SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ आउरचिण्ण - आतुरचीर्ण (त्रि.) (રોગીને અપાતો સુંદર આહાર) ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનમાં આ શબ્દનો અર્થ કરતાં લખ્યું છે કે “કોઇ જીવને એવો રોગ લાગુ પડી ગયો હોય કે જેને જગતની કોઇ જ દવા અસર ન કરતી હોય. તેનો રોગ દુનિયાની કોઇ ઔષધિ મટાડી શકવામાં અસમર્થ હોય. તેવા સમયે મૃત્યુ તરફ જઇ રહેલા તેવા રોગી જીવને પથ્ય કે અપથ્યનો વિચાર કર્યા વિના સારા સારા ખોરાક તેને ખાવા આપવા તે આતુરચીર્ણ કહેવાય છે.” आउरपच्चक्खाण - आतुरप्रत्याख्यान (न.) (ત નામે એક પયગ્નો, 29 ઉત્કાલિક સૂત્રમાંથી ૨૮મું સૂત્ર, 45 આગમમાંનું એક આગમસૂત્ર) 45 આગમમાં આતુરપ્રત્યાખ્યાન નામક એક આગમ આવે છે. આ ગ્રંથની અંદર મૃત્યુની એકદમ નજીકમાં રહેલા બિમાર જીવને આત્મગુણોનો નાશ કરનાર રાગ-દ્વેષાદિ ઔદયિક ભાવોથી કેવી રીતે રક્ષણ કરવું અને સમતાદિ ભાવોને કેવી રીતે ટકાવવી રાખવા તેનું વિશદ વર્ણન કરવામાં આવેલું છે. आउरपडिसेवणा - आतुरप्रतिसेवना (स्त्री.) (બિમારની સેવા કરવી તે, ગ્લાન સાધુ વગેરેની ચાકરી કરવી). તત્ત્વાર્થ સૂત્રમાં વૈધ્યાવચ્ચ અર્થાત સેવા કરવાના દસ સ્થાન કહેલા છે. તેમાં એક સ્થાન ગ્લાન સાધુની સેવાનું છે. શાસ્ત્રમાં કહેલું છે કે રોગીની સેવા કરવી તે નિર્જરાનું એક મોટું કારણ છે. આથી જ ભગવતીજી સૂત્રમાં ભગવાને તો ત્યાં સુધી કહી દીધું કે જો જિનાdi gવ મન હલકુ અર્થાત જે બિમારની સેવા કરે છે ખરા અર્થમાં તો તે મારી જ સેવા કરે છે. आउरभेसज्जीय - आतुरभेषज्यीय (न.) (અવિચારીપણે સંભવતો યાદચ્છિક ન્યાય) આચારાંગ સૂત્રમાં યદચ્છાવાદી મતની ચર્ચા કરતાં કહેવામાં આવ્યું છે કે “આ મતને માનનારા એવું કહે છે કે જયારે કોઇ રોગી દવા લે છે ત્યારે તેને એવો વિચાર નથી હોતો કે આ દવા મારો રોગ મટાડશે જ. અને તેવી જ રીતે દવાને પોતાને પણ એવું નથી હોતું કે હું આનો રોગ મટાડીશ. પરંતુ રોગીનું દવાનું લેવું અને રોગનો નાશ થવો તે જેમ સાહજીક છે. તેવી જ રીતે આ જગતમાં જન્મ, મરણ, ઘડપણ વગેરે સાહજીક અવસ્થાઓ છે. તેમાં કર્મ વગેરે અન્યોને પ્રેરક તરીકે માનવાની જરૂર નથી.” આરસરળ - અનુરારા (જ.) (દોષથી પીડાતા જીવનું શરણ) સ્તોત્રો, સ્તવનો, સૂત્રો વગેરેમાં પરમાત્મા માટે અનેક વિશેષણો વાપરવામાં આવેલા છે. તે બધામાં પરમાત્માનું એક ઉપનામ આતુરશરણ પણ છે. આ જગતમાં ભાવરોગોથી કે આંતરિક દોષોથી પીડાતા જીવો માટે પરમાત્મા શ્રેષ્ઠ ઔષધાલય છે. અને ગુરુદેવ તેના વૈદ્ય છે. જે જીવ તેમનું શરણું સ્વીકારે છે, તેના દોષો એકાંતે નાશ પામ્યા વિના રહેતા નથી. * આદુ મરા () (પીડામાં પૂર્વક્રિયાનું સ્મરણ કરવું તે) સાધુ માટે પૂર્વની સાંસારિક ક્રિયા કે કર્મબંધ કરાવનારી ક્રિયાનું સ્મરણ વજર્ય કહેલું છે. તેમ કરવાથી તેઓના ચારિત્રજીવનમાં અતિચાર લાગે છે એવું શાસ્ત્રકથન છે. જેમ ઉપવાસમાં કે બિમારીમાં ઇચ્છિત આહારના અભાવમાં પૂર્વના કાળમાં કેવી મજાથી તે મેળવતા હતાં અને તેનું ભક્ષણ કરતાં હતાં. વગેરે સ્મરણ કરવું તે આતુરસ્મરણ છે. જેમ સાધુ માટે આતુરસ્મરણનો નિષેધ છે તેવી જ રીતે સામાયિક, પૌષધમાં રહેલ તથા શ્રાવકના બાર વ્રત સ્વીકારેલ શ્રાવકને પણ નિષેધ કરેલો છે. ઉત્ન - મલ્ફિન (f) (1. આકુળ-વ્યાકુળ 2. વ્યાપ્ત, ફેલાયેલ 3. પ્રચૂર, ભરપૂર 4, વ્યગ્ર, ક્ષોભ પામેલ) સૂયગડાંગ સૂત્રમાં કહેલું છે કે “જ્યારે સાધુ રસ્તામાં વિહાર કરતો હોય ત્યારે રસ્તામાં જ્યાં પણ સૂર્ય અસ્ત થઇ જાય તે સ્થાને
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy