SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ (7) - માનવિન (કું.) (ગોશાળા મતનો અનુયાયી, ગોશાળાનો શિષ્ય) માનવિય - માનવિવ (ઈ.) (ગોશાળા મતનો અનુયાયી, ગોશાળાનો શિષ્ય) એકસમયે પરમાત્માનું શિષ્યપણું સ્વીકારનાર અને પાછળથી તેમનો વિરોધ કરનાર ગોશાળાએ પ્રવર્તાવેલા મતને આજીવક મત તરીકે ઓળખવામાં આવ્યો. અને તે મતને માનનારા તેના અનુયાયી આજીવિક કહેવાવા લાગ્યા. કહેવાય છે કે તે સમયે પરમાત્માના અનુયાયી કરતાં ગોશાળામતના અનુયાયી ત્રણગણા વધારે હતાં. ગોશાળાએ અષ્ટાંગ નિમિત્ત દ્વારા તેઓને ભૂતભવિષ્યના કથનથી પોતાના તરફ આકર્ષિત કર્યા હતાં. આમ પણ દુનિયા જયાં ચમત્કાર ત્યાં નમસ્કારમાં માને છે. જ્યારે જિનેશ્વર પરમાત્માનો માર્ગ દુખશુદ્ધિ માટે નહીં કિંતુ જીવનશુદ્ધિ અને આત્મશુદ્ધિને વધુ મહત્ત્વ આપનારો છે. તથા ઘણા જ કષ્ટસાધ્ય હોવાથી દરેક જીવને તે માફક પણ નથી આવતો. જે દઢમનોબળી હોય છે તે જ જીવો જિનધર્મને સમજે છે અને તેમાં ટકી શકે છે. आजीवियभय - आजीविकाभय (पुं.) (જીવનનિર્વાહનો ભય, આજીવિકા કમાવવાનો ભય) . માનવિયસમર - આવિરાસત (g) (ગોશાળાનો મત, ગોશાળા દ્વાર પ્રરૂપિત શાસ્ત્ર) ગોશાળાએ પોતાના મતને ટકાવવા અને ચલાવવા માટે જે શાસ્ત્રોની રચના કરી તે આજીવિકસમય તરીકે પ્રસિદ્ધ થયો. આ મતને માનનારા જીવો એકાંતે નિયતિમાં જ માનનારા હતાં. તેઓની માન્યતા હતી કે તમારી જોડે જે પણ થાય છે એ બધું પહેલેથી જ નક્કી હતું. તેમાં તમારા પુરુષાર્થનું કોઇ જ મહત્ત્વ નથી. જયારે અનેકાંતદર્શનના પ્રરૂપક પરમાત્માએ જણાવ્યું છે કે નિયતિ પણ પુરુષાર્થ વિના પાંગળી છે. માટે કાર્યની સિદ્ધિ માટે નિયતિ અને પુરુષાર્થ પરસ્પર સહાયક છે. आजीवियसुत्त - आजीविकसूत्र (न.) (ગોશાળા દ્વારા પ્રરૂપિત શાસ્ત્ર) માનવિયા - મનવા (સ્ત્રી) (આજીવિકા, જીવનનિર્વાહ વૃત્તિ, વ્યાપાર) ધર્મસંગ્રહ ગ્રંથમાં કહ્યું છે કે “સાત પ્રકારના કાર્યથી જીવોની આજીવિકા ચાલે છે. અર્થાત તે સાત પ્રકારના માર્ગે જીવો પોતાના જીવનનો નિર્વાહ કરે છે. 1. વાણિજ્ય, 2. વિદ્યા, 3. કૃષિ, 4, શિલ્પ, 5. પશુપાલન, 6. સેવા અને 7. ભિક્ષા આ સાત પ્રકારના વ્યાપારથી જગતના તમામ જીવો પોતાની આજીવિકા મેળવે છે. જે જીવો પ્રમાદને વશ આળસુ થઈને બેસી રહે છે તેઓ કદાપિ સુખ પ્રાપ્ત કરી શકતાં નથી. સુભાષિતોમાં પણ કહેવાયું છે કે સિંહના આહાર એવા હરણો સ્વયં સામે ચાલીને સિંહના મુખમાં પ્રવેશ કરતાં નથી. आजीवियादोष - आजीविकादोष (पुं.) (ભિક્ષાનો એક દોષ, ઉત્પાદના દોષનો એક પ્રકાર) आजीवियोपासग - आजीविकोपासक (पुं.) (ગોશાળા મતનો અનુયાયી, ગોશાળાનો શિષ્ય) માગુત્ત - માધુજી (7i) (અપ્રમાદી, ઉપયોગવાળો) નવતત્ત્વ પ્રકરણમાં કહેવામાં આવેલા આત્માનામૂળગુણોમાંનો એક ગુણ ઉપયોગ પણ છે. અપ્રમાદીપણું તે આત્માનો મૂળસ્વભાવ છે. આથી જીવે પ્રત્યેક કાર્યમાં મન-વચન-કાયાનો ઉપયોગ રાખવો જરૂરી છે. પ્રમાદી હોવું તે આત્માની પ્રકૃતિ નહીં કિંતુ 265
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy