SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ * સૂર્ણ (6) (1. આકર્ષણ 2. ખેડાણ) ટ્ટ - તિક(જ.) (1. અતિક્રમણ કરીને રહેલું, અધિષ્ઠિત 2. ઉત્કષી) * f g (1) (1. આજ્ઞા આપવી, આદેશ કરવો, પ્રેરણા કરવી 2. ઉપદેશ આપવો 3, અધિષ્ઠિત, આવિષ્ટ) શાસ્ત્રમાં મોહની કર્મને મદિરાની ઉપમા આપવામાં આવેલી છે. જેમ દારૂ પીધેલો પુરુષ દારૂના નશામાં પોતે શું બોલે છે, શું કરે છે તેનું કંઇપણ ભાન રહેતું નથી. તેવી જ રીતે નશ્વર અને દુર્ગતિદાયક ભૌતિક પદાર્થોમાં મોહનીય કર્મથી અધિષ્ઠિત જીવ અત્યંત હાસ્યાસ્પદ અને બાલિશ વર્તન કરતો હોય છે. જ્ઞાની ભગવંતોની દૃષ્ટિએ તે જીવ નિંદનીય નહીં અપિતુ દયાને પાત્ર હોય છે. મા - માલિણિ (સ્ત્ર.) (ધારણા, વિચાર). ષોડશક ગ્રંથમાં બાલ, મધ્યમ અને પંડિત એમ ત્રણ પ્રકારના જીવો બતાવેલા છે. તેમાં બાલ જીવ માત્ર બાહ્યવંશને જ જોનારો હોય છે. સાધુનો વેશ હોવા માત્રથી વંદનીય છે. બીજું કાંઈ જ તે જોતો નથી. મધ્યમ જીવ સાધુના આચારોનો આલોચક હોય છે. સાધુ વેશની સાથે સાધુના આચારોનું પાલન છે કે નહીં તેના આધારે તે સાધુ વંદનીય કે અવંદનીયની ધારણા બાંધનારો હોય છે. જયારે પંડિત જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરે પાસાઓને જોઈને સાધુના આત્મભાવોનું નિરીક્ષણ કરીને શ્રમણની પૂજા કરનારો હોય છે. મા- માત્મ(સ્ત્રી) (આત્માની શક્તિ, આત્મસામર્થ્ય, આત્મલબ્ધિ) બાવીસમાં તીર્થપતિ નેમિનાથની સભામાં ત્રિખંડાધિપતિ કુષ્ણવાસુદેવના નાના ભાઈ શ્રમણ ઢંઢણે પ્રતિજ્ઞા લીધી કે હે પ્રભુ જ્યાં સુધી મને મારી આત્મલબ્ધિના બળે ભિક્ષા ન મળે ત્યાં સુધી મારે આહાર વાપરવો નહીં. સ્વયં નેમિનાથ ભગવાને કહાં કે ઢંઢણર્ષિ તમારું અંતરાય કર્મ તીવ્ર છે માટે આવી પ્રતિજ્ઞા કરવી રહેવા દો. છતાં પણ કર્મક્ષયના વાંછુક ઋષિ ટસના મસ ન થયા. એકવાર કૃષ્ણને ઢંઢણ ઋષિને વંદન કરતા કોઇ શેઠે જોયા અને બહુમાન થવાથી સાધુને લાડવાનું દાન કર્યું. ઋષિમુનિએ પ્રભુને લાવેલ ભિક્ષા બતાવી અને જ્યારે ખબર પડી કે ભિક્ષા તમારી આત્મલબ્ધિએ નહીં કિંતુ કૃષ્ણના કારણે મળી છે. ત્યારે બધા લાડવાનો ચૂરો કરીને પરઠવતા તેઓએ કર્મક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. સાત્રિ - માત્મ#િ (કિ.). (આત્મલબ્ધિ સંપન્ન, આત્મસામર્થ્યને પામેલ) માદિ - મરનાથ (કું.) (ઋષભદેવ, પ્રથમ તીર્થકર, આદિનાથ પ્રભુ) મ યંક - વિનિWO ()? (પુલાલબ્ધિવાન્ સાધુ). આ શબ્દ પુલાકલબ્ધિના ધારક સાધુ માટે વાપરવામાં આવ્યો છે. માફળ - જf (3) (1, વ્યાપ્ત. સંકીર્ણ, ખીચોખીચ ભરેલ 2. જાતિ આદિથી શુદ્ધ ગુણવાનું ઘોડો 3. વિનયવાનું પુરુષ 4. જ્ઞાતા સૂત્રનું ૧૭મું અધ્યયન). આજે ગામડાઓ તુટીને મોટા મોટા શહેરો બન્યા છે. શહેરમાં માણસના ચાલવા અને ફરવા માટે ગલીઓ, રસ્તાઓ મોટા બન્યા
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy