________________ अहावच्चाभिण्णाय-यथापत्याभिज्ञात (त्रि.) (પુત્ર સમાન જાણેલો) વિદ-પથવિથ ( વ્ય.) (શાસ્ત્રીય ન્યાય અનુસાર, બરાબર વિધિપૂર્વક) પૂજા, પૂજનો વગેરે કરવા કે કરાવવા તે દ્રવ્ય જિનાજ્ઞાનું પાલન છે. પરંતું પરમાત્માએ કહેલ નિયમો અનુસાર જીવન જીવવું તે ભાવ જીનાજ્ઞાનું પાલન છે. અને જિનેશ્વર દેવે કહેલ વચનો એટલે ગણધર ભગવંતોએ રચેલ શાસ્ત્રો. આથી શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વકના ચારિત્રનું પાલન તે પરમાત્માની ભાવપૂજા બને છે. તેમજ તેની વિરાધના તે આજ્ઞા ખંડનીરુપી દોષ બને છે. મહાસંg૯-અથાસંgs (જ.). (સ્થિર, નિશ્ચલ, નિષ્પકંપ) હે મેક્સમ નિશ્ચલ અને નિષ્કપ વિભુ! હું તારો ઉપાસક છું તારો ભક્ત છું. છતા પણ જીવનમાં આવતી નાની નાની મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓથી વિચલિત થઈ જાઉં છું. હું રોજ વિચારું છું કે ગમે તેવા સંજોગો આવશે હું સમભાવે તેનો સામનો કરીશ. મનમાં કોઈ પણ જાતના દ્વેષાદિ તરંગોને ઉઠવા નહીં દઉં, પરંતુ ન જાણે તે સમયે શુ થઈ જાય છે. કંઈ સમજાતું નથી. વરાળની જેમ બધું જ બાષ્પીભવન થઈ જાય છે. અને હું ગેરવર્તન કરી બેસું છું. નોધારાના આધાર ! મને કોઈક રસ્તો બતાવ જેથી હું મારા મનને સ્થિર અને અડગ રાખી શકું કોઈ પણ પરિસ્થિતિઓ મને નિર્બળ બનાવી ના શકે. अहासंथड-यथासंस्तृत (न.) (શયનયોગ્ય, જોઈએ તેવી રીતે પાથરેલ) ઘરનું બધું જ ફર્નિચર કે વસ્તુ યોગ્ય રીતે ગોઠવેલું હોય છે. ડાઈનિંગ ટેબલ તેના યોગ્ય સ્થાને જ હોય. સુવાની પથારી પણ એટલી સ્વચ્છ અને સુવાને યોગ્ય હોય તેવી હોય. ળીજ તો તેના યોગ્ય સ્થાને હોય. બેસવાની ખુરશી, ટેબલ પણ તેના સ્થાને જ હોય. બસ યોગ્ય સ્થાને નથી હોતા તો તો ઘરમાં રહેનારાના એકબીજા પ્રત્યેના પ્રેમભાવ, આદરભાવ. જે દિવસે તે પ્રેમભાવ તે આદરભાવ આવી જશે. તે દિવસે બીજી વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય તેનું મહત્વ જ નથી રહેતું. યથાસંસ્કૃતિ (7) (જે અવસ્થામાં થયેલ હોય તે રીતે પ્રાપ્ય) સાધુએ જે રીતે ગોચરી કાચી-પાકી, બળેલી કે સ્વાદરહિત વગેરે જે અવસ્થામાં રહેલ હોય તે રીતે ગ્રહણ કરવાની હોય છે. તેમ વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણો પણ જે રીતે નિષ્પન્ન હોય તથા ઉપભોગને યોગ્ય હોય તો જે તે અવસ્થામાં મળતા હોય તે રીતે જ ગ્રહણ કરવાનું શાસ્ત્રીય વિધાન છે. તેમાં કોઈ પણ જાતનો વિશેષ સંસ્કાર કરવો તે અતિચાર છે. મહાસંવિમાન-કથા (IT) વિમાન (પુ.) (શ્રાવકનું બારમું વ્રત, અતિથિસંવિભાગ વ્રત) ઉપાસકદશાંગ આગમમાં કહેલું છે કે ‘અભંગ દ્વારવાળો શ્રાવક પોતાના અર્થે બનેલ આહારમાંથી પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ વગેરે ગોચરીના દોષોને ત્યાગ કરવા પૂર્વક અમુક ભાગનો આહાર સાધુને વહોરાવે તે અતિથિસંવિભાગ કે યથાસંવિભાગ નામક શ્રાવકનું બારમું વ્રત છે.' अहासच्च-यथासत्य (न.) (યથાતથ્ય, ખરેખર, સાચેસાચું) अहासत्ति-यथाशक्ति (अव्य.) (શક્તિ અનુસાર, સામર્થ્ય પ્રમાણે) બીજાએ કરાવેલ જિનાલયો કે મોટા ઉત્સવો જોઈને આપણે વિચારીએ છીએ કે ધર્મ તો મારે પણ કરવો છે. જો મારી પાસે આટલા રુપિયા હોત તો હું પણ આવા ઉત્સવો કરાવું. શાસ્ત્ર કહે છે ધર્મ કરવા માટે લક્ષ્મી નહિ લાગણી જોઈએ. શુભ ભાવના જોઈએ.