________________ ગર્ભકાળથી ત્રણ જ્ઞાન ધરાવતા હોવા છતાં તીર્થકર ભગવંતો દીક્ષા સમયે પ્રણ લેતા હોય છે કે જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાંસુધી મૌનવ્રતને ધારણ કરવું. તેમના મુખે અસત્ય ક્યારેય આવવાનું નથી. છતાં પણ છબસ્થાવસ્થાવશ કદાચ કોઇ અસત્ય ઉચ્ચારાઇ જાય તો. તેના કારણે તેઓ મૌનવ્રતને ધારણ કરે છે. જયારે આપણને તો વિશિષ્ટકોટિનું મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન પણ ન હોવાં છતાં એક ક્ષણ માટે પણ ચૂપ રહી શકતાં નથી. કદાચ એટલે જ આપણે માનવ છીએ અને તેઓ મહામાનવ છે. મન્નિિ () - સર્વનિ () (છબી ) વ્યવ - સત (.) (અસત્ય) મરીચિના ભવમાં બોલેલ એક અસત્યએ ભગવાન મહાવીરનો એક કોટાકોટી સાગરોપમનો સંસાર વધારી દીધો. યુધિષ્ઠિરે બોલેલા એક અસત્યએ આકાશમાં ચાલનારો તેનો રથ જમીન પર લાવીને મૂકી દીધો હતો. તો પછી દિવસ-રાત નાની નાની વાતોમાં જૂઠું બોલનારા આપણી શી દશા થશે તે ક્યારેય વિચાર્યું છે? ન વિચાર્યું હોય તો આજથી જ પ્રારંભ કરી દો. असव्वासि (ण)- असर्वाशिन् (त्रि.) (અલ્પભોજી, અલ્પ માત્રામાં ખાનાર) સંસ્કૃત સુભાષિતમાં કહેલું છે કે “જે થોડું ખાય છે તે જ ખરા અર્થમાં ઘણું ખાય છે.' સ્વાથ્યની દૃષ્ટિએ પર્યાપ્ત માત્રામાં કરેલું ભોજન લાભદાયી નીવડે છે. ચિત્તની પ્રસન્નતા અને શરીરની સ્કૂર્તિ ટકી રહે છે. જ્યારે આકંઠ ખાનારાઓ તન અને મન બન્નેનું નુકસાન કરતાં હોય છે. અધિકમાત્રામાં જમવાથી શરીરમાં અકળામણ, ગેસ, એસિડીટી જેવા રોગો થાય છે. તથા મન સતત બેચેન રહ્યા કરે છે. જૈનશાસનમાં પણ કહેલું છે કે શ્રાવકે જેટલી ભૂખ હોય તેના કરતાં બે ત્રણ કોળિયા ઓછા ખાવા જોઇએ. તેને વૃત્તિસંક્ષેપ નામક તપ કહેલ છે. મ - (ઉ.) (અસમર્થ, નિર્બળ) શુદ્ધ સમ્યક્તના ધારક તથા પાપભીરુ એવો શ્રાવક ગુણો મેળવવા અને કર્મોનો ક્ષય કરવા માટે સદૈવ શૂરવીર હોય છે. અને દુર્ગતિમાં લઇ જનારા પાપમાને સેવવામાં સર્વથા નિર્બળ અને ઉત્સાહરહિત હોય છે. સહાય - ૩મારા () (એકાકી, સહાયતારહિત) અસહાય બે રીતના હોય છે. એક તે જેઓને ગચ્છની બહાર કરેલ હોય તેવા એકલવિહારી સાધુ-સાધ્વીજી. તેઓ નિઃસહાય અને એકલા હોય છે. તથા બીજા જિનકલ્પ વગેરે વિશિષ્ટકોટીના કલ્પને સ્વીકારેલ હોય તેવા સાધુ ભગવંતો. તેઓ કુતીર્થીઓના ચમત્કારો કે માયાજાળમાં ફસાઇને સમ્યક્તથી ચલિત થતાં નથી. તેઓ એકલા હોવા છતાં પણ પોતાના ચારિત્રને ખંડિત થવા દેતાં નથી. તેવા એકાકી શ્રમણ સ્વ અને પરને સતત ધર્મમાર્ગમાં જોડે છે. માહિm -- અસહાચ્ય (ઉ.) (એકાકી, સહાયતારહિત) અહી - દ્વાન () (પરાધીન, અસ્વતંત્ર) માણસમાત્રને પરાધીન રહેવાની જાણે કે આદત પડી ગઈ છે. ઘરતો પત્ની ચલાવે. ગાડી તો ડ્રાઈવર ચલાવે. ઓફીસતો માણસો ચલાવે. યાવતુ આપણી હર્ષ, શોક, ક્રોધ, વાત્સલ્યાદિ લાગણીઓ પણ બીજાના આધારે જ ચાલે છે. તેમાં પણ આપણી પોતાની કોઇ જ સ્વતંત્રતા નથી. જ્ઞાની ભગવંતો કહે છે કે જે દિવસે આ બધી પરાધીનતામાંથી બહાર નીકળીને સ્વાધીનતામાં જીવવાનું ચાલું કરીશું. તે દિવસે આપણા જીવનમાં સોનેરી સૂરજના કિરણો પથરાશે. 159