________________ નથી. અને જ્યારે બીજાને અપાવો છો ત્યારે જ શાંતિ વળે છે. જો આવી વર્તુણક તમે ધર્મ માટે રાખો તો કેવું સરસ ! ધર્મને તમે સમજયા, તેનું મહત્ત્વ જાણ્યું અને આચર્યું. પણ આ બધું જ માત્ર તમારા પૂરતું સીમિત થયું. તમે એક કદમ હજી આગળ જાવ. તમારા સર્કલમાં જેટલા પણ આવતાં હોય તે બધાને પણ આગ્રહ પૂર્વક ધર્મમાં જોડવાનો પ્રયત્ન કરો. જો આ પ્રમાણે કરશો તો ખરેખર ધર્મ કર્યાનો આનંદ અને તેનું ફળ બમણું થઇ જશે. મરીન - લીન (કિ.) (અત્યંત દીન, ગરીબ, કરૂણાનું સ્થાન) સામાન્યથી જેને ખાવાના પણ ફાંફાં છે. જેની પાસે પહેરવા પૂરતાં કપડાં પણ નથી. રહેવા માટે માથે છત નથી. અને ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. તેવા વ્યક્તિને લોકો ગરીબ કે દીન તરીકે સંબોધે છે. આ બધો વ્યવહાર લૌકિક જગતનો છે. જ્યારે લોકોત્તર શાસનમાં તો કહ્યું છે કે જેણે હજી પોતાના રાગદ્વેષ ઓછા નથી કર્યા. જેણે અજ્ઞાનના અંધકારને દૂરનથી કર્યું. જેને દેવગુરુ-ધર્મનો સમાગમ સહજ રીતે મળવા છતાં પણ તેને સ્વીકારી નથી શક્યો. અને મહામૂલા માનવ ભવનો સદુપયોગ નથી કરી. શક્યો તેવો જીવ અત્યંત દીન અને કરૂણાના સ્થાનભૂત છે. મારીજમોડ (1) - ઝીનમfજન (કું.) (ફેંકી દીધેલો આહાર ખાનાર, નીચે પડેલું ભોજન ખાનાર) મારીfષત્તિ - માલીનવૃત્તિ (ર.). (અત્યંત દીન ભિક્ષુક, ભિખારી) ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં અત્યંત દીન અને રોગી ભિખારીની વાત આવે છે. તે નગરમાં ભીખ માંગવા નીકળે છે ત્યારે લોકો તેને હડધૂત કરે છે. તેનો તિરસ્કાર કરે છે. તેને પૂરતું ખાવાનું નથી આપતા. આપે છે તો બે દિવસનું વાસી ભોજન આપે છે. આવી પરિસ્થિતિમાં તે ભિખારી પોતાના કર્મોને દોષ આપવાને બદલે નગરના લોકોને નિંદે છે. તે વિચારે છે કે આ નગરના લોકો અત્યંત કંજૂસ છે. લોભીવૃત્તિવાળા છે. જેથી મને થોડુંક પણ ભોજન નથી આપતાં. શાસ્ત્ર કહે છે કે જો તમે ત્યાગધર્મનો સ્વીકાર નથી કરતાં. બીજાને આપવાની વૃત્તિ નથી કેળવતાં. કોઇ જરૂરીયાતમંદને મદદ નથી કરતાં. તો એક સમય એવો આવશે કે તમે બાંધેલા કર્મોના પ્રતાપે તે ભિખારી જેવી અવસ્થાને પ્રાપ્ત કરશો. અને તે જે પરિસ્થિતિમાં આજે જીવી રહ્યો છે તેવી સ્થિતિ તમે પણ પ્રાપ્ત કરી શકશો. માટે આજથી જાગી જાઓ અને દાનધર્મને સ્વીકારો. માળિય - મનિજ (a.). (અત્યંત દીનનું રહેવાનું સ્થાન, જયાં ગરીબ વસવાટ કરે છે તે) મારવ - મારી (મચ) (દીપકથી પ્રારંભીને, દીપકથી શરૂ કરીને) સાથ () fસર - માર્ષિત (ઉ.) (અપમાનિત, તિરસ્કૃત, પરાસ્ત કરેલ) ગુરુવંદન ભાષ્યની પ્રથમ ગાથામાં જ કહેવું છે કે ‘વિનય તે ધર્મનું મૂળ છે.” બીજાને સન્માન આપવું. તેનો આદર કરવો તે વિનયનો એક પટાભેદ છે. જેમ કોઇ તમારું અપમાન કરે તો તે ગમતું નથી. અને સન્માન મળે તો હૃદયમાં આનંદને લહેરી ઉઠવા માંડે છે. તેમ બીજા જીવોને પણ અપમાનિત થવું નથી ગમતું. તેઓ પણ ઇચ્છે છે કે કોઇ તેમને માન આપે છે. ગુણસન અને અગ્નિશર્મામાં જે નવ-નવ ભવ સુધી વૈરની પરંપરા ચાલી તેની પાછળ ગુણસેન દ્વારા જાણતાં કે અજાણતાં અગ્નિશમનું કરવામાં આવેલું અપમાન મુખ્ય કારણ હતું. આથી જ તો સાધુની દશ સામાચારીમાં પ્રથમ સામાચારી ઇચ્છાકાર મૂકી છે. માથા (1) - માથા (શ્નો.) (સાધુના અર્થે આહારાદિ બનાવવું તે, સાધુના નિમિત્તે બનાવેલ આહાર) ગાથા (હ) #M - માથ#િM (2) (સાધુના નિમિત્તે બનાવેલ આહાર, ગોચરીનો એક દોષ) 202 -