________________ માણતિવાક્ (ર) - ગાણિતિપતિ (ઈ.). (1. વિદ્યાદિના બળે આકાશમાં ગમન કરનાર 2. આકાશમાંથી સુવર્ણાદિની વૃષ્ટિ કરાવી શકનાર) પાલિતાણા ગામ પાદલિપ્તસૂરિ ભગવંતના નામ ઉપરથી વસેલું છે. કહેવાય છે કે પાદલિપ્ત સૂરીશ્વરજીનું મૂળ નામ તો કાંઇક બીજું જ હતું. પરંતુ તેમની પાસે એવી ઔષધિ હતી કે જેનું મિશ્રણ કરીને તેઓ એક લેપ બનાવતા હતાં. અને તે લેપને પગના તળીયામાં લગાવીને તેઓ આકાશ માર્ગે ઉડી શકતાં હતાં. તેઓ રોજ સવારે નવકારશી પહેલા શત્રુંજય ગિરનાર, સમેતશિખરદિ તીર્થ સ્થિત જિનેશ્વર ભગવંતોના દર્શન કરવા જતાં હતાં. અને ત્યારબાદ પાછા આવીને નવકારશીનું પચ્ચખાણ પાળતાં હતાં. આમ પગમાં લેપ લગાવીને આકાશમાં ઉડવાની શક્તિ ધરાવતા હોવાથી તેઓનું નામ પાદલિપ્તસૂરી પડ્યું. અને તેમના નામ પરથી પાદલિપ્તપુર નગર વસ્યું. જે જતાં સમયે પાલિતાણાથી પ્રસિદ્ધ થયું. * મારિવારિત્ર (પુ.). (અમૂર્ત એવા આકાશાદિ પદાર્થની સિદ્ધિ કરનાર, આકાશવાદી) મifસઃ- માકુમ (પત્ર.) (બલાત્કારે ખેંચવા માટે) બજારમાં ફરવા નીકળેલ માણસને દુકાનમાં આકર્ષિત કરવા માટે સુંદર મજાના આકર્ષણો મૂકવામાં આવે છે. જેને જોઇને રસ્તા પર આવતાં જતાં મુસાફરો જોઇને અનિચ્છાએ પણ તેનાથી ખેંચાઈને દુકાનમાં ચાલ્યા જાય છે. પરમાત્મા કહે છે કે પુદ્ગલનિર્મિત આ સંસારમાં પાંચ ઇંદ્રિયોના વિષયો પણ જીવને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જાત જાતના પ્રલોભનો ઊભા કરે છે. જેથી જીવનું મુખ્ય લક્ષ્ય મોક્ષ પરથી હટીને બલાત્કારે સંસાર તરફ આકર્ષિત થાય છે. જો તમારું મન જડ એવા પગલો તરફ આકર્ષિત થાય છે તો પછી આત્માના મૂલગુણ જ્ઞાનાદિ તરફ શા માટે નથી થતું? आगासिय - आकर्षित (त्रि.) (આકર્ષિત થયેલ, ખેંચાયેલ) * મારુતિ (ઉ.) (આકાશમાં રહેલ) જેમ આકાશમાં રહેલ પક્ષી તટસ્થ આશરો પ્રાપ્ત કરી શકતું નથી. તેને સ્થિર થવા માટે કોઇ શિલા, વૃક્ષ કે મકાનાદિનો સહારો લેવો જ પડે છે. તેમ સંસાર-સંયમ, ધર્મ-અધર્મ, કુટુંબ-આત્મોત્થાનની દ્વિધામાં અટવાયેલો માણસ ક્યારેય પણ સત્યની પ્રાપ્તિ કરી શકતો નથી. સંસાર તે આકાશ છે અને ધર્મ તે જીવને સ્થિરતા પ્રાપ્ત કરાવનાર વૃક્ષ છે. ગતિન - મતિરિજ() (આકૃતિત્રિક) પાંચમાં કર્મગ્રંથમાં કર્મવશાત્ જીવને પ્રાપ્ત થનાર અવસ્થાઓમાં આકૃતિત્રિકનું કથન આવે છે. છ પ્રકારના સંસ્થાન, છ પ્રકારના સંઘયા અને પાંચ જાતિ આ ત્રણના સમૂહને આકૃતિત્રિક કહેવાય છે. કર્મના કારણે જીવને છ પ્રકારના સંસ્થાનમાંથી કોઇપણ એક સંસ્થાન, છ સંઘયણમાંથી કોઈપણ એક સંઘયણ અને એકૅક્રિયાદિ જાતિમાંથી કોઇપણ એક જાતિની પ્રાપ્તિ થાય છે. માપુ - માજુ () (1. ઇચ્છા, અભિલાષા 2. કુટિલ ગતિ) માથા - મામા (નિ.) (જેની સુગંધ લેવાયેલી છે તે પુષ્પાદિ, નાક વડે જેની ગંધનું જ્ઞાન થયેલ છે તે) લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મમાં બહુ મોટો તફાવત છે. લૌકિક ધર્મમાં જે પ્રસાદ, પુષ્પાદિ ભગવાનને ચઢાવવામાં આવે તેનો ઉપભોગ ભક્ત લોકો કરતાં હોય છે. જ્યારે લોકોત્તર ધર્મમાં તેનાથી વિપરીત આચરણ છે. જે વસ્તુનો ઉપભોગ તમે કરો છો તે દેવને ચઢાવવાનો નિષેધ છે. જે પુષ્યની સુગંધ તમે લીધી છે તે પુષ્ય પણ પરમાત્માને અર્પિત કરી શકતાં નથી. એટલું જ નહીં. 259