________________ ગ્રન્થને પણ પ્રમાણિત કરવાની જરૂરત નથી લાગતી. સૂર્ય ખુદ પ્રકાશિત છે. તેમ ગ્રન્થરાજ સ્વયમેવ જ પ્રમાણિત છે. તો પણ તેમની વિશેષતાઓને પ્રસ્તુત કરવાનું અપ્રાસંગિક નથી લાગતું. | ‘અભિધાન રાજેન્દ્ર’ અર્ધમાગધી પ્રાકૃત્ત ભાષાનો કોષ છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રાકૃત્ત લોકભાષા હતી. ભગવાને મહાવીરે આ ભાષામાં લોકોને ધર્મનો મર્મ સમજાવ્યો. આ જ કારણથી આગમોની રચના અર્ધમાગધી અને પ્રાકૃત્ત ભાષામાં થઈ. આ મહાકોષમાં પૂજ્ય ગુરુદેવે પ્રાકૃત્ત શબ્દોનો મર્મ ‘અ' કારાદિ ક્રમે સમજાવ્યો છે. પ્રાકૃત્ત શબ્દનો અર્થ કરતી વખતે તેનું સંસ્કૃતરૂપ લિંગ, વ્યુત્પતિનું પણ જ્ઞાન કરાવ્યું છે. સાથે સાથે તે અર્થનો સંદર્ભ પણ પ્રસ્તુત કર્યો છે. આ કોષમાં વૈજ્ઞાનિકતાની સાથે સાથે વ્યાપકતા પણ છે. જૈન ધર્મદર્શનનો કોઈ પણ વિષય આ કોષથી અછૂતો રહ્યો નથી. આ કોષમાં સ્યાદવાદ, ઈશ્વરવાદ, સઢનય, સપ્તભંગી, ષડ્રદર્શન, નવતત્ત્વ, અનુયોગ, તીર્થપરિચય આદિ સમસ્ત વિષયોની પ્રમાણ જાણકારી છે. સત્તાવાન સંદર્ભગ્રન્થો આ કોષમાં સમાવિષ્ટ છે. વૈજ્ઞાનિકતા અને વ્યાપકતાની સાથે સાથે આ કોષ સુવિશાલ છે. સાત ભાગોમાં પ્રકાશિત આ વિશ્વકોષ 10560 પાનાઓમાં વિસ્તારિત છે. આ કોષમાં ધર્મ-સંસ્કૃત્તિ સંબંધી 60 હજાર શબ્દ અર્થ સહિત વ્યાખ્યા કરાયેલા છે. તેને પ્રમાણિત કરવા માટે ચાર લાખ શ્લોકો ઉધ્ધત કરવામાં આવ્યા છે. કોઈ એક માણસ આ ગ્રન્થને એકલો ઉપાડવાનું સાહસ કરતાં પહેલા વિચારજો. આ મહાગ્રન્થના પ્રારંભિક લેખનની પણ એક અલગ કથા છે. જે સમયમાં આ ગ્રન્થ લખાયો હતો, તે સમયમાં લેખન સાહિત્યનો પૂર્ણ વિકાસ થયો ન હતો. પૂજ્ય ગુરુદેવે રાત્રિના સમયમાં ક્યારે પણ લેખનકાર્ય કર્યું નથી. કહે છે કે કપડાના નાના ટુકડાઓને સાહીથી ગીલી કરી તેના પર કલમ ગીલી કરી લખતા હતા. એક જ સ્થાન પર બેસીને આ ગ્રન્થ લખ્યો નથી. 13aaaa વર્ષમાં ચાતુર્માસ સિવાયના સમયમાં વિહાર કરતા હતા. માલવા, મારવાડ, ગુજરાતના પ્રદેશોમાં ઉગ્ર વિહાર કરીને પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન આદિ અનેક ધાર્મિક અનુષ્ઠાનો સંપન્ન કર્યા. જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને તૃપ્ત કરી પ્રતિપક્ષીઓ દ્વારા મળેલા માનસિક સંતાપને પણ સહન કર્યો. સાથે સાથે ધ્યાન-તપસ્યા તો ચાલતી જ હતી. એવી વિષય પરિસ્થિતિમાં આ મહાન ગ્રન્થનું નિર્માણ કર્યું છે. 13aaaa વર્ષમાં એક જ વ્યક્તિ દ્વારા આ ‘વિશ્વકોષ'નું નિર્માણ થવું એ આશ્ચર્ય છે. વિશ્વપુરુષ જ આ કાર્ય કરી શકે. શ્રીમદ્ વિજય યશોદેવસૂરિજી મહારાજ ‘અભિધાન રાજેન્દ્ર અને તેના કર્તા પ્રતિ પોતાના ભાવોલ્લાસ પ્રગટ કરતાં લખે છે કે આજે પણ ‘અભિધાન રાજેન્દ્રકોષ’ મારો નિકટત્તમસહોદર છે. સાધનોના અભાવમાં આ મહાન કાર્ય સંપન્ન થયું, આ કોષનું અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતના ભગીરથ પુણ્ય પુરુષાર્થની આગળ ઝૂકી જાય છે, વીસમી સદીની અસાધારણ ઘટના કઈ છે તો મારી નજર આ વિશ્વકોષ તરફ જાય છે. અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતના ભગીરથ પુણ્ય પુરુષાર્થની આગળ ઝૂકી જાય છે. - આ વિશ્વકોષને પુનઃ પ્રકાશિત કરવાની વિચારણા અને દક્ષિણ તરફ વિહાર બન્ને એક સાથે પ્રારંભ થયા. મુંબઈ ચાતુર્માસમાં અનેક મુનિભગવંતો અને વિદ્વાનો સાથે વાર્તાલાપ થયો. જે પણ મળ્યા બધાનો એક જ સૂર હતો, “અભિધાન રાજેન્દ્ર કોષ દુર્લભ થઈ ગયો છે તેને ફરીથી પ્રકાશિત કરવામાં આવે.” મને એ પણ સાંભળવા મળ્યું કે જો તમારા સમાજ પાસે ફરીથી છપાવાની વ્યવસ્થા ન હોય તો અમને છાપવાનો અધિકાર આપો. મેં તેમને કહ્યું, અમારો ત્રિસ્તુતિક સમાજ સમર્થ છે. અવસરે જરૂર પ્રકાશિત થશે. ઉજ્જવલ ઈતિહાસની સાક્ષી શ્રીમદ્ વિજય ગુરુદેવની મોટી કૃપા થઈ ને અમે ક્રમશઃ વિહાર કરતા કરતા ચેન્નઈ (મદ્રાસ) પહોચી ગયા. તમિલનાડુ રાજ્યની રાજધાની છે ચેન્નઈ. દક્ષિણમાં દૂર દૂર વસતા હજારો ભક્તોએ આ ચાતુર્માસમાં ચેન્નઈની યાત્રા કરી. ચેન્નઈનું એ ચાતુર્માસ