________________ મારા - માનસ (ત્તિ.) (યુદ્ધને જીતનાર, સંગ્રામ વિજેતા) જગત આખું બાહ્ય યુદ્ધમાં વિજય મેળવનાર પુરુષને વિજેતા માને છે. તેમની માન્યતા પ્રમાણે બાહુબળે દુશ્મનને મારનાર, તેને પરાસ્ત કરનાર વ્યક્તિ શૂરવીર છે. કિંતુ લોકોત્તર પુરુષ પરમાત્મા મહાવીર કહે છે કે ખરી શૂરવીરતા કોઈને મારવામાં કે તેને હરાવવામાં નથી. ખરી શૂરવીરતા તો કોઈને માફી આપવામાં છે. તેમજ બાહ્ય જગતને તો કોઈપણ જીતી શકે છે. પરંતુ સાચો વિજેતા તે છે જે ક્રોધ, ઈર્ષા, માયા, લોભ, અહંકાર વગેરે પોતાની અંદર રહેલા શત્રુઓને હરાવે. ખરુ યુદ્ધ તો તમારા અંતરંગ શત્રુ સાથે હોવું જોઇએ. તેને જે હરાવે તે જ ખરા અર્થમાં યુદ્ધવિજેતા છે. માત - સાર્વત્રિ (પુ.) (પાનને ઘૂંકવું, તાબૂલ સંબંધિ થુંકવું અથવા કોગળો કરવો) શાસ્ત્રમાં જિનાલયની કુલ ચોર્યાસી આશાતના કહેવામાં આવી છે. આશાતના એટલે અપમાન, ઉપેક્ષા, અનાદર. જગતપૂજય એવા અરિહંતની જ્યાં ઉપાસના કરવામાં આવતી હોય તેવા જિનાલયમાં કેટલાક કૃત્યો આચરવાના હોય છે. તેમ કેટલીક પ્રવૃત્તિઓ ત્યાગવાની પણ હોય છે. તે ચોર્યાસી આશાતના અંતર્ગત એક આશાતના છે કે મોઢામાં પાન, તમાકુ, ગુટખા વગેરે રાખીને જિનાલયમાં પ્રવેશ કરવો અથવા તે દ્રવ્યોની પિચકારી મારીને સ્થાનને બગાડવાથી તીર્થકર ભગવંતનો અનાદર થાય છે. અને તેનાથી નરકાદિ યોગ્ય ઘોર પાપકર્મનો બંધ થાય છે. आईवमाण - आदीप्यत् (त्रि.) (પ્રકાશ્યમાન, તેજસ્વી) માર -6 ( .). (1, જલ, પાણી, પંચમહાભૂતમાંનું એક 2. તે નામનું એક નક્ષત્ર 3. તે નામે એક દેવ) હવા, પાણી અને ખોરાકને જીવન જીવવા માટેના આવશ્યક સાધન માનવામાં આવે છે. આજે આખુ જગત પાણીને લઈને ચિંતિત છે. તેના માટે ઘણી બધી સંસ્થાઓ પાણી બચાવોનું અભિયાન લઇને જાત જાતના પ્રોગ્રામો કરતા હોય છે. આજે ભલે ઘણા બધા લોકો એવો દાવો કરતા હોય કે પાણી માટેની ઝુંબેશ અમે ચલાવીએ છીએ કે તેના માટેના પ્રયત્નો અમે કરીએ છીએ. પરંતુ આજથી 2500 વર્ષ પૂર્વે પરમાત્મા મહાવીર દેવે પોતાના ઉપદેશમાં કહેલું છે કે પાણીનો ઉપયોગ જરૂરિયાત હોય તેટલો જ કરો. તેને ક્યારેય પણ બગાડ ન કરો. પાણીને ઘીની જેમ વાપરો. તેમાં કારણ એ હતા. એક જૈનધર્મ પાણીને જીવ માને છે તેથી કરવાથી જીવોની રક્ષા થાય તથા બીજું પાણીનો ઓછો બગાડ થવાથી ક્યારેય વ્યવહારિક જીવન પાણીની અછતના કારણે આપત્તિમાં ન મૂકાય. * માતુ (કું.) (તરાપો) * મલ્ફિ (T) (ઈ.) (ઇચ્છા, અભિલાષા) ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં વ્યક્તિ ઘણો જ પ્રેક્ટિકલ થઇ ગયો છે. તેને ખબર હોય છે કે તેને શું જોઇએ છે. તેના માટે તે લક્ષ્યાંકો નક્કી કરતો હોય છે. આટલા સમયમાં આટલું તો જોઇએ જ. આટલી સિદ્ધિઓ તો હાંસિલ થઇ જ જવી જોઇએ. અને તેના માટે તે સતત દોડતો પણ રહે છે. તેમાંની કેટલીક ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને કેટલીક અધૂરી રહી જાય છે. કારણકે ઇચ્છાઓ તો ઘણી હોય છે. પરંતુ આયુષ્ય ઓછું પડી જાય છે. આથી જ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે વ્યક્તિઓનું આયુષ્ય ખૂટી જાય છે. પરંતુ માણસની ઇચ્છાઓ ક્યારેય ખૂટતી નથી. * માથુ () (આઠ કર્મમાંનું એક, આયુષ્યકર્મ, જીવન, વય) 2240