________________ શાસ્ત્રમાં કહેલ છે કે ઘરમાં આવેલ નવા બાળકને જેટલી કાળજીથી અને માવજતથી તમે સાચવો છો. તેટલી જ કાળજી નવા ધર્મ પામેલ આત્મા પ્રત્યે પણ રાખવી. જેમ નાના બાળકને પ્રેમથી સમજાવટ પૂર્વક તેને નવું નવું શીખવીએ છીએ. તેમ નૂતન શ્રાવક જો પૂજા કે અનુષ્ઠાનમાં ભૂલ કરતો દેખાય, તો તેને ઉતારી પાડવાના બદલે પ્રેમથી પ્રિયવચનથી સાચી વિધિનું જ્ઞાન આપવું જોઈએ. જે જીવ બીજાને ધર્મ પમાડવામાં સહાયક બને છે. તે ભવાંતરમાં તીર્થકર નામકર્મનું પુણ્ય ઉપાર્જિત કરે છે. अहिणिबोह-अभिनिबोध (पु.) (જ્ઞાનનો એક પ્રકાર, મતિજ્ઞાન) ચૌદ રાજલોકવાર્તા પ્રત્યેક જીવને પાંચ જ્ઞાનમાંથી ઓછાવત્તા અંશે કોઈને કોઈ જ્ઞાન ઉપસ્થિત હોય જ છે. યાવત્ત સૂક્ષ્મ નિગોદમાં રહેલ જીવને પણ અક્ષરનો અનંતમાં ભાગ જેટલું મતિજ્ઞાન તો નિયમ હોય છે. તે જ્ઞાન પછી સજ્ઞાનરુપે હોય કે પછી અજ્ઞાનરુપે હોય. જ્ઞાનપંચમીના દિવસે આપણે જ્ઞાનની પૂજા કરીએ છીએ. કિંતુ શું તે જ્ઞાનના ધારક પ્રત્યેક આત્માનું કોઈ દિવસ બહુમાન કર્યું છે ખરા? જો તમે જ્ઞાનને ધારણ કરનાર આત્માનું બહુમાન કરશો. તો જ્ઞાનનું પણ આપોઆપ બહુમાન જ ગણાશે. મહેબુ-મર (રિ.) (નિપુણ, જાણકાર, પંડિત) હિત-ગમતd (a.) (અત્યંત પીડા પામેલ, સંતાપિત, સંતાપ પામેલ) આજના જમાનાની એક પરંપરા બની ગઈ છે. દિવાળીમાં સાલમુબારક કરશે. ક્રિસમસમાં હેપ્પી ન્યુયર કરશે. સંવત્સરીમાં એકબીજાને મિચ્છામી દુક્કડ કરશે. પરંતુ આ બધુ જે સંબંધિ હોય. પોતાને ઓળખતા હોય. પંચેન્દ્રિય જીવ હોય તેમની સાથે જ આ બધું કરવાનું હોય છે. કિંતુ જાણતા અજાણતા જે વનસ્પતિના જીવ, પાણીના જીવ, વાયુકાયના જીવ, અગ્નિના જીવ કે પૃથ્વીકાયના જીવોને સંતાપ્યા છે. જેઓ આપણાથી પીડા પામેલ છે. તેવા જીવોને બે હાથ જોડીને સાચા હૃદયથી ભાવથી ક્ષમાપના માંગી છે ખરી? શું તે જીવોની ક્ષમાપના માંગવાનું આપણું કર્તવ્ય નથી ? હિરા-મૂત્ર () (ભણીને, પઠન કરીને) હિંદુંધર () (સર્પદેશ) રત્નાકાર પચ્ચીસીમાં લોભને સર્પની ઉપમા આપવામાં આવેલ છે. કેમ કે સર્પદંશથી ઘાયલ પુરુષ જેમ બચી શકતો નથી. તેમ લોભીરૂપ સર્ષથી ગ્રસિત વ્યક્તિ કોઈ પણ ઉપાય બચી શકતો નથી. પેલો સર્પનો દંશ તો વ્યક્તિને એક જ વાર મારે છે. જ્યારે લોભસર્પનો દંશ જીવને ભવોભવ મારે છે. અર્થાત અનંતા ભવો સુધી રઝળાવે છે. अहिट्ठाइ-अधिदष्टादि (त्रि.) (સર્પદંશ આદિ) હૈયRUT-fwથRI (સ્ત્ર.) (સહારો આપવાની ક્રિયા, દૃઢતા, સ્થિરતા) મહિષ વુમ-પદ (થા). (ગ્રહણ કરવું, સ્વીકારવું) સંસારમાં કઠિનાઈ એ નથી કે સામેવાળી વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી શકતો નથી. અથવા આપણી વાત સમજી શકતો નથી. તકલીફ તો એ છે કે જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે, તેને આપણે સ્વીકારી શકતાં નથી. જે વ્યક્તિ કે સંજોગો પ્રાપ્ત થયા છે, તેને ગ્રહણ કરવામાં તમને તકલીફ પડે છે. માટે જ સમસ્યાઓ સર્જાય છે. એકવાર પરિસ્થિતિઓને તમારા પ્રમાણે બદલવાને બદલે પરિસ્થિતિને અનુસાર તમે બદલાઈ જાઓ. પછી જુઓ કેવો ચમત્કાર થાય છે. જીવનમાં કોઈપણ જાતની સમસ્યા જ નહીં રહે. 201 -