________________ અનુસરતાં પશ્ચાત્કાળ સુધી આવેલ હોય તે બધા આનુપૂર્વી આત્મક કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઉત્કીર્તન, ગણન, સંસ્થાન, સામાચારી અને ભાવ એવા દશ આનુપૂર્વીના ભેદ પાડવામાં આવેલા છે. ગાળોદ - (ઉં.) (સમ્યગ્દર્શનરહિત આજ્ઞામાત્ર) તત્ત્વાર્થ સૂત્રમાં કહેવું છે કે “મોક્ષ પ્રાપ્તિમાં સમ્યગ્દર્શન એ પ્રથમ પગથીયું છે. શ્રદ્ધા એ સિદ્ધિનું પ્રથમ સોપાન છે. છતાં પણ કેટલાક જીવો એવા છે જેઓને તત્ત્વમાં વિશિષ્ટ શ્રદ્ધા ન હોવા છતાં પણ એક માત્ર આજ્ઞાપાલનની કટિબદ્ધતાએ તેઓને મોક્ષ અપાવેલ છે. ગુરૂએ બતાવેલ કાર્યથી સિદ્ધિ થશે જ એવી વિશિષ્ટ શ્રદ્ધા ન હોવા છતાં પણ આ કાર્ય કરવાનું ગુરૂએ કહેલ છે. અને તે આજ્ઞાનું પાલન કરવું એ મારો નૈષ્ઠિકધર્મ છે. એવી સમ્યગ્દર્શનવિકલ આજ્ઞામાત્રવાળી માન્યતાએ આચરેલું અનુષ્ઠાન પણ તેમને મોક્ષ અપાવી શકે છે.” મi () 4 - માત (કું.) (1. દુખ 2. જીવલેણ રોગ 3. રોગનો પરિષહ) ઉત્તરાધ્યયનાદિ સૂત્રમાં પરમાત્મા મહાવીરદેવ ગૌતમસ્વામીને આશ્રયીને આખા જગતને ઉપદેશ આપે છે કે “હે ગૌતમ! વાપિત્ત અને કફથી ઉદ્ભવતા જીવલેણ રોગ તારા શરીરને ચારે બાજુથી ઘેરી લે. તારું શરીર તારા કહ્યામાં ન રહે. યાવત્ તારી વિચાર શક્તિ પણ હણાઈ જાય. તેવો સમય આવે તે પહેલા તું જાગી જા, આ બાહ્ય પૌદ્ગલિક સુખોથી વિમુખ થઈને તારા આત્મિક સુખો તરફ મીટ માંડ. અને તેને મેળવવા માટેનો જે માર્ગ છે તેના પર તું આજથી ચાલવાનું શરૂ કરી દે. હે ગૌતમ ! તેના માટે તું એક પળનો પણ પ્રમાદ ન કરીશ.” () સિ() - માનિ (2) દુખને જોનાર) દુખ શારીરિક અને માનસિક એમ બે પ્રકારના કહેલા છે. શરીરમાં ઉદ્ભવતા રોગ, વણ વગેરે દ્વારા શરીને ક્ષતિ પહોંચે છે. તથા પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગાદિ દ્વારા મનના ભાવોને ક્ષતિ પહોંચે છે. શરીર અને માનસિક દુખ તે કર્મોની દેન છે. આવું જ્ઞાન જેના મનમાં દઢ પણે વણાયેલું છે તેને શાસ્ત્રમાં આતંકદર્શી કહેલો છે. આચારાંગસૂત્રમાં કહેલું છે કે કમનિમિત્તે આવાનારા દુખનો જ્ઞાતા જીવ ક્યારેય પણ સ્વયં પાપ આચરતો નથી, બીજા પાસે પાપ કરાવડાવતો નથી અને જેઓ પાપ આચરે છે તેઓને સારા માનતો પણ નથી. આતં (જં) વિવશ્વાસ - જતવિપત (ઈ.) (આગાઢ-અનાગાઢ કારણ) સાધુ અને શ્રાવકે પોતાના ધર્મનું પાલન નિયમા ઉત્સર્ગ માર્ગે જ કરવાનું હોય છે. શાસ્ત્રમાં જે વિધિ બતાવી છે તેમાં છૂટછાટલીધા વિના અનુષ્ઠાનનું આચરણ કરવું તે શ્રેષ્ઠ સાધુ અને શ્રાવક ધર્મ છે. પરંતુ ક્યારેક કોઇ અનિવાર્ય કારણ ઉપસ્થિ થઇ જાય તો ત્યારે સાધુ કે શ્રાવક શાસ્ત્રોક્ત અને ગુર્વાજ્ઞા પૂર્વક અપવાદ માર્ગનું સેવન કરે તો તેમાં ધર્મનું હનન થતું નથી. અનિવાર્ય કારણ માટે શાસ્ત્રમાં આગાઢ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે આગાઢ કારણો સિવાય અનાગાઢ કારણોમાં અપવાદ સેવવાનો નિષેધ કરવામાં આવેલો છે. आतं (यं) कसंपओगसंपउत्त - आतङ्कसंप्रयोगसंप्रयुक्त (त्रि.) (1. રોગના સંબધથી જોડાવવું 2. આર્તધ્યાનનો તૃતીય ભેદ) જૈનધર્મથી પ્રભાવિત ગાંધીજીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે “મારા શરીરમાં જ્યારે રોગ ભરાય છે. ત્યારે હું તેમાં ભાગીદાર થવાને બદલે માત્ર દષ્ટારૂપે હાજર રહું છું. તે રોગ મારા શરીરમાં શું શું ફેરફાર લાવે છે અને તેનાથી શું અસર થાય છે તેનું હું બારીકાઇથી નિરીક્ષણ કરું છું.” આ જ વાત તીર્થકર ભગવંત મહાવીરદેવે આગમોમાં કહેલી છે કે “શરીર જયારે રોગથી પીડાતું હોય ત્યારે આર્તધ્યાન કરવાના બદલે સાક્ષીભાવ કેળવો. રોગ તો આવીને ચાલ્યો જશે. પરંતુ અસહિષ્ણુતાના સંસ્કાર પડશે તો તે ભવાંતરમાં પણ તમને હેરાન કરશે.” 281 -