SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવું જરૂરી છે. અન્યથા અકસ્માત થતાં વાર નહીં લાગે. આથી જ હાઈવે પર એક શ્લોગન લખવામાં આવે છે. “નજર હટી દુર્ઘટના ઘટી બસ આવું જ કંઈક આપણા જીવનનું છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે તમે જે બોલો છો, તમે જે વિચારો છો અને તમે જે કરો છો તે ઉપયોગ પૂર્વક અને સાવધાની સાથે કરો છો કે નહીં તેનું ધ્યાન રાખજો. કારણ કે તમારા તે વિચાર, વાણી અને વર્તન ભવિષ્યમાં તમને વ્યાજ સાથે પાછા મળી શકે છે. * Hવનંત (3) (1. સન્મુખ કરેલ 2. આપેલ 3. ત્યજેલ 4. નીચે કરેલ) आउज्जियकरण - आवर्जितकरण (न.) (કેવલી સમુદ્યાતની પૂર્વે કરતો શુભ વ્યાપાર) ચાર અઘાતી કર્મોને સમસ્થિતિવાળા કરવા માટે કેવલી મુઘાત કરવામાં આવતો હોય છે. પરંતુ તે સમુદ્યાત કરવાની પૂર્વે કેવલીભગવંત સૂક્ષ્મ અને બાદર મનવચનકાયાના જે શુભવ્યાપાર કરે છે તેને આવર્જિત કરણ કહેવામાં આવે છે. મrafજા - માનિ (a.) (ક્રિયા, વ્યાપાર) आउज्जियाकरण - आयोजिकाकरण (न.) (શુભ વ્યાપારવિશેષ, મનવચનકાયાની શુભપ્રવૃત્તિ) મામ્બીશરન - અવનર (7) (શુભ વ્યાપારવિશેષ, કેવલીસમુદ્રઘાત પૂર્વે કરવામાં આવતો વ્યાપાર) કમ્મપયડી શાસ્ત્રમાં આવર્જીકરણની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે. કેવલીસમુઠ્ઠાત કરવાની ઇચ્છાવાળા જીવ સમુદ્યાત પૂર્વે મારે હવે કેવલીસમુદ્ધાત કરવો છે. એવા ઉપયોગપૂર્વક ઉદયાવલિકામાં તઘોગ્ય કર્મોનો તેમાં પ્રક્ષેપ કરે અર્થાતુ સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરવા જે મનવચનકાયાનો શુભવ્યાપાર કરે તેને આવર્જીકરણ કહેવાય છે. તેનો કાળ શાસ્ત્રમાં અંતર્મુહૂર્તન કહેલો છે. આવો વ્યાપાર કર્યા બાદ કેવલી ભગવંત કેવલી મુદ્દઘાતને કરે છે. મનોવા - ઝવ્યો નન () (જલયંત્રનું જોડવું) ઓશનિયુક્તિમાં કહેલું છે કે “સાધુએ સવારનું પ્રતિક્રમણ તથા વિહાર મૌનપૂર્વક કરવા. શબ્દોના ઉચ્ચારણ પૂર્વક મોટેથી કરવું જોઈએ નહીં. કેમકે તેવું કરવાથી સંસારી જીવો જાગી જાય અને ઉઠીને તે જીવ ખેતરમાં પાણી આપવા માટે વગેરે કારણો સર જીવહિંસક યંત્રાદિનો પ્રયોગ ચાલુ કરી દે, તો તે જીવહિંસાનો દોષ સાધુને લાગે છે. જ્યારે સાધુ તો સર્વથા પ્રાણાતિપાતવિરમણ વ્રતના ધારક હોય છે. આથી શ્રેષ્ઠ જીવદયા પ્રતિપાલક શ્રમણે પ્રાતઃકાલીન ક્રિયા મૌનપૂર્વક કરવી જોઇએ.’ માઉટ્ટ - માફટ્ટ (ઈ.) (કરવું, કરણ) નિશીથચૂર્ણિના તૃતીય ઉદ્દેશામાં આઉટ્ટનો અર્થ કરતાં લખ્યું છે કે મારૂત્તિ નામ ઋતિઅર્થાત્ આઉટ્ટ શબ્દનો અર્થ કરવું એમ કરવો. * માફ (!) (છેદવું, હિંસા કરવી, પ્રાણીના અવયવોની છેદનભેદનરૂપ ક્રિયા) વિશ્વમાં અનેક પ્રકારના ધર્મો છે. તે દરેક ધર્મની એક અલગ માન્યતા છે. તેને સિદ્ધ કરવા માટે તેના પર કેટલાય ગ્રન્થો લખાયા હોય છે. દરેક ધર્મ બીજા ધર્મથી કંઇક અલગ કથન કરતો હોય છે. અલગ અલગ કથન કરતાં ધર્મો એક વાત તો સર્વ સહમત થતાં હોય છે. તે કહે છે કે તમે બીજાનું તમારા પ્રત્યેનું જેવું વર્તન પસંદ નથી કરતાં. તેવી પ્રવૃત્તિ તમારે પણ બીજા માટે કરવી જોઈએ 228
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy