________________ એમના માતુશ્રી કેસરદેવીને સ્વપ્રમાં રત્નનું દર્શન થવાથી એમનું સંસારી નામ રત્નરાજ આપ્યું હતું. એ અનુપમ રત્નરાજનો આ અદ્વિતીય ગ્રંથરાજ છે. જ્ઞાનની આ ભવ્ય અને યશોજ્જવલ પરંપરા પરમપૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદિનેશ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા નવું ચેતન અને નવો પ્રકાશ પામી અને એ સંદર્ભમાં પરમપૂજ્ય મુનિશ્રી વૈભવરત્નવિજયજી મહારાજ સાહેબે ‘શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ' ના પ્રથમ ભાગનું ગુજરાતીમાં શબ્દાર્થ વિવેચન કરીને એક મહાકાર્ય સંપન્ન કર્યું છે. વળી આ વિવેચનની સાથોસાથ એમણે ધાર્મિક પારિભાષિક શબ્દકોષ આપ્યો છે, જેથી આમાં અભ્યાસ કરનારની ગતિ સરળ બને અને જૈનદર્શનની ગહનતાનો યથાર્થરૂપે પરિચય થાય. આપણે આશા રાખીએ કે આના અન્ય ભાગો પણ ગુજરાતી વાચકોને સુલભ થાય અને એથી શબ્દોના શિખર દ્વારા જ્ઞાનના ઉત્સુક સહુ કોઈને જિનઆગમના આ મહાન જ્ઞાનતીર્થના દર્શન થતા રહે. -પદ્મશ્રી ડો. કુમારપાળદેસાઈ સંપૂર્ણ અભિધાન રાજેન્દ્ર કોષ ઈન્ટરનેટ ઉપર www.rajendrasuri.net www.veergurudev.com નોટ સંપૂર્ણ શ્રી અભિધાન રાજેન્દ્રકોષની સી.ડી વીર ગુરુદેવ ફાઉન્ડેશન તરફથી ઉપલબ્ધ થશે.