________________ જેઓને દરેક વસ્તુનું પ્રત્યક્ષજ્ઞાન છે તેવા જીવને શાસ્ત્રમાં આગમવ્યવહારી કહેલા છે. વ્યવહારસૂત્રમાં આગમવ્યવહારીના કુલ છ પ્રકાર બતાવવામાં આવેલા છે. 1. કેવલી, 2. મન:પર્યવજ્ઞાની, 3. અવધિજ્ઞાની, 4. ચૌદપૂર્વી, 5. દસપૂર્વ અને 6. નવપૂર્વી. આ છ પ્રકારના જ્ઞાની પુરુષોમાં પ્રથમ ત્રણ આત્મપ્રત્યક્ષ જ્ઞાની હોય છે. અને બાકીના ત્રણ શાસ્ત્રપ્રત્યક્ષ જ્ઞાની હોય છે. માનલિહિ- ગામfધ (પુ.) (શાસ્ત્રીય વિધાન, આગમન્યાય) શ્રાવક જીવન અને સાધુ જીવનમાં આરાધના કરવાના અનેક માગે છે. તે દરેક માગથી આરાધના કરીને જીવ કર્મોનો ક્ષય કરી શકે છે. કોઇ તપ કરીને, કોઇ ચારિત્રપાલન કરીને, કોઇ ભક્તિ કરીને તો કોઇ તીર્થયાત્રા કરીને, પરંતુ આ બધાની વચ્ચે એક તટસ્થ સામ્યતા છે. જેનું પાલન નિયમા દેશવિરતિધર શ્રાવકે અને સર્વવિરતિધર સાધુએ પણ કરવાનું છે. તે છે આગમન્યાયે અનુષ્ઠાનોનું આચરણ. તમે જે પણ આરાધના કરો છો તે બધી જ શાસ્ત્રમાન્ય અને સિદ્ધાંતાનુસારી હોવી જોઇએ. અન્યથા તે માત્ર કાયક્લેશ કરનારી જ બને છે. आगमविमंस - आगमविमर्श (पुं.) (શાસ્ત્રચિંતન, આગમની ભાવના) કર્મોથી બંધાયેલા સંસારી જીવનું જ્ઞાન સીમિત છે, તેની શક્તિ સીમિત છે. આથી તે સ્વમતિ કલ્પનાએ કોઇપણ કાર્ય કરવા જાય તો તેને નિષ્ફળતાનો પણ સામનો કરી શકવો પડે છે. પરંતુ જો એ જ વ્યક્તિ સર્વજ્ઞકથિત આગમોનું ચિંતન કરીને તેમાં બતાવેલ માર્ગે ચાલે છે. તો તેના પ્રત્યેક અનુષ્ઠાન સફળ થાય છે. આથી જ એકાંતે કર્મનિર્જરાના અર્થી સાધુ પ્રત્યેક ક્રિયા શાસ્ત્રોક્તિનો વિમર્શ કર્યા બાદ જ કરે છે. મારામfavor - Mામ સંપન્ન (ઈ.) (વિશિષ્ટ કૃતધર) આત્મશુદ્ધિરૂપી કાર્યમાં જ્ઞાન એ પ્રધાન કારણ માનવામાં આવ્યું છે. અન્ય સન્ક્રિયાઓથી આત્મશુદ્ધિ અલ્પ કે વધુ પ્રમાણમાં સંભવી શકે છે. જ્યારે જ્ઞાનથી સર્વોત્કૃષ્ટ આત્મશુદ્ધિ થાય છે. કારણ કે જ્ઞાન તમને ક્યારેય ગેરમાર્ગે નથી દોરતું. તે તમને સત્યનું જ્ઞાન અને ભાન બન્ને કરાવે છે. આથી જ શાસ્ત્રાદેશ છે કે સમસ્ત ચતુર્વિધ સંઘે જે કાળમાં જે વિશિષ્ટ શ્રતધર પુરુષ હોય તેમના આચરણને અને તેમના ઉપદેશને અનુસરવું. आगमसज्जोग - आगमसद्योग (पुं.) (શાસ્ત્રાનુસાર વ્યાપાર, આગમચિંતન પૂર્વકની ક્રિયા) જીવ અનાદિકાળથી સંસારમાં ભટકી રહ્યો છે તેમાં જીવને વળગેલા રાગ-દ્વેષ કારણ છે. ષોડશક ગ્રંથમાં તેને મળરૂપે ઉલ્લેખ કરાયો છે. તેમાં કહેવું છે કે જ્યાં સુધી રાગાદિ મળ જીવને લાગેલા છે ત્યાં સુધી તે સંસારથી કેમેય કરીને નીકળી શકતો નથી. તેનાથી છૂટા પડવાનો ઉપાય બતાવતાં કહ્યું છે કે શાસ્ત્રાનુસારની આરાધનાથી જીવના રાગાદિ મળનો નાશ થાય છે. સન્ક્રિયાથી ચિત્તની શુદ્ધિ અને શુભ ભાવોની પુષ્ટિ થાય છે. અને જેના કારણે જીવનો રાગાદિ મળ વિગમ થાય છે. (આગમશાસ્ત્ર, શ્રુતજ્ઞાન) आगमसिद्ध - आगमसिद्ध (पु.) (1. વિશિષ્ટ શ્રતધર 2. સિદ્ધનો એક ભેદ) મામસુદ્ધ - માયામશુદ્ધિ (નિ.) (આગમ સૂત્રાનુસાર નિર્દોષ, શાસદૃષ્ટિએ શુદ્ધ) સ્વાધ્યાયના કુલ પાંચ પ્રકાર આવે છે તેમાં એક પ્રકાર અનુપ્રેક્ષાનો છે. અનુપ્રેક્ષાનો અર્થ થાય છે ચિંતન, તમે જે વસ્તુ ભણ્યા હોવ. જે વાત ગુરુ ભગવંતના મુખે સાંભળી હોય. તેને પછીથી એકાંતમાં વિશિષ્ટ ચિંતન કરવું તે અનુપ્રેક્ષા નામનો એક - 250