________________ વ્યક્તિની ઓળખાણ થતી હોય છે. આથી મુખ તે ઉત્તમાંગ છે. તેવી જ રીતે રત્નત્રયીમાં દર્શન તે મુખ્ય અંગ છે. એકવાર જ્ઞાન ઓછું હશે તો ચાલશે. કદાચ ક્રિયામાં ઓછું હશે તો તે પણ ચાલશે. પરંતુ જો હૃદયમાં તેના પ્રત્યેની શ્રદ્ધા નહીં હોય તો તે જરાય નહીં ચાલે. આથી જ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે જ્ઞાન અને ચારિત્રથી ભ્રષ્ટ થયો છે તેને ઓછુ નુકસાન છે. પરંતુ જે દર્શનથી ભ્રષ્ટ થયેલો છે. તેણે સર્વસ્વ ગુમાવી દીધા બરોબર છે. आणणकोडुंबिय - आनन्दकौटुम्बिक (त्रि.) (મુખના સહાયક) કલ્પસૂત્રમાં કૌટુમ્બિક શબ્દની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “જે કુટુમ્બના સભ્ય જેવા જ હોય, અથવા જે રાજાના પ્રત્યેક કાર્યમાં સહાયક હોય તેવા પુરુષો કૌટુમ્બિક પુરુષ કહેવાય છે, તેવી જ રીતે રાજાના સ્થાને મુખ છે. જેમ કૌટુમ્બિક પુરુષથી રાજાની શોભામાં વૃદ્ધિ થાય છે. તેવી જ રીતે મુખના અલંકારો દ્વારા મુખની શોભામાં વિશેષ અભિવૃદ્ધિ થાય છે. અલંકાર વગેરેને મુખનો એક પરિવાર જ ગણવામાં આવેલો છે.” માછIR - માસ (રિ.) (આજ્ઞા કરાયેલ, જેને આજ્ઞા કરવામાં આવેલી છે તે) જિનશાસનમાં આજ્ઞાને ઘણું જ મહત્ત્વ આપવામાં આવેલું છે. કહેવામાં આવેલું છે કે જે સાધુ આજ્ઞાનુસાર જીવન જીવે છે તે જ ખરા અર્થમાં સંયમ જીવનના ફળને પામી શકે છે. આજ્ઞારહિતનું કઠોર સંયમજીવન પણ નિરર્થક છે. શાસ્ત્રમાં તો દષ્ટાંત આવે છે કે ગુરુ શિષ્યને આજ્ઞા કરે કે જાવ જઈને જોઈ આવો કે ગંગા કઈ દિશામાં વહે છે. તો આજ્ઞા કરાયેલ સાધુને ખબર હોય કે ગંગા પૂર્વદિશામાં વહે છે છતાં પણ ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરીને વિના વિરોધે ત્યાં જઈને નક્કી કરીને પાછા આવે. અને ગુને નિશ્ચિત દિશા જણાવે. શાસ્ત્રમાં તો આજ્ઞાને જ ધર્મ કહી દીધો છે. એટલે કઠોર તપ, કેશલુચન, યોગસાધના વગેરે કરતાં પણ ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવું તે જ ધર્મ છે. * આનર્ત (. ત્રિ.). (1. નૃત્યશાળા 2. યુદ્ધ 3. એક સૂર્યવંશી રાજા 4, તે નામે એક દેશ 5. નૃત્ય કરનાર) ઉપમિતિ ભવ પ્રપંચો કથામાં સિદ્ધર્ષિ ગણિ મહારાજ જણાવે છે કે “આ સંસાર તે એક નૃત્યશાળા છે. અને કર્મપરિણામ રાજા જીવોને વિવિધ વેશો ધારણ કરાવીને તેમની પાસે જાત જાતના ખેલ ભજાવડાવે છે. આ નૃત્યમંચ પર જીવ ક્યારેક એકેંદ્રિયનો વેશ ધારણ કરે છે, તો ક્યારેક બે ઇંદ્રિય, ઇંદ્રય, ચઉરેંદ્રિય કે પચેંદ્રય તિર્યંચનો વેશ ધારણ કરે છે. ક્યારેક દેવ બને છે તો ક્યારેક મનુષ્ય બને છે. ક્યારેક નારકીનો વેશ પહેરીને ખૂબ દુખ વેઠતો હોય તેવું દશ્ય ભજવે છે. કર્મપરિણામ રાજાના આ ખેલમાં તેમની પ્રિય રાણી કાલપરિણતિ પણ તેમને પૂરે પૂરો સાથ આપે છે.' * અચવ (). (ભિપણું, ભેદપણું) કોઇકે આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો કે જીવનો સંસાર ક્યાં સુધી છે. પ્રશ્નનો જવાબ આપતા સૂરિ ભગવંતે કહ્યું કે જ્યાં સુધી જીવના મનમાં આત્મા અને કર્મના ભેદપણાનું જ્ઞાન પ્રગટ નથી થયું ત્યાં સુધી તેનો સંસાર અવિરતપણે ચાલ્યા કરે છે. જયારે તેને જ્ઞાન થાય છે કે કર્મ અને આત્મા બન્ને ભિન્ન છે. સંસાર તે આત્માનું કાયમી સરનામું નથી. હું જેને મારું માની રહ્યો છું તે બધું તો મારી જોડે શાશ્વત રહેનાર નથી. મારી બધી જ મહેનત નિષ્ફળ દિશા તરફ છે. ત્યારથી તેના સંસારનો હ્રાસ થવાનો શરૂ થઈ જાય માત્તિ - (સ્ત્રી) (આજ્ઞા આદેશ) आणत्तिकिंकर - आज्ञप्तिकिङ्कर (पु.) (આજ્ઞા પ્રમાણએ કરનાર સેવક, આજ્ઞાકારી) કલિકાલસર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી મહારાજે વીતરાગસ્તોત્રમાં કહેવું છે કે “હે નાથ ! હું જિનશાસનનો કોઈ મોટો આચાર્ય 02700