________________ ઉત્તરાધ્યયન સૂત્રમાં છાગાધ્યયન આવે છે. છાગનો અર્થ થાય છે બકરો. એક વ્યક્તિએ ગાય પણ પાળી હતી અને બકરો પણ પાળ્યો હતો. માલિક બકરાનું પૂરતું ધ્યાન રાખતો. તેને સારું સારું ખાવા-પીવાનું આપે. નવડાવે-ધોવડાવે. પરંતુ ગાયનું અને તેના વાછરડાનું ઉપયુક્ત ધ્યાન નહોતો રાખતો. આ જોઇને વાછરડાને ખોટું લાગ્યું અને માતાને ફરિયાદ કરવા લાગ્યું કે આવો પક્ષપાત કેમ? ત્યારે ગાય માતાએ તેને સમજાવતા કહ્યું કે બેટા ! આ બધા માલમલીદામાં કોઇ જ મજા નથી. આપણને જે લખું સૂકું ઘાસ મળે છે, તે જ સારું છે. કેમ કે થોડા સમય પછી તાજા-માજા કરેલા બકરાને વધસ્થાને લઇ જવામાં આવશે. અને તેનો વધ કરીને આખો પરિવાર તેના માંસની મજા ઉડાવશે, આ બધું સુખ તો અલ્પ સમયનું છે. આ સાંભળીને વાછરડાને પોતાના પ્રશ્નનું સમાધાન મળી ગયું. आघायकिच्च - आघातकृत्य (न.) (મૃત્યુ બાદ કરવામાં આવતું અનુષ્ઠાન) વ્યક્તિના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર કરવો. તેની રાખને પાણીમાં વહાવીને જલાંજલિ અર્પવી, તેમજ પિતૃપિંડાદિનું અનુષ્ઠાન કરવું તેને આઘાતકૃત્ય કહેવામાં આવે છે. સૂયગડાંગજી સૂત્રમાં કહેલું છે કે જીવે જે પણ સુકૃત્યો કરવા હોય તે પોતાના જીવતે જીવ કરી લેવા જોઇએ. એવી અપેક્ષા ન રાખવી જોઇએ કે મારી પાછળ મારો પરિવાર મારા નામે ફલાણું ફલાણું ધર્મકાર્ય કરશે. કારણ કે સત્ય એ જ છે કે તારા મૃત્યુ પછી મરણકાર્ય પૂર્ણ કરીને સ્વજનોને બારમાએ જમાડીને, આખું જીવન દુખ વેઠીને એકઠી કરેલી તારી સંપત્તિના ભાગલા પાડવામાં લાગી જશે. અને તારી ભેગી કરેલી મિલ્કતને તે હસ્તગત કરી લેશે. મા (5) ગાયન - માયાતા (2) (1. વધસ્થાન 2. હણવું) आधुम्मिय -- आपूर्णित (त्रि.) (1. કમ્પાયમાન, ચલાયમાન 2. બ્રાન્ત, ભટકેલ) ઇન્દ્રિયપરાજય શતક ગ્રંથમાં લખેલું છે કે “જે સંસારમાં લક્ષ્મી ચંચળ છે. માણસના પ્રાણ ચંચળ છે અને જ્યાં આખું જીવન જ ચંચળ છે. તેવા સંસારમાં વ્યક્તિ સ્થિર સુખની પ્રાપ્તિ માટે સતત ફાંફાં મારતો રહે છે. આ બહુ જ મોટા આશ્ચર્યની વાત છે.” સાપુતા - પૂર્ણિત (ર.) (1. કમ્પાયમાન, ચલાયમાન 2. બ્રાન્ત, ભટકેલ) સાયનિય - આધુતિ (ઉ.) (1. કમ્પાયમાન, ચલાયમાન 2. ભ્રાન્ત, ભટકેલ) आचंदसूरिय - आचन्द्रसूर्य (न.) (જયાં સુધી ચંદ્ર અને સૂર્ય હોય). પરમાત્માના જન્મ સમયે 56 દિકુમારિકા આવીને તીર્થકર ભગવંતનું શુચિકર્મ કાર્ય કરવા આવે છે. સંપૂર્ણ શુચિકર્મ કર્યા બાદ માતા અને પુત્રને સુંદર વસ્ત્રાલંકારાદિ પહેરાવે છે. અને પુનઃ સ્વસ્થાને જતાં પૂર્વે માતા તથા પુત્રને આશિર્વાદાત્મક શબ્દોનું ઉચ્ચારણ કરતાં કહે છે કે જયાં સુધી આ જગતમાં સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન છે ત્યાં સુધી આપ ચિરાયુ વર્તો. પ્રત્યેક જિનાલયોની પ્રતિષ્ઠા કે અંજન શલાકામાં સૂરિ ભગવંતો પણ અંતમાં મંગલ ઉદ્ઘોષણા કરતાં કહે છે કે જ્યાં સુધી આ જગતમાં સૂર્યચંદ્ર છે ત્યાં સુધી આ જિનબિંબ અને જિનાલય ચિરસ્થાયી રહો. સાવે નફ્ફ માનવ (B) (1. વસ્ત્રનો અભાવ 2. આચારવિશેષ) ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી રચિત કલ્પસૂત્રની અંદર સાધુને પાળવાના દસ કલ્પ અર્થાત્ આચારનું કથન કરવામાં આવેલ છે. તે દસ આચાર એટલે સાધુધર્મ માટે બાંધવામાં આવેલી મર્યાદા જાણવી. તેમાં પ્રથમ આચાર છે અચેલક કલ્પ.ચેલ એટલે વસ્ત્ર અને અચેલ એટલે વસ્ત્રનો અભાવ. અહીં અચેલનો અર્થ વસનો સર્વથા અભાવ ન કરતાં પરિમાણથી વધારે અથવા અત્યંત મૂલ્યવાનું 262