવર્તન કે દુર્વિચારોથી પોતાને મલિન કરતો હોય તો પછી સામે દુષ્ટપ્રતિક્રિયા દ્વારા આપણા આત્માને મલિન કરવો કેટલો યોગ્ય છે? જરા વિચાર કરી જોજો , आप (य) सरीरअणवकंखवत्तिया - आत्मशरीरानवकाइक्षाप्रत्यया (स्त्री.) (અનવકાંક્ષા પ્રત્યય ક્રિયાનો એક ભેદ) સ્થાનાંગ સૂત્રના દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે પોતાના આત્મા અને શરીરની ક્ષતિ થતી હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરીને કરવામાં આવતી ક્રિયા તે આત્મશરીરનવકાંક્ષા પ્રત્યયા કહેવાય છે. જે ક્રિયામાં બહુલતયા કર્મોનો બંધ થતો હોય અને જેમાં જીવનું પણ જોખમાં હોય તેવી ક્રિયાનો ત્યાગ કરવો બુદ્ધિશાળી પુરુષને ઘટે છે. માપદ્ધકિય - માયૂતિ (ઉ.) (કમ્પિત. ચલાયમાન, હલી ગયેલ) જેમ ગાડીના પૈડા હલી ગયા હોય તો તે લાંબી ચાલી શકતી નથી. જે બિલ્ડીંગના પાયા હલી ગયા હોય તે મકાન બહુ સમય ટકી 307