________________ મઝાથી સુખને માણે છે. પરંતુ દુખ આવતાં જ બેબાકળો બની જાય છે. જે દુખમાં દુખી અને સુખમાં સુખી થાય છે. તે ક્યારેય સાચા સુખને પામી શકતો નથી. પણ દુખમાં પણ આનંદથી જીવવાની કળા જેને આવડી જાય તે સાચા સુખથી ઝાઝો દૂર નથી હોતો. માથiધ - માતાથ(.) (જેમાં સુગંધ ઉત્પન્ન થઇ છે તે) સાયપUT - સાતિપ્રજ્ઞ (ક.) (જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે તે) સુત્રકતાંગ આગમમાં આગતપ્રજ્ઞાનો અર્થ કરતાં લખ્યું છે કે “જેને કર્તવ્ય અને અકર્તવ્યનો વિવેક પ્રાપ્ત થયો છે. તેવો જીવ આગતપ્રજ્ઞ છે. માત્ર જ્ઞાન થવાથી જીવ આગતપ્રજ્ઞ નથી થતો. પરંતુ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ અવસરે સારાસારનો વિવેક કરીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાથી આગતપ્રજ્ઞ થવાય છે.” ગાયguin - ગાતાર (a.). (જેને સારાસારનો વિવેક પ્રાપ્ત થયો છે તે) आगयपण्हया - आगतप्रश्रवा (स्त्री.) (પુત્રસ્નેહના કારણે જેના સ્તનમાં દૂધની વૃદ્ધિ થઇ છે તે) સમવસરણમાં સિંહાસન પર બિરાજમાન પરમાત્મા મહાવીર દેવને જોઇને અતિવત્સલતાના કારણે દેવાનંદાના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. આ દશ્ય જોઇને ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો પ્રભુ ! આવું કેમ? ત્યારે પરમાત્માએ ઘટસ્ફોટ કરતાં કહ્યું કે ગૌતમ આ તો મારી માતા છે અને હું તેનો સંતાન છું. ત્રિશલાદેવી તો મારી બીજી માતા છે. પણ પહેલી માતા તો આ દેવાનંદા છે. ત્યારબાદ ભગવાને હરિણીનૈગમિષી દ્વારા ગર્ભાપહારની ઘટના સભાની મધ્યમાં વર્ણવીને સમાધાન આપ્યું. માયિમમ- માતા (વિ.) (જને ભ્રમણા ઉત્પન્ન થઇ છે તે). જ્ઞાનસારની અંદર મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “હું અને મારીની ભ્રમણાએ આખા જગતને આંધળું કરી નાંખ્યું છે. જેના કારણે કોઇને સાચા જગતની ઓળખાણ જ નથી થતી. અને આ હું માની લ્હાયમાં જીવ કોલેટાના કીડાની જેમ ભ્રમણાઓના જાળા વીંટાળતો જ જાય છે. વીંટાળતો જ જાય છે. જેના પ્રતાપે તેદુર્ગતિરૂપી મૃત્યુને સતત પામતો રહે છે. જે દિવસે આ હું અને મારુંની જાળામાંથી જીવ બહાર નીકળે છે. ત્યારે તેને સત્યની પ્રતીતિ થાય છે. અને મોક્ષને પ્રાપ્ત કરે છે. आगयसमय - आगतसमय (त्रि.) (જેનો સમય નજીકમાં આવી ગયો છે તે) માર - માર (ઈ.) (1. સોના-રૂપાની ખાણ 2. મીઠાની ખાણ) ખાણ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે હોય છે. જેમાંથી સોનું, રૂપુ, જસત, તાંબુ વગેરે પ્રાપ્ત થાય તે બાહ્ય ખાણ છે. તથા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉદારતા, સમતા વગેરે ગુણો જેમાં રહેલા છે તે આત્મા અત્યંતર ખાણ છે. બાહ્ય ખાણોમાંથી પ્રાપ્ત થયેલા સોનાથી જીવને અલ્પકાલીન સુખની પ્રાપ્તિ થાય છે. જે તેના આયુષ્ય સુધી જ સુખનો અનુભવ કરાવનાર હોય છે. જયારે જેઓએ આંતરીક ગુણોને પ્રાપ્ત કર્યા છે તેવા પરમાત્મારૂપી ગુણોની ખાણથી જીવ ક્યારેય નાશ ન પામનાર અને ચિરકાલીન આનંદની પ્રાપ્તિ કરે છે. आगरणिवेस - आकरनिवेश (पुं.) (જ્યાં ખાણો આવેલી છે તે સ્થાન) 252