________________ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની શુભકામના નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી, ભારત સંદેશ સમગ્ર જગતના કલ્યાણ માટે અને પ્રાણી માત્ર તરફની કરુણાને હૃદયે ધારણ કરી જ્ઞાન સર્જન કરનારી મહાન વિભૂતિઓ થકી આપણી ભૂમિ રળિયાત છે. સંચાલન, તંત્રજ્ઞાન અને બુદ્ધિમતાને વ્યવહારુપણાનું સ્વરૂપ આપવામાં ત્યાગી, વૈરાગી અને વિદ્ધાનોનું પ્રદાન શિખરે રહ્યું છે. અઘરી ભાષામાં રચાયેલા અણમોલ ગ્રંથો સામાન્ય જનના જ્ઞાનને વૃદ્ધિ કરનારા બનાવવા જરૂરી છે અને તેથી જ આપણી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં રહેલા જ્ઞાન ભંડારને જન સમજણની ભાષામાં મૂકવાનું કાર્યપ્રેરક અને પૂરક ગણાય. ‘શબ્દોના શિખર’ ગ્રંથ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીર્વાદરૂપ સર્જનનું ગુજરાતી સ્વરૂપ છે. જેની પ્રસિદ્ધિથી શ્રી અભિધાન રાજેન્દ્રકોષની મહત્તામાં અભિવૃદ્ધિ કરનારી બની રહેશે. | સુવિશાલગચ્છાધિપતિ રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી જયંતસેન સુરીશ્વરજીના આશીર્વાદથી તેમના શિષ્યરત્ન મુનિ શ્રી વૈભવરત્નવિજયજીના પ્રયત્નથી આ સુંદર ગ્રંથ તૈયાર થયો છે તેનો મને અત્યંત આનંદ છે. સૌનો, गरोदर (નરેન્દ્ર મોદી) સદ્ભાવના મિશન અંતર્ગત અંબાજી મુકામે પૂજય મુનીરાજ શ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. ને પધારવા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ અને તે સમય દરમ્યાન મુનીરાજશ્રી એ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ને સંસ્કૃતિ રક્ષા હેતુ આશીર્વાદ પાઠવ્યા હતા. नरेन्द्रभाई मोटी गुनीरजा श्री वैभवरत्न विजयजी आशीर्वाद लेते हुए