________________ કિરામ -- આયુરિધામ (g.) (આયુષ્ય કર્મનો સ્વભાવ) આયુષ્ય પરિણામ એટલે આયુષ્ય કર્મનો પોતાનો સ્વભાવ-શક્તિ. આયુષ્યકર્મના બંધ કે ઉદયના પ્રતાપે જીવને જે અવસ્થા પ્રાપ્ત થાય છે, તેને આયુષ્યપરિણામ કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં નવમાં સ્થાનના તૃતીય ઉદેશામાં કુલ નવ પ્રકારના આયુષ્ય પરિણામ કહેલા છે. 1. ગતિ પરિણામ 2. ગતિબન્ધન પરિણામ 3. સ્થિતિ પરિણામ 4. સ્થિતિબન્ધન પરિણામ 5. ઉર્ધ્વગારવ પરિણામ 6. અધોગારવ પરિણામ 7, તિર્યગ્ગાર પરિણામ 8, દીર્ઘગારવ પરિણામ અને 9, હ્રસ્વગારવ પરિણામ. મદુત - જદુત (ઉ.) (જયાં આગળ પાણીની બહુલતા હોય તેવું) આજનું સાયન્સ કહે છે કે આપણી પૃથ્વીના ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જ જમીન . જેની અંદર આખું વિશ્વ સમાઇ જાય છે. એટલે કે આપણી પૃથ્વી જલબહુલ છે. આ વાત આપણા શાસ્ત્રમાં પણ કહેલી છે. આપણે જે લાખ યોજનપ્રમાણ જંબુદ્વીપમાં રહીએ છીએ તેની ચારેય બાજુ ફરતો બેલાખ યોજનાનો લવણ સમુદ્ર આવેલો છે. એટલે જેટલો દ્વીપ છે તેનાથી ડબલ જલબહુલ સમુદ્ર છે. પદુડે - અશ્વદુનાઇs (1) (જલપ્રચુર રત્નપ્રભા નરકનો તૃતીય કાંડ) આપણે જે મધ્યલોકમાં રહીએ છીએ તેની નીચે અધોલોક એટલે કે સાત નરક આવેલી છે. તેમાં પ્રથમ નરકનું નામ રત્નપ્રભા છે. શાસ્ત્રમાં કહેલું છે કે એક લાખ એંસી હજાર પ્રમાણ નરકના કુલ ત્રણ કાંડ અર્થાત્ વિભાગ કરવામાં આવેલા છે. તેમાં સોળહજાર પ્રમાણ પ્રથમ કાંડ સોળ પ્રકારના રત્નમય છે. ચોર્યાસી હજાર પ્રમાણ દ્વીતીય કાંડ કાદવથી પૂર્ણ છે. અને એંસીહજાર પ્રમાણ તૃતીય કાંડ ચારેય બાજુ જલથી વ્યાપ્ત છે. (આયુષ્યનો ભેદ, આયુષ્યનો નાશ) જેના નિમિત્તે આયુષ્યનો નાશ થાય તેને આયુષ્યભેદ અથવા આયુષ્ય નાશક કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં આયુષ્યનો ભેદ કરનારા આવા સાત પ્રકાર બતાવેલા છે. 1. અધ્યવસાય નિમિત્ત 2. આહાર૩. વેદના 4. પરાઘાત 5. સ્પર્શ 6. શ્વાસ અને 7. ઉચ્છવાસ. માય - ઝાપુ (2) (આયુષ્ય કર્મ, જીવન) * માવુક્ર (કું.) (નાટકની ભાષામાં પિતા, જનક) પોતાના પરિવારનું, સંતાનોનું અહિત થતું રોકે તે ખરા અર્થમાં જનક કહેવાય. મહારાજા કૃષ્ણ આવાજ સાચા અર્થમાં એક પિતા હતાં. તેમની દીકરીઓ જ્યારે લગ્નને લાયક થઇ જાય ત્યારે તેઓ તેમને પોતાની પાસે બોલાવીને પૂછતાં કે બોલ તારે રાણી થવું છે કે દાસી? કઈ રાજકુમારી દાસી થવાનું પસંદ કરે ? એટલે તરત ઉત્તર આપતી કે રાણી. એટલે કષ્ણરાજા કહેતાં કે જો તારે રાણી થવું હોય તો ભગવાન નેમિનાથ પાસે જા. તેઓ તને આખા જગતની રાણી બનાવશે. લગ્ન કરીશ તો માત્ર એક કે બે રાજ્યની મહારાણી કહેવાઇશ. જ્યારે દીક્ષા લઇશ તો આખું જગત તારી આજ્ઞા શિરોધાર્ય કરશે.અને તું મોક્ષગતિ પામીને અનાદિકાળ સુધી સિદ્ધશિલાની મહારાણી બનીને રહીશ. આ વાત સાંભળીને વિચારજો કે શું આપણે ખરા અર્થમાં આપણાં સંતાનોના માતા-પિતા છીએ? आउयपरिहाणि - आयुष्कपरिहानि (स्त्री.) (આયુષ્યનો ક્ષય, પ્રતિક્ષણ આયુષ્યનું ઘટવું તે) 2347