SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ માધિ (હિ) 2 - માથોડવધિન્ન (ઈ.) (નિયત ક્ષેત્રવર્તી અવધિજ્ઞાન) કર્મગ્રંથમાં અવધિજ્ઞાન અનુગામી અને અનનુગામી એમ બે પ્રકારે જણાવવામાં આવેલું છે. તેમાં કોઇ નિશ્ચિત ક્ષેત્રને આશ્રયીને અવધિજ્ઞાન થયેલું હોય. ત્યારબાદ અવધિજ્ઞાની તે ક્ષેત્રને છોડીને જાય તો અવધિજ્ઞાન ચાલ્યું જાય અને પુનઃ તે ક્ષેત્રમાં પ્રવેશે તો પાછું આવી જાય. આવા અવધિજ્ઞાનને અનનુગામી અવધિજ્ઞાન કહેલું છે. માપ () માપ (!). (1. જળસમૂહ 2. આકાશ 3. વ્યાપ્તિ) સાપ (3) ફુ - માપ (સ્ત્રી) (આપત્તિ, સંકટ, દુખવાળી અવસ્થા) ઉજ્જૈની નગરીના અધિપતિ રાજા ભોજને દાન દેવાનું વ્યસન હતું. તે હાલતાં-ચાલતાં કોઇને પણ દાન આપી દેતાં હતાં. આથી તેમના ખજાનાની સુરક્ષા કરનાર ખજાનચીને થયું કે ભોજ રાજાને આવું કરતાં અટકાવવા જોઇએ અન્યથા આખો ખજાનો ખાલી થઈ જશે. આથી રાત્રિના છૂપાવેશે રાજાના રૂમમાં ગયા અને દિવાલ પર લખ્યું કે રાજાએ આપત્તિ અર્થે ધનની રક્ષા કરવી જોઇએ. બીજા દિવસે રાજાએ વાંચ્યું અને તેના પ્રત્યુત્તરમાં લખ્યું કે પુણ્યશાળીને આપત્તિ ક્યાંથી? રાતના પેલો ખજાનચી પાછો આવ્યો અને રાજાએ લખેલું જોયું. આથી પાછું તેણે નીચે લખ્યું કે ભાગ્ય ગમે ત્યારે રૂઠી શકે છે. આ વાંચીને રાજાએ સુંદર જવાબ આપ્યો કે ભાઈ ! જો ભાગ્ય રૂઠવાનું જ હોય તો બચાવી રાખેલું ધન પણ ક્યાંથી રહેશે, માટે મળેલાનો સદુપયોગ કરવો એ જ મનુષ્યભવની સાર્થકતા છે. માપ (3) રા - ઝા (જી.) (નદી) કહેવાય છે કે જ્યાં બે નદીઓનું મિલન થાય તે સ્થાન તીર્થ સ્થાન બની જાય છે. પંજાબ રાજયમાં પાંચ નદીઓનું મિલન થાય છે. અને તેના ઉપરથી તે રાજ્યનું નામ પંજાબ પડ્યું છે. જ્યાં કબીરવડ આવેલું છે ત્યાં ગંગા, જમનાનું મિલન થાય છે. આથી તે સ્થાન પણ તીર્થસ્થાન ગણાય છે. જેમ બે નદીઓનું મિલન તે તીર્થ સ્થાન બને છે. તેમ બે મહાપુરુષોનું મિલન પણ લોકો માટે તીર્થસ્થાન બરોબર છે. કારણકે જેમ નદી માટે લોકોને પવિત્ર કરવા એ ઉદેશ્ય હોય છે. તેમ મહાપુરુષોનું જીવન પણ લોકોના પાપમળને દૂર કરીને શુદ્ધ કરવા માટે જ હોય છે. સાવવM - ૩પ (!) (પુત્ર, સંતાન, સંતતિ) વૈદિક શાસ્ત્રોમાં લખ્યું છે કે સદ્ગતિની કામનાવાળા પુરુષે પુત્રોત્પત્તિ કરવી આવશ્યક છે. જેના ઘરે સંતાન નથી તેની સદ્ગતિ પણ નથી. પરંતુ લોકોત્તર આગમ કહે છે કે જે ઘરમાં ગુણી અને સંસ્કારી સંતાન હોય છે. તેના માતા-પિતા માટે આ લોક જ સ્વર્ગ સમાન છે. જો માત્ર સંતાનોત્પત્તિથી સ્વર્ગ મળતું હોત તો, સો-સો પુત્રો હોવા છતાં પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આટલા દુખી થયા ન હોત. આg (a) - પતન () (1. પ્રાપ્તિ 2. આગમન 3. જ્ઞાન 4. પડવું, આવી પડવું) આપ (a) fકય - સાપતિ (2) (1, બલાત્કારે આવેલ 2. ભાગ્યવશાત્ આવી પડેલ 3. આસ્ફાલિત) પરમહંત રાજા કુમારપાળને કોઇકે પુછ્યું કે રાજનું અચાનક દૈવવશાત્ કોઈક શત્રુ લડાઇ કરવા આવી ચઢે તો તમે શું કરો ? તેનો પ્રત્યુત્તર આપતાં કહ્યું કે હું ક્ષત્રિયપુત્ર છું. બહાદુરી મારી નસ-નસમાં વહે છે. પાછીપાની કરું એવું હું નથી. જો કોઈ શત્રુ બલાત્કારે આવી પડે તો હું યુદ્ધ કરવા માટે સદૈવ સજજ છું. આ જવાબ મળતાં તરત જ બીજો વેધક પ્રશ્ન પૂછાયો. સારું ચલો 305 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy