________________ ત્તિ - ક્રાન્તિ (ઋ.) (સંયોગનો અભાવ, સંપર્કનો અભાવ) સત્ય - સત્ર (ન.) (નિરવદ્ય અનુષ્ઠાનરૂપ સંયમ) અનુષ્ઠાન બે પ્રકારે સંભવે છે. 1. સાવદ્યાનુષ્ઠાન અને 2. નિરવદ્યાનુષ્ઠાન, જે પ્રવૃત્તિ દ્વારા અન્ય જીવોને પીડા, બાધા કે ઘાત થાય તેવા અનુષ્ઠાનો સાવઘાનુષ્ઠાન છે. તથા જે ક્રિયાથી બીજા જીવોને પ્રીતિ અને આનંદ ઉપજે તે અનુષ્ઠાન નિરવદ્ય જાણવા. જીવોની બલિ આપવા દ્વારા કરવામાં આવતા યજ્ઞો કે મહોત્સવો વસ્તુતઃ અસંયમ છે. જયારે જીવદયાના પાલનપૂર્વક કરવામાં આવતું સંયમનું પાલન મોક્ષનો હેતુ બને છે. असत्थपरिणय - अशस्त्रपरिणत (त्रि.) (શસ્ત્રથી નહિ હણાયેલ, સચિત્ત) જે આહાર કે પાણી સ્વ, પર તથા ઉભય એમ ત્રણ પ્રકારના કોઇપણ શસ્ત્રથી ભેદ પામેલ હોય તેવા શસ્ત્રપરિણત આહારાદિ અચિત્તભોગી સાધુ કે શ્રાવકાદિને ગ્રાહ્ય બને છે. તેમજ જે આહારાદિ સ્વ, ૫ર કે ઉભય શસ્ત્રથી ભેદ પામેલ નથી તે સચિત્ત અને જીવહિંસારૂપ હોવાથી સાધુ આદિ માટે અગ્રાહ્ય છે. માથાર - સાવા (ઈ.) (પાપના હેતુરૂપ પ્રવૃત્તિ, હિંસક પ્રવૃત્તિ) ધર્મસંગ્રહ ગ્રંથમાં હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહાદિ પાંચ, તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ તથા ક્રોધાદિ ચાર કષાયોને પાપબંધના હેતુ માનેલા છે. જે જીવ કહેલા સ્થાનોમાં પ્રવૃત્તિ કરે છે તે નિયમા પાપકર્મોનો બંધ કરે છે. તથા જે જીવદયા, સત્યાદિ ગુણો દ્વારા તેનો નિગ્રહ કરે છે. તે કોની નિર્જરા તથા પુણ્યનો બંધ કરે છે. અસલામ - અસવાર 5 (ઈ.) (જીવવધાદિ પ્રવૃત્તિ, ખોટો આરંભ, હિંસક કૃષિકર્માદિ) પૂર્વના કાળે ધન મેળવવા માટે કૃષિકર્મ, વહાણવટું, ધીરધારાદિ કાર્યો થતાં હતાં. જે હિંસક હોવાથી શાસ્ત્રીય ભાષામાં તેને અસદારંભ કહેવાયેલ છે. આજે જમાનો મોર્ડન થઇ ગયો છે. પ્રાણીઓ પર કે વહાણો દ્વારા વેપાર નથી થતાં. બસ ધન મેળવવા માટે મોટી મોટી ફેક્ટરીઓ, હેન્ડલૂમો, ફાઈનાન્સ બિઝનેસ તથા પાવર પ્રોજેક્ટો થાય છે. એક દેશમાં રહેલો માણસ અહીં બેઠા બેઠા બીજા દેશમાં પોતાની ફેક્ટરી ચલાવી શકે છે. પૂર્વે યંત્રો નહોતા કાર્યો ઓછા થતાં તેમાં હિંસા પણ ઓછી હતી. આજે મશીનો છે. માણસો વધુ શક્તિશાળી બન્યા છે. પરંતુ સાથે સાથે હિંસા વધી છે. પાવર વધ્યો પણ અસદારંભ તો તેના તે જ રહ્યા. 6 - શ્રાદ્ધ (ઈ.) (1. અપયશ, અપકીર્તિ 2. શબ્દરહિત, નિઃશબ્દ) આજે ઘણા બધા શહેરોમાં સો વર્ષ, દોઢસો વર્ષ, બસો વર્ષ જૂની પેઢીઓ જોવા મળે છે. તે પેઢીઓ સાથે વેપાર કરવાનો આવે એટલે લોકો આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી દે છે. ઓહો ! શું વાત કરો છો ફલાણી પેઢી છે તો પછી વિચારવાનું હોય જ નહિ. કરો કંકુના! તેની પાછળ કારણ છે તે પેઢીની સ્થાપના કરનાર પૂર્વજોની ઇમાનદારી પૂર્વકની મહેનત. તેઓ યશ મેળવવા માટે ન્યાય અને નીતિને પ્રાધાન્ય આપીને વેપાર કરતાં. અપયશ ન થઇ જાય તે માટે પૈસો જતો કરે પરંતુ વહેવાર ન બગાડે. આજે કરોડોનો બિઝનેસ કરતી મોટી મોટી કંપનીઓ બજારમાં છે. પરંતુ તેના પર વિશ્વાસ મૂકનારા કેટલા? असहहंत - अश्रद्दधत् (त्रि.) (શ્રદ્ધા નહિ કરતો, શ્રદ્ધારહિત) શ્રદ્ધા હોય તો પત્થરમાં પણ દેવ દેખાય છે. અને શ્રદ્ધા ન હોય તો દેવમાં પણ પત્થર દેખાય છે. શ્રદ્ધા હોય તો વિષ પણ જીવાડે છે અને શ્રદ્ધા ન હોય તો અમૃત પણ પ્રાણ હરે છે. મૂળ વાત છે શ્રદ્ધાની, શુદ્ધ ભાવપૂર્વકની શ્રદ્ધા હશે તો મૂર્તિરૂપે મળેલ અરિહંત 150