________________ આયુષ્યકર્મ કારણભૂત છે. અર્થાત્ દેવ, મુષ્ય, તિર્યંચ અને નારક આ ચારેય ગતિમાં રહેલા તે તે જીવો સંપૂર્ણ ભવ પર્યત જેટલા કાળ સુધી જીવંત રહે છે. તેમાં આયુષ્યકર્મ મુખ્ય કારણ છે. કેમકે આયુષ્યકર્મનો સ્વભાવ જ એવો છે કે તે જેટલા પ્રમાણમાં બંધાયુ હોય તદનુસાર તેનું ફળ આપનારું હોય છે. આ વાત બાકીના સાત કર્મો માટે પણ લાગુ પડે છે. માવાય - ૫શ્નાયિજ઼ () (અષ્કાયના જીવ, પાણી છે શરીર જેનું તેવા જીવ) મા ક્ષય - મન્ના (ઈ.) (અકાયના જીવ, પાણીના જીવ) આજના સાયન્સ લેબોરેટરીમાં વર્ષો સુધી મહેનત કર્યા પછી, જાહેર કર્યું કે પાણીની અંદર મનુષ્યની જેમ હલન-ચલન કરતાં અસંખ્ય સૂક્ષ્મ જીવો રહેલા છે. તેને તેઓ બેક્ટરીયા તરીકે જણાવે છે. ડોક્ટરો કહે છે કે પાણીમાં રહેલા બેક્ટરીયાની અસર માણસના શરીર પર વિપરીત પડે છે. આથી તેને ઉકાળીને અને ગાળીને પીવું જોઇએ. જ્યારે પરમાત્મા મહાવીર સાયન્સથી એક કદમ આગળ ચાલીને કહે છે કે ભાઈ પાણીમાં અસંખ્ય જીવો છે એટલું નહીં, પાણી સ્વયં એક જીવ છે. અર્થાત પાણીમાં રહેલા જીવો તે અલગ છે અને પાણી પોતે જીવસ્વરૂપ છે તે એક અલગ બાબત છે. આથી જીવદયાના હેતુએ બને એટલો પાણીનો ઓછો ઉપયોગ કરવો જોઇએ, એવો ઉપદેશ કરેલ છે. आउक्कायविहिंसग - अप्कायविहिंसक (त्रि.) (અષ્કાયના જીવની વિરાધના કરનાર, પાણીના જીવોને હણનાર) જીવવિચારાદિ ગ્રંથોમાં કહેલું છે કે પાણી બે પ્રકારે હોય છે સચિત્ત અને અચિત્ત. અચિત્ત એટલે જેમાં જીવ વિદ્યમાન નથી તેવું પાણી અને જે પાણીમાં સતત અસંખ્ય જીવોનું જન્મ અને મરણ ચાલુ છે તે જલ સચિત્ત છે. કાચુ પાણી વાપરવાથી કે પીવાથી અસંખ્ય જીવોની હિંસાનું પાપ લાગે છે. જયારે તે જ પાણીને ગરમ કરીને ઉકાળીને વાપરવાથી તે પાણીમાં રહેલા જીવો એકવાર મૃત્યુ પામ્યા પછી ફરીવાર ઉત્પન્ન થતાં નથી. અને તેવા પાણીને વાપરવામાં અલ્પ દોષ રહેલો છે. આથી જ તપસ્વીઓ, શ્રમણો, શ્રમણીઓ તથા શ્રાવકો પાણીને ઉકાળીને જ વાપરે છે. ઝાકક્ષાત - યુતિ (કું.) (મૃત્યુ, મરણ) વૈરાગ્ય શતક ગ્રન્થમાં લખેલું છે કે આ સંસારમાં રહેલા જીવની પાછળ સતત ત્રણ ચોરો લાગેલા છે. તેમનું નામ છે રોગ,. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. આ ત્રણેય ચોરોથી ઘેરાયેલો જીવ સતત બચવાના પ્રયત્નો કરે છે. પરંતુ અફસોસ કે તેણે કરેલા બધા જ ઉપાયો આ ચોરોની પાસે કારગત નથી નિવડતા.” આથી જ ધર્મ કહે છે કે જો આ ત્રણેયથી બચવું હોય તો જિનેશ્વર ભગવંતનું શરણું લો. તેમની શરણે આવેલા જીવનું આ ત્રણેયમાંથી કોઇ કાંઇ જ બગાડી શક્યું નથી. આવ+gય - ગાયુ(કું.) (આયુષ્ય કર્મનો ક્ષય, આયુષ્ય કર્મના પુદ્ગલોનો નાશ થવો) કાળ નામક તત્ત્વ પોતાની ગતિથી સદૈવ એક જ પ્રવાહમાં વહે છે. તેમાં વર્ષો, મહિના, દિવસો, કલાકો, મિનિટો વગેરે જે ભેદો પડેલા છે. તે માનવ સર્જીત છે. બાકી કાળ તો એક જ રીતે પસાર થયે રાખે છે. તેમાં કોઇ જ ફરક નથી આવતો. ફરક આવે છે તો આપણા આયુષ્યમાં કાળ જેમ જેમ પસાર થતો જાય છે. તેમ તેમ આપણા આયુષ્ય કર્મનો પણ ક્ષય થયે રાખે છે. ગમે તેવો સમર્થ પુરુષ પણ તેમાં કોઇ જ ફેરફાર કરી શકતો નથી. આથી જ જ્યારે ઇન્દ્રએ ભગવાન મહાવીરને એક ક્ષણ આયુષ્ય વધારવાનું કહ્યું ત્યારે પ્રભુ બોલ્યા કે હે ઇન્દ્ર ! સ્વયં તીર્થંકરો પણ પોતાનું ક્ષય પામેલું આયુષ્ય વધારવા માટે સમર્થ નથી. આવરમ - મયુઃખ (જ.) (આયુષ્યનું પાલન, જીવન) આચારાંગ સૂત્રમાં લખેલું છે કે “જે જીવ પોતાના આત્મનું કલ્યાણ જાણે છે તેને પંડિત પુરુષોએ તુરંત શિક્ષિત કરવો.” અર્થાત જે 226