________________ ઈતિહાસની અટારીએથી... અનાદિકાળથી વીતરાગ પરમાત્માનું પરમપાવન શાસન પ્રવર્તમાન છે. અનાદિ મિથ્યાત્વથી મુક્ત થઈ આત્મા જ્યારે સમ્યત્ત્વગુણ પ્રાપ્ત કરે છે. ત્યારપછી આત્મિક ઉત્ક્રાંતિનો પ્રારંભ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી જ સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર આત્મામાં દેખાય છે. | મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બન્ને ઈન્દ્રિય અને મનથી ગ્રાહ્ય છે. આથી આનો સમાવેશ પરોક્ષજ્ઞાનમાં થાય છે. પરંતુ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આત્મગ્રાહ્ય છે. આથી એ જ્ઞાનનો પ્રત્યક્ષ જ્ઞાનમાં સમાવેશ થાય છે. સમ્યક્તનો સૂર્યોદય થતાં જ મિથ્યાત્વનો ગાઢ અંધકાર દૂર થાય છે. અને આત્મા સંપૂર્ણ પણે ગતિમાન થાય છે. આ જ સમ્યક્ત આત્માને પરોક્ષજ્ઞાનથી પ્રત્યક્ષજ્ઞાન તરફ અગ્રેસર કરે છે. પ્રત્યક્ષજ્ઞાનની ઉપલબ્ધિ માટે એ જરૂરી છે કે આત્મા લૌકિક ભાવોથી અલગ થઈ લોકોત્તરભાવોની ચિંતનધારામાં ડૂબી જાય. “જિન ખોજી તિન પાઈર્યાગહરે પાની પઠા” સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે આશ્રવ અને બંધ. દુઃખોથી મુક્તિ મેળવવા આ બન્ને દૂર કરવા જરૂરી છે. તથા સંવર અને નિર્જરા પણ જોઈએ, બંધન સહજ છે, પરંતુ જો એને કારણભાવ અને કારણસ્થિતિથી અલગ રાખવામાં આવે તો આપણે અવશ્ય અપુનર્જન્ધક અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ. જિનાગમમાં અધ્યાત્મ ભરેલું છે. સહજસ્થિતિની ઈચ્છાવાળા આત્માઓએ જિનવાણીનું શ્રવણ, અધ્યયન, ચિંતન, અનુપ્રેક્ષા આદિ સ્વાધ્યાયમાં રહેવું જોઈએ. કર્મ અને આત્માનો અનાદિકાળથી ગાઢ સંબંધ છે. આથી કર્મ આત્માની સાથે જ ચોંટીને રહેલા છે. દા.ત. ખાણમાં રહેલા સોનાની સાથે માટી રહેલી હોય છે. માટી સોનાની મલિનતા છે. તેમ કર્મ આત્માની. પ્રયોગદ્વારા માટીને સુવર્ણથી અલગ કરી શકાય છે. જ્યારે બન્ને અલગ થઈ જાય છે ત્યારે માટી માટીના રૂપમાં અને સુવર્ણ સુવર્ણના રૂપમાં પ્રગટ થાય છે. માટીને કોઈ સોનું કહેતા નથી. અને સોનાને કોઈ માટી કહેતા નથી. તેવી જ રીતે સમ્યગ્દર્શનવાળો આત્મા સમ્યજ્ઞાન ના ઉજ્જવલ પ્રકાશમાં સમ્યક ચારિત્રના પ્રયોગ દ્વારા પોતાના આત્મા પર લાગેલી કર્મરજને દૂર કરી નિર્મલતા પ્રગટ કરે છે. કર્મની આઠેઆઠ કર્મપ્રકૃત્તિ પોત-પોતાના સ્વભાવનુસાર સાંસારિક પ્રવૃત્તિઓમાં રમતાં આત્માને કર્મ ભોગવવા માટે પ્રેરિત કરતી રહે છે. જેઓને પોતાનો ખ્યાલ નથી અને જેઓ અનિર્ણિત સ્થિતિમાં છે, એવા સંસારી જીવોને આ કર્મપ્રવૃત્તિઓ વિભાવ પરિણામ કરાવે છે. જ્ઞાનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા જેવું છે. નજર ભલે સૂક્ષ્મ હોય પણ આંખ ઉપર પાટા બાંધેલા હોય તો તેને કંઈ પણ દેખાતું નથી. તેવી જ રીતે આત્માની જ્ઞાનદ્રષ્ટિને જ્ઞાનાવરણીય કર્મ આવૃત કરે છે. જેના કારણે જ્ઞાનસુષ્ટિ ઢંકાઈ જાય છે. આ કર્મ આત્માને અવળે રસ્તે ચલાવે છે. ખોટા માર્ગે ચલાવનારુ આ કર્મછે.