________________ સમ્માન દેતાં દસવાર વિચાર કેમ કરીએ છીએ? શા માટે ખોટું કરવા મન જલ્દી રાજી થઇ જાય છે અને સારું કરવા માટે હજારો વિચાર કરીએ છીએ શાસ્ત્રો કહે છે આ બધાની પાછળ મુખ્ય કારણ છે અનાદિકાલીન કુસંસ્કારો. અત્યાર સુધી આપણે આપણા આત્મામાં દુર્ગુણોનું જ બીજારોપણ કર્યું છે. પછી તેમાંથી સગુણો પ્રગટે ક્યાંથી? જ્યાં સદ્દગુણોને આત્મસાત કરવાના હતાં, ત્યાં દુર્ગુણોને સ્થાન આપી દીધું. આથી જો તમે ઉડે ઉડથી પણ એવું ઇચ્છતા હોવ કે મારે પણ સારા કાર્યો કરવા છે તો આજથી જ કામે લાગી જાઓ. જે દુર્ગણો આત્મામાં ઘર જમાવીને બેઠા છે તેને કાઢી મૂકો અને સદ્ગુણોનું વાવેતર કરવા લાગી જાઓ. પછી જુઓ સત્કાર્ય કરવા માટે તમારે ઝાઝી મહેનત નહીં કરવી પડે. મય - 3ria (a.). (1. વિશેષ જ્ઞાત 2. સંસારસમુદ્રને પાર પામેલ). કોઈપણ વસ્તુનું જ્ઞાન હોવું એ સારી બાબત છે. પછી તે અલ્પ હોય કે વિશેષ પ્રકારે હોય. કોઈ વ્યક્તિ જે વસ્તુનું કથન કરતો હોય, અને તે જ વસ્તુનું તમને તે વ્યક્તિ કરતાં વધારે જાણકારી હોય તો તમને મનમાં કેટલો આનંદનો અનુભવ થતો હોય છે. તમને થાય છે કે અરે ! વાહ! આ જેની વાત કરી રહ્યો છે તેનું તો મને તેના કરતાં પણ વધારે નોલેજ છે. તો વિચારી જુઓ! માત્ર બે ચાર વસ્તુના વિશિષ્ટ જ્ઞાન હોવાથી તમને આટલી બધી આનંદની અનુભૂતિ થાય છે. તો પછી જેને જગતના સર્વ દ્રવ્યોનું વિશેષ જ્ઞાન છે તેવા કેવલી ભગવંતના આત્મસુખની અનુભૂતિ કેવી હશે? હા ! કેવલજ્ઞાની ભગવંતો માટે જગતની તમામ વસ્તુઓ હાથમાં રહેલા આમળાની જેમ એકદમ સ્પષ્ટ હોય છે. * માત્મય (ઉ.) (આત્માસંબંધિ, પોતાનું) એક જગ્યાએ બહુ જ સુંદર વાક્ય વાંચેલું. પોતાનું લાગવું અને પોતાનું હોવું એ સમજવામાં ઘણા વર્ષો લાગી જાય છે. તમને કટુંબ, સ્વજનો, ઘર, સંપત્તિ વગેરે પોતાનું લાગે છે. પરંતુ તાત્વિક રીતે જોવા જાવ તો તેઓ માત્ર પોતાના લાગે જ છે. હકીકતમાં તે કોઇ જ આત્મીય હોતાં નથી. આત્મીય તો તે છે જે ભવ-ભવાંતર સુધી તમારો સાથ ન મૂકે. ધર્મ એ એક એવો સ્વજન છે જે તમને ભલે પોતાનો લાગતો ન હોય. તમે ભલે તેને ધિક્કારતા હોવ. પરંતુ તે તમારો સંગ ક્યારેય છોડતો નથી, તમે સાદ પાડશો એટલે તરત જ આવીને ઊભો રહે છે. અરે તે તમને ક્યાંય પણ તકલીફમાં પડવા દેતો નથી. તમારી દરેક મુસીબતમાં તમારી બાજુમાં અડીખમ ઊભો રહે છે. માટે તે જ ખરા અર્થમાં આત્મીય છે. બાકી બીજા બધા તો માત્ર આત્મીયપણાનો ભ્રમ કરાવનારા आतीय? - आतीतार्थ (त्रि.) (વિશેષ પ્રકારે જાણેલા છે જીવાદિ પદાર્થ જેણે તે, કેવલજ્ઞાની) માતુર - ગાતુ (ત્રિ.). (1. રોગી 2. વિહ્વળ) માતેવિ - આશ્વર્ય (2) (આત્મસમૃદ્ધિ, આત્મવૈભવ, સ્વરૂપ સામ્રાજય) સંસારીને પૈસામાં સુખ દેખાય છે, જ્યારે શ્રમણને દુખનું કારણ દેખાય છે. સંસારીને ભૌતિક સુખોમાં આનંદ મળે છે. જયારે શ્રમણને એ બધાનો ત્યાગ કરવાથી આનંદ મળે છે. આવું શા માટે? એવું તો શું છે જેથી એકને પુદ્ગલમાં સુખ દેખાય છે અને બીજાને દુખ. આત્મવૈભવ એ આવી અનુભૂતિમાં પ્રધાન કારણ છે. સંસારી જીવને આત્માના વૈભવનું જ્ઞાન નથી આથી તેને સોના, ચાંદી, પૈસા વગેરેમાં સુખ દેખાય છે. જયારે સંસારવિમુખ સાધુને તેનું જ્ઞાન અને અનુભવ હોવાથી પૌદ્ગલિક સુખો તુચ્છ લાગે છે. આથી જ તો ભરત મહારાજાએ જ્યાં સુધી શરીર પર ઘરેણાં ચઢાવી રાખ્યા હતાં ત્યાં સુધી આત્મસમૃદ્ધિ પ્રગટી નહીં. અને જેવો તેનો ત્યાગ કર્યો ત્યાં જ આત્મશ્વર્ય પૂર્ણપણે પ્રગટ થયું. માત્ત (તય) - મત્ત (B.) (ગ્રહણ કરેલ, લીધેલ)